<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 22nd July 2025

રાજકોટમાં કોળી સમાજની બેઠક યોજાઇઃ કેબીનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીયાની ખાસ ઉપસ્‍થિતિ

રાજકોટઃ શહેરના બેન્‍કવેટ હોલ ખાતે કોળી સમાજની એક બેઠક યોજાઇ હતી. જેમાં કેબીનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીયાએ ખાસ હાજરી આપી હતી. તેમણે કોળી સમાજના લોકોને વધુને વધુ શિક્ષીત બનવા અનુરોધ કરી મહત્‍વના સુચનો કર્યા હતાં. ગાંધીનગરમાં કોળી સમાજનું શૈક્ષણિક ભવન નિર્માણ પામી રહ્યાની વિગતો પણ તેમણે આપી હતી. આ બેઠકમાં આગેવાનો પુર્વ સાંસદ દેવજીભાઇ ફતેપરા, જુનાગઢ કોળી સમાજના વાઘજીભાઇ મેવાસીયા, અખીલ ભારતીય કોળી સમાજના ન્‍યુ દિલ્‍હીના હોદ્દેદારો, જીલ્લા પ્રમુખ પરષોત્તમભાઇ ભરાડીયા, શહેર પ્રમુખ રમેશભાઇ પરમાર, સંગઠન મંત્રી જી. એન. જાદવ, મનસુખભાઇ ગોવાણી, અલ્‍પેશભાઈ સાવલિયા, મહેશભાઈ રાજપરા, ધનાભાઈ ચાવડા, કાળાસર ઠાકરની જગ્‍યાનાં વાલજી ભગત સહિતના હાજર રહ્યા હતાં.

(3:34 PM IST)