<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 22nd July 2025

મચ્‍છર ભગાડજોઃ ૧ હજાર ટકા દંડ વધારવા દરખાસ્‍ત

તંત્રને નાનો દંડ લોકોને અસરકર્તા ન હોવાનું લાગતા રહેણાંક-કોમર્શીયલ માટે નવો દર નિયત કરવા મંજૂરી માંગી :મનપા દ્વારા વિવિધ સ્‍થળોએ ઉત્‍પન્ન થતા મચ્‍છરોને ડામવા માટે સ્‍ટેન્‍ડીંગમાં ૧ હજારથી ૧૦ હજાર સુધી દંડ કરવા ભલામણ કરાવીઃ કાલે ફેંસલો

રાજકોટ,તા.૨૨: મનપાએ શહેરમાં પાણીજન્‍ય અને મચ્‍છરજન્‍ય રોગચાળાએ માથુ ઉચકતા અને  આરોગ્‍ય વિભાગનાં ચેકીંગ દરમિયાન મચ્‍છર ઉત્‍પતિ તેમજ ગંદકી સબબ હાલમાં જે દંડ કરવામાં આવી રહ્યો છે તેની કોઈ અસર ન દેખાતાં હવે વધારો કરવાનો નિર્ણય લઈ સ્‍ટેન્‍ડીંગમાં દરખાસ્‍ત રજૂ કરવામાં આવી છે.

 મનપાના વિસ્‍તારમાં ડેંગ્‍યુ, ચીકનગુનિયા તેમજ વાકજન્‍ય રોગથી શહેરીજનોને સુરક્ષીત કરવા માટે હવે પછી આરોગ્‍ય વિભાગ દ્વારા ગંદકી તેમજ મચ્‍છર ઉત્‍પતિ સબબ આટલો દંડ વસુલવામાં આવશે અને દંડ વધારાની દરખાસ્‍ત આવતી કાલની સ્‍ટેન્‍ડિંગમાં રજૂ કરવામાં આવી છે.

આરોગ્‍ય વિભાગ દ્વારા રહેણાક અને કોર્મોશીયલ એકમો માટે નવો દંડ અમલમાં મૂકવામા આવ્‍યો છે. જેમાં પાણી સંગ્રહના તમામ સાધનો મચ્‍છરના પોરા થઇ શકે તેમ રાખવા બદલ રૂા.૧૦૦ના  રૂા.૧૦૦૦, પાણી સંગ્રહના ટાંકીઓ, ટાંકાઓ, બેરલ, કેરબા, જમીનની અંદરની ટાંકીઓ, ઓવરહેડ ટાંકીઓ હવાચુસ્‍ત ઢાંકણથી ન રાખવા બદલ અથવા તેમાં મચ્‍છરની ઉત્‍પતિ થવા બદલ રૂા.૧૦૦ રૂા.૧૦૦૦, તમામ પ્રકારના પાણી સંગ્રહનાં સ્‍થાનો / સાધનો હવાચુસ્‍ત ઢાંકણથી ન ઢાંકવા બદલ રૂા.૧૦૦ રૂા.૧૦૦૦, કોઇ જાહેર જગ્‍યા અથવા ખાનગી ખુલ્લી જગ્‍યામાં પાણી સ્‍થિર અને મચ્‍છર ઉત્‍પતિ થાય તે રીતે પાણીનો સંગ્રહ થાય તે રીતે પાણી છોડવા બદલ રૂા.૨૦૦ના રૂા.૨૦૦૦, સેલરોમાં ભરાતા પાણીનો યોગ્‍ય નિકાલ ન કરવા બદલ રૂા.૨૦૦ રૂા.૧૦૦૦૦, દંડ કરાશે.

જયારે ડ્રેનેજ સુવિધા ન હોય તેવા સ્‍થળોએ સોસ ખાડા બનાવ્‍યા વગર પાણીનો નિકાલ કરવા બદલ રૂા.૨૦૦ ના રૂા.૨૦૦૦, સેપ્‍ટીક ટેન્‍ક તથા ભુગર્ભ ગટરના એર પાઈપ પર તારની જાળી અથવા કપડુ ન બાંધવા બદલ રૂા.૧૦૦ ના રૂા.૫૦૦, બાગ, બગીચા, ફુવારા, હોજ, સ્‍વીમીંગ પુલ વિગેરેમાં પોરા ઉત્‍પન્ન થાય તે રીતે પાણી સંગ્રહ કરવા અથવા પાણીનો સંગ્રહ થવા બદલ રૂા.૨૦૦ના રૂા.૨૦૦૦, ફીજ ટ્રે. એરકુલર, વોટર કુલર, એરકંડીશનરો. સુશોભનના છોડના કુંડા, ટાયર, પક્ષીકુંજ, અવેડા, વાસણ, કે અન્‍ય કોઇ પણ પ્રકારનો ભંગાર અથવા ઉપયોગી કે બિનઉપયોગી સાઘનો વગેરે માં પાણી જમા હોય તેનો નિકલ ન કરવા બદલ અથવા તેમાં મચ્‍છરની ઉત્‍પત્તિ થવા બદલ રૂા.૨૦૦ના  રૂા.૧૦૦૦, દંડ થશે. ઉપરાંત નવું બાંધકામ રહેણાંક, બિનરહેણાંક / કોમર્શીયલ જેવી જગ્‍યાઓએ મચ્‍છરની ઉત્‍પત્તિ ન થાય તે પ્રકારે કામગીરી ન કરવા બદલ અથવા મચ્‍છરની ઉત્‍પત્તિ થવા બદલ રૂા.૨૦૦ના રૂા.૧૦૦૦ છત, છજ્‍જા, અગાસી. નળની પાણીની કુંડી, ફળીયા, પ્રાંગણ, ર્પાકિંગ વગેરેમાં પાણી જમા થવાથી મચ્‍છર ઉત્‍પતિ થવા બદલ રૂા.૨૦૦ના રૂા.૨૦૦૦, નદી, વોકળા, ખાનગી કે ખુલ્લી જગ્‍યામાં ગંદુ પાણી એકઠું કરવા /છોડવા બદલ તેમજ ઈન્‍ડસ્‍ટ્રીઅલ વેસ્‍ટ / ગંદુ પાણી / પ્રવાહી છોડવા બદલ રૂા.૨૦૦ના રૂા.૫૦૦૦ દંડ કરવામાં ં આવશે. (

(3:09 PM IST)