હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Tuesday, 22nd July 2025
શહેર કોંગ્રેસ દ્વારા સાયકલ વીર કૃણાલ પટેલનું સ્વાગત

રાજકોટઃ સાયકલ લઈને ચારધામની યાત્રા એ નીકળેલા એક માત્ર સાયકલ સવાર કુણાલભાઈ પટેલ ગામ સાણંદ જીલ્લો અમદાવાદની બાર જ્યોર્તિલિંગ સાયકલ યાત્રા નીકળ્યા છે ત્યારે તેઓ સોમનાથ અને દ્વારકા સાયકલ યાત્રા પૂર્ણ કરી રામનાથ મહાદેવ મંદિરના દર્શને પહોંચતા રામનાથ મહાદેવ મંદિરથી કેદારનાથ તરફ જતા હોય ત્યારે રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના સભ્યોએ કુણાલભાઈનું ફુલહારથી ભાવભીનું સ્વાગત કરવામાં આવેલ હતું. આ પ્રસંગે રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ ડો. રાજદીપસિંહજી જાડેજા, પૂર્વ કોર્પોરેટર પ્રવીણભાઈ રાઠોડ, ડી.પી મકવાણા, સલીમભાઈ કારિયાણી, જીગ્નેશભાઈ ડોડીયા, બીપીનભાઈ ભગદેવ, નંદાભાઈ ડાંગર, કંચનબેન વાળા, દિપ્તીબેન સોલંકી, હંસાબેન સાપરિયા, પુનમબેન રાજપૂત સહિતના કોંગ્રેસ આગેવાનો એ હાજરી આપી હતી.
(2:35 PM IST)










