News of Wednesday, 23rd July 2025
જાણીતા અભિનેત્રી, ઉદઘોષિકા રેણુબેન યાજ્ઞિકનું આવતીકાલે બેસણું - સ્મૃતિ સભા

રાજકોટઃ રેણુબેન ભરતભાઈ યાજ્ઞિક ( ઉંમર વ. ૮૦) તે ભરત યાજ્ઞિક (નાટયકર્મી, આકાશવાણી રાજકોટના નિવળત્ત ઉદઘોષક)ના ધર્મપત્ની સ્વ. સનત ઠાકરના પુત્રી, રાજુ યાજ્ઞિક (આકાશવાણી રાજકોટ) ના માતુશ્રી, પ્રો. પ્રેમલ યાજ્ઞિક ( સદગુરુ મહિલા કોલેજ, રાજકોટ)ના સાસુ, ચી.વરદાના દાદીનું તા. ૨૨ના રોજ અવસાન થયું છે. સદ્ગતનું બેસણું - સ્મળતિ સભા તા. ૨૪ જુલાઈ, ગુરુવારે સાંજે ૪ થી ૬, હેમુ ગઢવી હોલ (મેઈન) ટાગોર રોડ રાજકોટ ખાતે રાખેલ છે. મંગળવારે સાંજે રેણુબહેનની અંતિમ યાત્રામાં સૌરાષ્ટ્રના નાટય - કલા, સંગીત, સાહિત્ય, શિક્ષણ ક્ષેત્રના અગ્રણીઓ, આકાશવાણી રાજકોટના વર્તમાન અને ભૂતપૂર્વ કર્મચારીઓ - અધિકારીઓ, શ્રોતાઓ, કલા નિકેતનના સૌ કલાકારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. મંચ અને રેડિયોના એક વરિષ્ટ અને પ્રેરક કલાકારને યથોચિત અંજલિ આપી હતી.
(10:18 AM IST)










