હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મનપાના ત્રણેય નાયબ કમિશનરો રાજમાર્ગો ઉપર ઉતર્યાઃ કામગીરીનું નિરીક્ષણ
ચમત્કાર વિના નહીં નમસ્કાર! રવિવારની બેઠકનો પડઘો

રાજકોટ તા.રરઃ કહેવત છે કે, ચમત્કાર વિના નહીં નમસ્કાર એ મનપામાં એકદમ લાગુ પડતી દેખાય છે. રવિવારે પ્રભારી મંત્રી રાઘવજીભાઇ સાથેની બેઠકમાં સાંસદો, ધારાસભ્યો તથા કોર્પોરેટરોએ તંત્ર કામ ન કરતું હોવાની ફરીયાદ કરી હતી. જેના પરિણામે ૪૮ કલાકમાં જ ત્રણેય ઝોનના નાયબ કમિશનરો શહેરમાં ચાલતી વિવિધ કામગીરીનું નિરીક્ષણ કરવા રાજમાર્ગો ઉપર ઉતર્યા છે.
મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાના માર્ગદર્શન હેઠળ ત્રણેય ઝોનના નાયબ મ્યુનિસિપલ કમિશનરશ્રીઓ સહિતના અધિકારીઓ સતત ફીલ્ડમાં રહી રાજકોટ મહાનગર પાલિકા દ્વારા ચાલતી કામગીરીનું નિરીક્ષણ અને મોનીટરીંગ કરે છે, જેમાં આજે રોજ નાયબ કમિશનરઓ મનીષ ગુરવાની (IAS), ચેતન નંદાણી અને હર્ષદ પટેલ દ્વારા પોતાના ઝોનના વોર્ડમાં સફાઈ અને રોડ રિસ્ટોરેશનની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું.
નાયબ મ્યુનિસિપલ કમિશનર મનીષ ગુરવાની (IAS)એ ઈસ્ટ ઝોનમાં વિઝિટ દરમ્યાન વોર્ડ નં.૧૬ની વિઝીટ કરી હતી. આ વિસ્તારમાં સમયસર ટીપરવાન આવે છે કે કેમ તેની ચકાસણી કરી, આ જ વોર્ડમાં આવતા ન્યુસન્સ પોઈન્ટ્સની પણ વિઝીટ કરી હતી. કોલ સેન્ટર અંતર્ગત આવતી ફરિયાદોનું રીવ્યુ કર્યું તેમજ વોર્ડ ઓફિસની વિઝીટ કરી હતી.
ઉપરાંત નાયબ મ્યુનિસિપલ કમિશનર ચેતન નંદાણીએ વેસ્ટ ઝોનમાં વોર્ડ નં.૯ અને વોર્ડ નં.૧૦માં વિઝિટ કરી હતી. વિઝિટ દરમ્યાન નાયબ મ્યુનિસિપલ કમિશનરએ ન્યુસન્સ પોઈન્ટ અને મીની ટીપર વાનના શેડ્યુલ અંગે માહિતી મેળવી હતી તેમજ આ બંને વોર્ડમાં રોડ રીપેરીંગની ચાલતી કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું.
જયારે નાયબ મ્યુનિસિપલ કમિશનર હર્ષદ પટેલએ સેન્ટ્રલ ઝોન વિસ્તારના વોર્ડ નં.૨, વોર્ડ નં.૩ અને વોર્ડ નં.૭માં મુલાકાત કરી હતી. જેમાં નાયબ મ્યુનિસિપલ કમિશનરએ સ્લમ ક્વાર્ટર, રોડ રિસ્ટોરેશન, યાજ્ઞિક રોડનું નિરીક્ષણ કર્યું હતું. જેમાં રોડ રીપેરીંગ અને યાજ્ઞિક રોડ પર સર્વેશ્વર વોકળાની ચાલતી કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું.
ત્રણેય ઝોનના નાયબ મ્યુનિસિપલ કમિશનરની આ ફેરણી દરમિયાન તેમની સાથે સિટી એન્જી, નાયબ પર્યાવરણ ઈજનેર સહિતના અન્ય સંબંધિત અધિકારીઓ હાજર રહ્યા હતાં.










