News of Wednesday, 23rd July 2025
ભારતીય શિક્ષણ મંડળની સૌરાષ્ટ્ર પ્રાંત પ્રમુખ બેઠક યોજાઇ : શિક્ષણ-યુનિ.ની ભૂમિકા વિષય પર ચર્ચા

રાજકોટ, તા. ર૩ : ભારતીય શિક્ષણ મંડળની સૌરાષ્ટ્ર પ્રાંત પ્રમુખ બેઠક તાજેતરમાં યોજાઇ હતી. સૌરાષ્ટ્ર પ્રાંતમાંથી ૬૦ થી વધુ શિક્ષાવિદોએ બેઠકમાં સહભાગીતા દર્શાવી. બેઠકની શરૂઆત દીપપ્રજવલન બાદ ધ્યેય શ્લોક અને ધ્યેય વાક્યથી કરવામાં આવી હતી. પ્રથમ સત્રમાં શિક્ષણના ભારતીય દૃષ્ટિકોણ, શૈક્ષણિક નીતિાં ભારતીયતાનું સમાવેશ, મૂલ્યપરક શિક્ષણની આવશ્યકતા અને યુનિવર્સિટીઓની ભૂમિકા જેવા વિષયો પર ડાણપૂર્વક ચર્ચા થઈ તથા વાર્ષિક આયોજન સાથે વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન થયું હતું.
બીજા સત્રમાં સક્રિય સંકળાયેલા કાર્યકર્તાઓ અને જિલ્લાના કાર્યકારીના કેટલાક સભ્યો પણ જોડાયા. ડૉ. હરેશ બાંભણિયાએ વિવિધ પ્રવૃત્તિઓ અને કાર્યપદ્ધતિ અંગે સભ્યોને જાણકારી આપી અને આવનારા વર્ષે કેન્દ્રીય સ્તરે યોજાનાર યોજના અને અપેક્ષાઓ વિશે સમજાવ્યું તથા પ્રેરણા આપી હતી.
આ બેઠકમાં ખાસ કરીને પ્રાંત અધ્યક્ષ સુરેશભાઈ નાહટા, રાજકોટ મહાનગર વિસ્તારક ક્ષમા સાગરજી, અન્ય પ્રાંત પ્રભુત્વ ધરાવતા ડૉ. રમેશ કોઠારી, ડૉ. હરેશ બાંભણિયા, ડૉ. જયેન ઠાકર, ડૉ. દીપ્તિબેન કુંડલ, જયેશ તન્ના, ડૉ. જગતભાઈ તૈરિયા, ડૉ. પરેશ ડોબરિયા, અનિલ રાખોલિયા, ડૉ. નવિન શાહ, ડૉ. આશિષ કોઠારી, ડૉ. રંજનબેન, ડૉ. સંજય પંડ્યા, ડૉ. નિર્મલસિંહની વિશિષ્ટ ઉપસ્થિતિ રહી હતી.
કાર્યક્રમનું સંચાલન ડૉ. જયેન ઠાકર દ્વારા કરવામાં આવ્યું હતું.
(2:39 PM IST)










