News of Wednesday, 23rd July 2025
કોઠારીયા ગામે થયેલ આપઘાતના કેસમાં પકડાયેલ આરોપીની જામીન અરજી મંજુર

રાજકોટ, તા.૨૩: રાજકોટના કોઠારીયા ગામે આપઘાત કરવાના ગુન્હામાં આરોપીને જામીન મુકત કરવાનો રાજકોટની સેશન્સ અદાલતે હૂકમ કર્યો હતો.
સદરહું બનાવની હકીકત જોવામાં ફરીયાદી ભાવનાબેન મુકેશભાઈ સરેરીયાએ એ મતલબની ફરીયાદ લખાવેલ કે, તા.૧/૫/૨૫ ના રોજ તેઓ તેઓના ઘરે હતા ત્યારે તેઓના પુત્રવધુ રીમાબેનનો ફોન આવેલ અને કહેલ કે તેના પતિ એટલે કે ફરીયાદીના પુત્ર કમલેશભાઈ ફોન ઉપાડતા નથી જેથી તેઓને જગાડો જેથી ફરીયાદી કમલેશભાઈને જગાડવા ગયેલ પરંતુ દરવાજો અંદરથી બંધ હોય બે થી ત્રણ વખત ખખડાવતા ખોલેલ નહી જેથી તેઓએ પાડોશી અભીષેકભાઈ બોલાવેલ અને તેઓના દીયર દીનેશભાઈને પણ ફોન કરીને બોલાવેલ અને તેઓ બધા આવી જતા બધાએ દરવાજો ખખડાવતા અંદરથી કોઈ જ જવાબ નહી મળતા તેઓએ ભેગા મળી દરવાજો તોડી નાંખેલ અને અંદર જોતા આ કમલેશભાઈ ગળાફાંસો ખાધેલી હાલતમાં પંખા સાથે લટકતા હતા.
આથી ફરીયાદીએ ઉપરોક્ત આરોપીઓ સલીમ અસ્લમ દલ તથા જાકીર અસ્લમ દલ વિરૂધ્ધ ફરીયાદ કરેલ જે અનુસંધાને રાજકોટ શહેર આજીડેમ પોલીસ સ્ટેશન ધ્વારા બી.એન.એસ.ની કલમ ૧૦૮, ૩૫૧(૩) તથા ૫૪ મુજબનો ગુન્હો નોંધેલ હતો અને જે અનુસંધાને બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ હતી તે પૈકી આરોપી સલીમ અસ્લમ દલ ધ્વારા સેશન્સ અદાલતમાં રેગ્યુલર જામીન અરજી કરવામાં આવેલ હતી.
જામીન અરજીના અનુસંધાને એ મતલબની રજુઆત કરવામાં આવેલ હતી કે ફરીયાદીએ ખોટી ફરીયાદ આપી આરોપીઓને સંડોવી દીધેલ છે તેમજ આરોપી ધ્વારા મરણ જનારને કોઈ બાબતે કોઈ ત્રાસ આપેલ હોય તેવું ફરીયાદ જોતા જણાય આવતું નથી. બચાવપક્ષની દલીલો અને પોલીસ તપાસના કાગળો તેમજ ગુજરાત હાઈકોર્ટ તથા સુપ્રિમ કોર્ટના ચુકાદાઓ ધ્યાને લઈ રાજકોટ સેશન્સ અદાલત ધ્વારા સલીમ અસ્લમ દલને શરતી જામીન ઉપર મુકત કરવા હુકમ ફરમાવેલ હતો.
આ કામમાં રાજકોટના ધારાશાષાી ભગીરથસિંહ ડોડીયા, ખોડુભા સાકરીયા, મીલન જોપી, જયવિર બારૈયા, દિપ પી. વ્યાસ, રવિરાજસિંહ જાડેજા, જયપાલસિંહ સોલંકી, સાગરસિંહ પરમાર, જય અકબરી તથા યશેશ ખેર એડવોકેટ તરીકે રોકાયેલ હતા.
(2:41 PM IST)










