તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 22nd July 2025
પોપટપરા-કાલાવડ રોડ વિસ્તારના ખખડતી આવસો રીપેરીંગ માટે ૧૬.૬૧ કરોડનો ખર્ચ
બન્ને આવાસયોજનામાં ૧ હજાર થી વધુ આવાસો ખાલી : વારેવાર ટેન્ડર પ્રક્રિયા,BSVPની પોલીસી અનુસાર લાભાર્થી પાત્રતા ધરાવતા ન હોય ફલેટ ખાલી રહયાનો તંત્રનો દાવોઃ સ્ટેન્ડીંગ કમિટીના નિર્ણયર પર મીટ

રાજકોટ, તા.,૨૨ : મહાનગર પાલિકાની સ્ટેન્ડિંગ કમિટિની બેઠક આવતીકાલે મળનાર છે. અલગ અલગ નવા પ્રોજેકટોની સાથો સાથ કાલાવડ રોડ રવિપાર્ક અને સાધુવાસવાણી કુંજ રોડ પોપટપરામાં ખાલી પડેલા ૧ જાર બીએસયુપી આવાસ યોજનાના જર્જરિત ૫૭૦ મકાનોનું રીપેરીંગ કરવા માટે ૧૬.૬૧ કરોડ ખર્ચની દરખાસ્ત અંગે નિર્ણય થશે. ૧૦ વર્ષથી વધુ સમય આ આવાસ યોજનાને થયો છતા આજ સુધી લાભાર્થીઓને ન ફાળવાતા તેમજ આ આવાસ યોજનાની દેખરેખ ન રાખતા ખંડેર હાલતમાં થઇ ગયેલા આવાસો પાછળ ૧૬.૬૧ કરોડ રૂપિયાનો ખર્ચ છે.
મહાનગર પાલિકા દ્વારા શહેરના કાલાવડ રોડ પર આવેલ રવિપાર્ક મેઈન રોડ, પ્રેમમંદિર પાછળ,ટી.પી. સ્કીમ નં ૦૫ (નાનામવા), એફ.પી. ૩૨૬ આવાસ યોજનામાં રીપેરીંગ કરવા રૂા. ૫,૪૪,૦૦,૦૦૦ નું એસ્ટીમેટ મંજુર કરવામાં આવેલ છે. આવાસોને રીપેરીંગ કર્યા બાદ ફોર્મ બહાર પાડીને લાભાર્થીઓ નક્કી કરીને સોપવા ઠરાવવામાં આવેલ છે. જેમાં લાભાર્થીનો ફાળો રૂા. ૨ લાખ પ્રતિ આવાસ નક્કી કરવામાં આવેલ છે. જે અન્વયે આ કામમાં૩૬૦ જર્જરિત આવાસોમાં જરૂરી રીપેરીંગ, અન્ડર ગ્રાઉન્ડ પાણીના ટાંકા, સીન્ટેક્ષ ટાંકી, ટેરેસ પર ચાઈના મોઝેક ટાઈલ્સ, કિચન પ્લેટફોર્મ, રંગરોગાન, ઇલેક્ટ્રિક વર્ક, નવા બારી-દરવાજા વિગેરેનો સમાવેશ કરવામાં આવેલ છે.

(3:22 PM IST)










