<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 22nd July 2025

અમરનાથ મહાદેવમાં ભકતોના બે જુથ વચ્‍ચેનો અહમનો ટકરાવ યથાવતઃ પી.ટી. જાડેજાએ આરતી કર્યા બાદ સામાપક્ષે ધુન બોલાવાઇ

મહાઆરતી, પ્રસાદના દાતા નિવૃત ડી.વાય.એસ.પી. કે.બી. ઝાલા અને ભકતોએ પણ ધુન કરીઃ બંન્ને દ્વારા મંદિરમાં વિવાદ નહિ ઇચ્‍છતા હોવાના દાવા

રાજકોટઃ ગઇકાલે સાંજે પી.ટી. જાડેજા અને સામે પક્ષે નિવૃત ડી.વાય.એસ.પી. કે.બી. ઝાલા અને ભકતોએ સંયુકત રીતે આરતી કરી ત્‍યારની પ્રથમ તસ્‍વીર, બીજી તસ્‍વીરમાં પટાંગણમાં થયેલી સામાન્‍ય બોલાચાલી બાદ પી.ટી. જાડેજા અને કે.બી. ઝાલાએ સામસામે કોઇ વિવાદ નહિ હોવાના કરેલા દાવા સમયની વાતચીત, ગોઠવાયેલો પોલીસ બંદોબસ્‍ત અને આરતી-ધુનમાં જોડાયેલા શ્રધ્‍ધાળુઓ નજરે પડે છે.(ફોટોઃ અભિજીત બગથરીયા)

રાજકોટ તા.રરઃ  બીગબાઝાર પાછળ આવેલ સાંઇનગરમાં બીરાજતા અમરનાથ મંદિરમાં મહાઆરતી વિવાદ મામલ થયેલ પાસા કાર્યવાહી બાદ ગઇકાલે  સાંજે પી.ટી.જાડેજા મંદિરમાં આરતી કરવા પહોચ્‍યા હતા. જ્‍યાં મંદિર પટાંગણમાં સામેના જુથના લોકો સાથે સામાન્‍ય બોલાચાલી થયા બાદ આરતી કરવામાં આવી હતી. જેનો લાભ પી.ટી. જાડેજાએ લીધો હતો. જો કે સામેના જુથે નિવૃત ડીવાયએસપી કે.બી. ઝાલા દ્વારા મહાઆરતી અને પ્રસાદનું આયોજન થયું હોય તેમની સાથેના ભકતજનોએ પણ આરતી કરી હતી. જો કે મંદિરમાં વિવાદની તરફેણમાં નહી હોવાનો બંન્ને પક્ષોએ દાવો કર્યા બાદ મુદો યથાવત સ્‍થિતીમાં રહ્યાનું પીકચર ઉપસ્‍યુ હતું.

 આ તકે પી ટી જાડેજાએ ઉપસ્‍થિત મીડીયાજનોને જણાવ્‍યું હતું કે તેમના પર ખોટા આક્ષેપો સાથે ખોટી ફરિયાદો કરાવવામાં આવી હતી. ગઇકાલે મહાઆરતી અને પ્રસાદ માટે દાતા નિવળત ડી.વાય.એસ.પી કે. બી ઝાલા હતા જેઓએ પણ પી ટી જાડેજાને આરતીમાં ભાગ લેવા અને કોઈ વિવાદ ન કરવા વિનંતી કરી હતી. પી. ટી. જાડેજા પરિવાર સાથે મંદિર ખાતે આરતી કરવા પહોંચ્‍યા ત્‍યારે કોઈ અનિચ્‍છનીય બનાવ ન બને તે માટે તેમના દ્વારા અગાઉથી જ મંદિર ખાતે પોલીસ બંદોબસ્‍તની માંગણી કરવામાં આવી હતી. આરતીમાં પી ટી જાડેજા તેમજ પરિવારજનો જોડાયા હતા.

રાજકોટમાં ક્ષત્રિય આગેવાન પ્રવિણસિંહ ટપુભા જાડેજા (પી.ટી.જાડેજા) વિરુદ્ધ એક મહિના પૂર્વે તેમના વિસ્‍તારમાં આવેલ અમરનાથ મહાદેવ મંદિરમાં મહાઆરતી કરવા મામલે થયેલ વિવાદ દરમિયાન કારખાનેદારને ધમકી આપવા બદલ તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી. ત્‍યારબાદ પોલીસ પી.ટી.જાડેજા વિરુદ્ધ પાસા હેઠળ કાર્યવાહી કરતા આヘર્ય સર્જાયું હતું અને રાજપુત સમાજે સોૈરાષ્‍ટ્રભરમાંથી વિરોધ નોંધાવ્‍યા બાદ સરકારે તેમની સામેની પાસા હેઠળ કાર્યવાહી રીવોક કરતા ૧૦ દિવસ બાદ તેઓ સાબરમતી જેલમાંથી છુટી તેમના ઘરે આવ્‍યા ત્‍યારે તેમના પ્રશંસકોએ ભવ્‍ય સ્‍વાગત કર્યુ હતું.

પી.ટી. જાડેજાએ મીડીયાને વધુમાં જણાવ્‍યું હતું કે, અમરનાથ મંદિરમાં હું ટ્રસ્‍ટી છું. પ્રમુખ તરીકે જવાબદારી નિભાવું છું. મંદિરમાં ૯૦ ટકા ખર્ચ મેં એકલા એ આપ્‍યો છે. આ વિસ્‍તારના લોકો અહીંયા દર્શન કરવા માટે આવી રહ્યા છે ત્‍યારે છેલ્લા કેટલાક સમયથી મહાઆરતીના નામે ટ્રસ્‍ટના નિયમ વિરુદ્ધ કામ થતું હોવાથી મેં નિયમ મુજબ આરતી કરવા કહ્યું હતું. આ મુદે મારી સામે  ધમકી આપ્‍યાની ખોટી ફરિયાદો કરી મારી ઉપર ખોટી પાસા કાર્યવાહી કરવામાં આવી હતી. નવ ગ્રહ મંદિર બનાવવા માટે કામ ચાલુ હતું જેનો ઓટો પણ તોડી દેવા માટે કેટલાક લોકો પુજારીને દબાણ કરતા હતા અને માર મારવા તેમજ ટાંટિયા ભાંગી નાખવા ધમકીઓ આપતા હતા. આ અંગે મેં કરેલી અરજી સંદર્ભે પોલીસે કોઇ કાર્યવાહી નહિ કરી પક્ષપાતી વલણ અપનાવ્‍યું હતું. પોલીસ આ મામલે મારી ફરિયાદ નથી નોંધી રહી. સામેના લોકો આરતીના નામે વિવાદ કરી ટ્રસ્‍ટ વિરુદ્ધ મહાઆરતી નામ આપી પ્રસાદના નામે ફાળો ૬-૬, ૮-૮, ૧૦-૧૦ હજાર ઉઘરાવી રહ્યા છે. સામાન્‍ય માણસ આટલો ખર્ચ ન આપી શકે એટલે મેં આ બંધ કરવા કહ્યું હતું. બાકી આરતી કરવા સામે મારો કોઈ વિરોધ નથી. આ બધા માથાભારે માણસો છે એટલે મેં આજે પોલીસ બંદોબસ્‍ત માંગણી કરી હતી.

મહાઆરતી અને પ્રસાદના દાતા નિવળત ડીવાયએસપી કે. બી. ઝાલા હતા અને આજે પી.ટી. જાડેજા મંદિરમાં આવતા તેઓ કે.બી. ઝાલાને મળ્‍યા હતા તેમને જણાવ્‍યું હતું કે, હું માત્ર આરતી કરવા માટે આવ્‍યો છું. જેથી કે. બી. ઝાલાએ પણ કોઈ ખોટા વિવાદ ન કરવા વિનંતી કરી હતી. કે બી ઝાલાએ નિવેદન આપતા જણાવ્‍યું હતું કે, હું ૨૦૦૧થી આ વિસ્‍તારમાં રહું છું. નિવળત થયા પછી પણ અહીંયા જ રવ છું. ૨૪ વર્ષથી આ મંદિરે દર્શન કરવા અને બગીચામાં ચાલવા માટે આવું છું. હું કયારે કોઈ વિવાદમાં આવતો નથી અને વિવાદમાં હું માનતો પણ નથી. ભગવાનની સેવા પૂજા અને દર્શન માટે વિવાદ થાય એવું ઈચ્‍છતો પણ નથી

(3:20 PM IST)