તા. ૧૨ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા સુદ – ૧ શનિવાર
News of Tuesday, 22nd July 2025
શ્રી રણછોડદાસજી બાપુના આશ્રમે શ્રાવણ માસમાં દ્વાદશ જયોતિર્લીંગ અને ગંગામૈયાના દર્શન ખુલ્લા મુકાશે
આશ્રમ પરિસરમાં દરરોજ સુંદરકાંડના પાઠ અને શ્રી મંગલેશ મંદીરે દર સોમવારે શ્રૃંગાર દર્શન થશે

રાજકોટ તા. ૨૨ : સદ્દગુરૂ સદન ટ્રસ્ટ પ્રેરીત શ્રી રણછોડદાસજીબાપુ આશ્રમ રાજકોટ ખાતે તા. ૨૫ જુલાઇના શુક્રવારથી તા. ૨૩ ઓગસ્ટ શનિવાર સુધી શ્રાવણ માસ નિમિતે બાર જયોતિર્લીંગના દર્શન તથા હરીદ્વાર ગંગામૈયાના દિવ્ય દર્શન ખુલલા મુકવામાં આવશે.
દ્વાદશ જયોતિર્લીંગ દર્શન નિમિતે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાય છે. તા. ૨૫ ના શુક્રવારે સવારે ૯ વાગ્યે પ્રતિષ્ઠા પૂજન કરાશે. બાદમાં દરરોજ સવારે ૭ વાગ્યે અને સાંજે ૮ વાગ્યે આરતી થશે. દરરોજ સવારે ૧૦.૪૫ વાગ્યે થાળ ધરાવાશે. દ્વાદશ જયોતિર્લીંગના દર્શનનો સમય દરરોજ સવારે ૬ થી બપોરે ૧૨.૩૦ અને સાંજે ૪ થી રાત્રીના ૧૦.૩૦ સુધીનો રહેશે.
શ્રી મંગલેશ્વર મહાદેવ મંદિરમાં દર સોમવારે શ્રૃંગાર દર્શનનો સમય સાંજે ૬ થી ૧૦નો રહેશે. શ્રી મંગલેશ્વર મહાદેવ મંદિરે શ્રૃંગાર દર્શન તા. ૨૮ ના સોમવારે, તા. ૪ ઓગષ્ટના સોમવારે, તા. ૧૧ ઓગષ્ટના સોમવારે અને તા. ૧૮ ઓગસ્ટના સોમવારે થશે.
શ્રાવણ માસ દરમિયાન એકમથી અમાસ સુધી દરરોજ સાંજે ૪ થી ૭ સધુીસંગીતમય શૈલીમાં સુંદરકાંડના સમૂહ પાઠ નીજ મંદિરમાં થશે. ધર્મપ્રેમીજનોએ પધારવા શ્રી સદ્દગુરૂ સદન ટ્રસ્ટ (મો.૯૫૮૬૩ ૦૮૧૭૮)ની યાદીમાં જણાવાયુ છે.
(3:49 PM IST)










