News of Wednesday, 23rd July 2025
બ્રાહ્મણીયા પરામાં પત્નિની હત્યાના ગુનામાં પકડાયેલ વકીલ પતિની જામીન અરજી મંજુર
આ જીવન કેદની સજા પામેલ વકીલે કરેલ અપીલમાં હાઈકોર્ટે રાહત આપી

રાજકોટ, તા.૨૩: સામા કાંઠા વિસ્તારના બ્રાહ્મણીયા પરાના બહુ ચર્ચિત પત્ની શિલ્પાના ખૂનના ગુનામાં છેલ્લા ૧૧ વર્ષથી જેલમાં રહેલ અને હાલ આજીવન સજા ભોગવી રહેલા આરોપી વકીલ પતિ મુકેશ વ્યાસ ના જામીન ગુજરાત હાઇકોર્ટ દ્વારા મંજુર કરાયા છે.
આ કેસની હકીકત પ્રમાણે સને ૨૦૧૪ માં વકીલ મુકેશ વ્યાસના સસરા મહેશ વાઘેલા એ ફરિયાદ નોંધાવેલ કે ફરિયાદીના દીકરીને ઘર ખર્ચના પૈસા માંગતા હોય તેમ જ દાગીના વેંચી નાખવાનું કહેતા હોય જે દાગીના વેચવાની ના પાડતા વકીલ પોતાની પત્ની શિલ્પા સાથે માથાકૂટ કરી ઝઘડા કરતા હોય અને જેથી વર્ષ ૨૦૧૪ માં બ્રાહ્મણીયાપરામાં આવેલ મકાન ખાતે મોઢા ઉપર પ્લાસ્ટિકની પટ્ટી બાંધી તથા બંને હાથ બાંધી દઈ ગુંગડાવીને મારી નાખીને મોત નિપજાવેલ અને પુરાવાનો નાશ કરેલ હોય તેવા આરોપસર બી ડિવિઝન પોલીસ સ્ટેશન રાજકોટ શહેર સમક્ષ ફરિયાદ નોંધાવેલ હતી.
આ તપાસ ના અંતે ૨ આરોપીઓ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ થતા રાજકોટ ડિસ્ટ્રિક્ટ કોર્ટ સમક્ષ ખૂનના ગુના અને પુરાવાનો નાશ કરવા સબબ તહોમતનામું ફરમાવીને ટ્રાયલ શરૂ થયેલ અને ટ્રાયલ દરમિયાન ૨૮ જેટલા સાક્ષીઓની જુબાની તથા ૧૫૧ જેટલા દસ્તાવેજી પુરાવાને ધ્યાને લઈને અંતે બંને આરોપીઓને તકસીરવાન ઠરાવીને સેસન્સ કોર્ટે આજીવન કારાવાસની સજા અને રૂપિયા એક લાખનો દંડ કરતો હુકમ ફરમાવવામાં આવેલ હતો.
ઉપરોક્ત સજા વિરુદ્ધ વકીલ મુકેશ ભાઈ વ્યાસે ગુજરાત હાઇકોર્ટ સમક્ષ પોતાના વકીલ મારફત અપીલ દાખલ કરી ને જામીન અરજી રજૂ કરેલ. જે જામીન અરજીની સુનાવણી દરમિયાનવકીલ મુકેશ વ્યાસના અમદાવાદ ગુજરાત હાઇકોર્ટમાં પ્રેક્ટિસ કરતા ધારાશાષાી શ્રી જીગ્નેશ એલ હજારે દ્વારા કરવામાં આવેલ દલીલો અને સંયોગીક પુરાવાના કેસને લગતા કાયદાના વિવિધ પ્રબંધો, ભારતીય પુરાવાના કાયદાના વિવિધ પ્રબંધો તથા સુપ્રીમ કોર્ટ ના વિવિધ ચુકાદાઓ તથા કેસની યોગ્ય હકીકતો અને રજૂઆતોને ધ્યાને લઈને ગુજરાત હાઇકોર્ટની ડિવિઝન બેન્ચ દ્વારા મુખ્ય આરોપી વકીલ મુકેશભાઈ વ્યાસના અપીલ ચાલતા દરમ્યાન જામીન મંજૂર કરેલ અને છેલ્લા ૧૧ વર્ષ થી જેલમાં ભોગવતા કારાવાસ માંથી છુટકારો આપેલ.
આ કેસમાં આરોપી વકીલ મુકેશભાઈ વ્યાસ વતી ગુજરાત હાઇકોર્ટ સમક્ષ ગુજરાત હાઈકોર્ટના ધારાશાષાી જીગ્નેશ એલ હજારે તથા રાજકોટના ધારાશાષાી રાજેશ બી ચાવડા તથા હેમાબેન સોલંકી, મન ડોડીયા, અભિષેક વોરા, સીમરન ગોડ, સોના પટેલ, પ્રભાબેન સુણા, જીગ્નેશ યાદવ, નયના ગઢવી તથા પ્રતીક પરમાર વિગેરે રોકાયેલ હતા.
(2:41 PM IST)










