News of Tuesday, 22nd July 2025
મનપાએ ૭૬ મીની ટીપરવાન સ્ક્રેપમાં આપીઃ રૂા.ર૬.૮૬ લાખની આવક

રાજકોટ, તા., રર : મનપા દ્વારા બીન ઉપયોગી અથવા નોન યુઝ વાહનોને સ્ક્રેપમાં આપી આવક મેળવવામાં આવી હતી. જે અંગેની સ્ટેન્ડીંગને જાણ કરી જરૂરી ઠરાવ કરાવવા દરખાસ્ત કરવામાં આવી છે.તંત્રએ ૭ વાર પ્રયત્ન બાદ કુલ ૭૬ નંગ મીની ટીપરવાનોને ભંગારમાં રૂા. ર૬.૮૬ લાખથી વધુની આવક મેળવી હતી. જેનું કુલ ૧૯ લોટ દ્વારા સ્ક્રેપીંગ કરવામાં આવતા કાલની સ્ટેન્ડીંગમાં દરખાસ્ત મુકવામાં આવી છે.
(3:40 PM IST)










