<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 22nd July 2025

મનપાની ફુડ શાખાના વિવિધ મેશમાં દરોડાઃ શાક-દાળ-ચટણી સહિતના ૬ નમુના લેવાયા

સંસ્‍કૃતિ હોસ્‍ટેલ, શિવમ બોયઝ હોસ્‍ટેલમાં ચેકીંગ : વાગળ ચોકડી, મવડી વિસ્‍તારમાં ર૦ ખાદ્યચીજોના ધંધાર્થીને ત્‍યાં ચેકીંગ : ૧ર ને લાઇસન્‍સ માટે નોટીસ

રાજકોટ, તા., રરઃ  મહાનગર પાલિકાના ફૂડ વિભાગની ટીમ દ્વારા FSW વાન સાથે શહેરના વાગળ ચોકડી- પાળ રોડ મવડી વિસ્‍તારમાં આવેલ ખાધ્‍ય ચીજોનું વેચાણ કરતાં કુલ ૨૦ ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં ૧૨ ધંધાર્થિઓને લાઇસન્‍સ બાબતે સૂચના આપવામાં આવેલ. તેમજ વિવિધ વિસ્‍તારમાં મિકસ સબ્‍જી, દાળ, ચટણી, શાક સહિત ૬ના નમુના લેવામાં આવ્‍યા હતા.

આ અંગે મનપાની સતાવાર યાદમાં જણાવ્‍યા મુજબ ફુડ શાખા દ્વારા મવડી વિસ્‍તારમાં ચેકીંગ દરમ્‍યાન શ્રીનાથજી હોટલ, રૂદ્રાક્ષ મેડીસીન્‍સ, ખોડીયાર ટ્રડર્સ, પટેલ ટ્રેડર્સ, પટેલ આમલેટ સેન્‍ટર, જય ભવાની લચ્‍છી, ક્રિષ્‍ના સોડા શોપ, ક્રિષ્‍ના સેલ્‍સ એજન્‍સી,  શિવ કોઠી આઇસ્‍ક્રીમ, બજરંગ ભજીયા એન્‍ડ ગાંઠિયા, જય અંબે દાળપકવાન તથા સાવરિયા ફાલૂદા સહિત ૧૨ ને લાઇસન્‍સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવેલ.

૬ નમુના લેવાયા

 ફૂડ વિભાગ દ્વારા ફુડ સેફટી સ્‍ટાન્‍ડર્ડ એક્‍ટ-૨૦૦૬ હેઠળ  (૧) મિક્‍સ વેજીટેબલ સબ્‍જી (પ્રિપેર્ડ -લુઝ) (ર) દાળ (પ્રિપેર્ડ -લુઝ) સંસ્‍કૃતિ હોસ્‍ટેલ, રામ પાર્ક મેઇન રોડ, કાલાવડ રોડ પરથી, (૩) મીઠી ચટણી (પ્રિપેર્ડ -લુઝ) અને (૪) બટેટાનું શાક (પ્રિપેર્ડ -લુઝ) શિવમ બોયઝ હોસ્‍ટેલ, પરિમલ સ્‍કૂલ પાસે, આત્‍મીય યુનિ. સામે, કાલાવડ રોડમાંથી તેમજ (૫) પંજાબી ગ્રેવી (પ્રિપેર્ડ -લુઝ) (૬) પનીર (લુઝ): શ્રીરામ પંજાબી એન્‍ડ ચાઇનીઝ, રોનક કોમ્‍પલેક્ષ, વળધ્‍ધાશ્રમની બાજુમાં, ગ્રાઉન્‍ડ ફલોર, ગોંડલ રોડ સહિત ૬ નમુના લેવામાં આવ્‍યા હતા.

(2:42 PM IST)