News of Wednesday, 23rd July 2025
કાલે એવરત-જીવરતનું જાગરણ
મહિલાઓ માતાજીનું પૂજન-અર્ચન કરશે અને મીઠા વગરનું ભોજન લેશે : ઉપવાસ-એકટાણુ કરશે

રાજકોટ, તા., ૨૩ : કાલે મહિલાઓ એવરત-જીવરતનું જાગરણ કરીને પુણ્યનું ભાથુ બાંધશે. મહિલાઓ માતાજીનું પુજન-અર્ચન કરશે અને મીઠા વગરનુ઼ ભોજન લઇને ઉપવાસ કે એકટાણુ કરશે.
અષાઢ વદ અમાસને ગુરુવારે તા.૨૪ના દિવાસો છે સાથે હરીયાળી અમાસ છે. આ દિવસે એવરત જીવરત પણ છે. આ દિવસે સાંજના ૪-૪૫ થી ગુરુપુષ્યામળત યોગ છે જે શુક્રવારના સૂર્યોદય સુધી ગુરુ પુષ્યામળત યોગ ગણાશે દિવાસોને સો પર્વનો વાસો કહેવામાં આવે છે. એટલે કે દિવાસોના દિવસથી દેવ દિવાળી સુધી આશરે સો દિવસમાં બધા જ મુખ્ય તહેવારો આવે છે. આ દિવસને હરીયાળી અમાસનો દિવસ કહેવાય છે. આ દિવસે વળક્ષો વાવવાનું મહત્વ છે. આ દિવસે એવરત જીવરતનું વ્રત પણ છે.
પરિણીત બહેનો આ દિવસે મીઠા વગરનું ભોજન લઇ એકટાણુ કરશે એવવ્રત જીવરત માતાજી અને જવારાનું પણ પૂજન કરશે. આખી રાત્રીનું જાગરણ કરશે.
આ વ્રત સંતાનોની રક્ષા માટે તથા પતિદેવની રક્ષા માટે કરાય છે. ઘણા બહેનો આ દિવસથી સાંજના દશામાની સ્થાપના પણ કરે છે તેમ શાષાી રાજદીપ જોષીએ જણાવેલ છે.
(11:57 AM IST)










