તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 22nd July 2025
રતનપરમાં રહેતી કુંવારી વિદેશી છાત્રાઍ બાળકને જન્મ આપ્યાની ઘટનાથી ભારે ચર્ચા
પોતાના મંગેતર થકી બાળક જન્મ્યાનું યુવતિઍ કહ્નાંઃ બીજી તરફ ગ્રામજનોને ચાલી રહેલા વિવાદ મામલે ગૃહમંત્રીને ટ્વીટ કરી રજૂઆત

રાજકોટના મોરબી રોડ પર મારવાડી કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થિઓ દેહ વ્યાપાર અને નશીલા દ્રવ્યો અંગેના ચાલતા વિવાદમાં ઍક ચકચારી ઘટના બની હતી જેમા ઝીમ્બાબ્વેની વિદ્યાર્થિની ખાનગી હોસ્પીટલમાં કુંવારી માતા બનતા ચકચાર મચી જવા પામી છે. ખાનગી હોસ્પીટલમાં લવાયેલી સગર્ભા યુવતી અંગે જાણ કરતા કુવાડવા પોલીસે નિવેદન નોધવા તજવીજ કરી હતી.
પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ મોરબી રોડ પર ભાડાના મકાનમાં રહેતી કોલેજીયન ઍવી ત્રેવીસ વર્ષીય કુંવારી સર્ગભા યુવતીને ગોડલ રોડ પર ખાનગી હોસ્પીટલમાં ખસેડાતા તેને બાળકને જન્મ આપ્યો હતો. બનાવ અંગે જાણ થતા કુવાડવા પોલીસ મથકના પીઆઈ બી. પી. રજયા સહીતના સ્ટાફે તપાસ હાથ ધરી હતી. પોલીસની પ્રાથમીક તપાસમાં મુળ ઝીમ્બાબ્વે અને રતનપરગામે રહેતી યુવતી ૨૦૨૨માં રાજકોટ અભ્યાસ માટે આવી હતી અને મારવાડી કોલેજમાં અભ્યાસ કરતી હતી. તેણીઍ બાળક અંગે ખુલાસો કરતાં કહ્ના઼ હતું કે તે તેના જ દેશના યુવાન સાથે પ્રેમ કરતી હોઇ અને તેની સાથે સગાઇ થઇ ગઇ હોઇ તેના થકી આ બાળક જન્મ્યુ હતું. યુવતિઍ હોસ્પિટલમાં બાળકના વાલી તરીકે પોતાનું જ નામ લખાવ્યું હતું. ત્રેવીસ વર્ષની યુવતિ કુંવારી મા બની તેમાં કાયદાકીય દ્રષ્ટીઍ અયોગ્ય નથી. પણ હાલમાં રતનપરમાં વિદેશી છાત્રોની કનડગતને લઇ વિવાદ ચાલી રહ્ના છે ઍ વચ્ચે આ વિગતો બહાર આવતાંચર્ચા જાગી છે.
મારવાડી કોલેજમાં અભ્યાસ કરવા આવતા આફ્રીકન વિધાર્થી ઓ અને ગ્રામજનો વચ્ચે કેટલાક સમયથી દેહ વ્યાપાર અને નશીલા દ્રવ્યો અંગેનો વિવાદ ચાલતો હાઇ જેમા અમુક વિદેશી વિદ્યાર્થીઓ દ્રારા થતી હેરાનગતીથી ગામમાં રહી નહી શકાતુ હોવા સહિતની રજૂઆતો ગ્રામજનો, આગેવાનો કરી રહ્ના છે. અમુક વિદ્યાર્થીઓના કૃત્યોને કારણે ધાર્મિક લાગણી દુભાતી હોવાની ફરિયાદો પણ થઇ રહી છે. દરમિયાન હવે ગૃહમંત્રીને ટ્વીટ કરીને પણ ફરિયાદ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
(4:30 PM IST)










