<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 23rd July 2025

લોકમેળોઃ ર૬ મીથી હરરાજી : ર૮મીએ ડ્રો

જુની કલેકટર કચેરી ખાતે આયોજન : રવીવારે મોટી રાઇડની હરરાજી થશે

રાજકોટ તા. ૨૩ - લોકમેળા સમિતિ દ્વારા રાજકોટ શહેરમાં રેસકોર્સ મેદાન ખાતે તા. ૧૪/૦૮/૨૦૨૫ થી ૧૮/૦૮/૨૦૨૫ સુધી પાંચ દિવસ દરમિયાન લોકમેળાનું આયોજન કરવામાં આવ્‍યું છે.

આ મેળામાં રમકડા-ખાણીપીણી વગેરેના સ્‍ટોલ/પ્‍લોટ માટે સમિતિ દ્વારા હરરાજી અને ડ્રો માટે તારીખો જાહેર કરવામાં આવી છે. જે અનુસાર કેટેગરી-એ (ખાણીપીણી મોટી), કેટેગરી બી-૧ કોર્નર ખાણીપીણી, કેટેગરી-એકસ આઇસ્‍ક્રીમ તથા કેટેગરી- ઝેડ (ટી- કોર્નર)ની હરરાજી તા.૨૬/૦૭/૨૦૨૫ શનિવાર સવારે ૧૨.૩૦ કલાકે તથા યાંત્રિક કેટેગરી-ઈ, એફ, જી અને એચના પ્‍લોટની હરરાજી તા.૨૭/૦૭/૨૦૨૫ રવિવારના સવારે ૧૧:૩૦ કલાકે રાખવામાં આવી છે. 

આ ઉપરાંત તા.૨૮/૦૭/૨૦૨૫ સોમવારના રોજ સવારે ૧૧.૩૦ કલાકે કેટેગરી-બી રમકડાના સ્‍ટોલ, કેટેગરી-સી ખાણીપીણી નાની, કેટેગરી-જે મધ્‍યમ ચકરડીના પ્‍લોટ, કેટેગરી-કેની નાની ચકરડીના પ્‍લોટનો ડ્રો યોજાશે. આ તમામ સ્‍ટોલ- પ્‍લોટના ડ્રો અને હરરાજી મિટિંગ હોલ, પ્રાંત કચેરી, રાજકોટ (શહેર-૧)જૂની કલેકટર કચેરી કમ્‍પાઉન્‍ડ, રાજકોટ ખાતે યોજાશે.

(1:23 PM IST)