હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
રાજકોટ મહાપાલિકાની ચુંટણી લડવા બહુજન સમાજ પાર્ટીએ તૈયારીઓ આદરી

રાજકોટ તા. ૨૨ : બહુજન સમાજ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી માયાવતીજીના આદેશ અનુસાર સમગ્ર ગુજરાતમાં મહાનગરપાલીકામાં બહુજન સમાજ પાર્ટી પોતાના ઉમેદવારો ઉભા રાખવા માંગે છે.
આ માટે ગુજરાતના પ્રદેશ કો.ઓર્ડીનેટર સુરેન્દ્ર કલોરીયા, પ્રદેશ પ્રમુખ ભગુભાઇ પરમાર, આકાશભાઇ જીંજવાડીયા, શૈલેષભાઇ જીંજવાડીયા, રાજેષ સોલંકી, રાજકોટ શહેર પ્રમુખ જયદીપ બૌધ્ધ ધનજીભાઇ વાલેરા, જેતપુર તાલુકા પ્રમુખ વસંતભાઇ મકવાણા, જયેશ પીંગલો દ્વારકાવાળા સહીત રાજકોટ ઝોન ઓફીસે અગત્યની મીટીંગ મળી હતી.
જેમાં ગુજરાત કો.ઓર્ડીનેટર સુરેન્દ્રસિંહ કલોરીયા અને પ્રદેશ પ્રમુખ ભગુભાઇ પરમારના આદેશ અનુસાર આગામી રાજકોટ મહાનગરપાલિકાની ચુંટણી ૨૦૨૫-૨૬ની તૈયારી કરવા ચર્ચા વિચારણા કરાઇ હતી. સ્વચ્છ છબી ધરાવતા સર્વે સમાજને ઉમેદવારી કરવા અને તનમન ધનથી સક્ષમ હોય તેવા ઉમેદવારોને ઉભા રાખવા બહુજન સમાજ પાર્ટીના રાજકોટ કાર્યાલયે મળેલ મીટીંગમાં સુચનો થયા હતા. તેમ કાર્યાલય મંત્રી માધુભાઇ ગોહેલની યાદીમાં જણાવાયુ છે.










