<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 23rd July 2025

કોટડાસાંગાણી તાલુકાના રાજપૂત (ક્ષત્રિય) સમાજનો સરસ્‍વતી સન્‍માન સમારંભઃ ૧૦મીએ પડવલા ખાતે કાર્યક્રમ

કોટડાસાંગાણી તાલુકા રાજપૂત (ક્ષત્રિય) સમાજ અને કોટડાસાંગાણી તાલુકા યુવા રાજપૂત સમાજ દ્વારા આયોજન :૧૦૦ શ્રેષ્‍ઠ પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને ફૂલડે વધાવાશેઃ એસ.પી.પ્રદિપસિંહજી જાડેજાનું વિશેષ સન્‍માન

રાજકોટઃ રજપૂત (ક્ષત્રિય) સમાજના ભવ્‍ય અને દિવ્‍ય સરસ્‍વતી સન્‍માન કાર્યક્રમનું પડવલા મુકામે આયોજન કરવામાં આવ્‍યું છે.

કોટડાસાંગાણી તાલુકા રાજપૂત (ક્ષત્રિય) સમાજનો ૧૪મો વાર્ષિક સરસ્‍વતી સન્‍માન કાર્યક્રમ તા.૧૦-૮-૨૦૨૫ને રવિવારના રોજ તાલુકાના પડવલા ગામે યોજનાર છે.

આ કાર્યક્રમના યજમાન દાતા જાડેજા મુળુભા ચનુભા સમગ્ર કાર્યક્રમનો ખર્ચ ઉપાડી ગામવતી યજમાન પદ શોભાવ્‍યું છે. જ્‍યારે તાલુકા (ક્ષત્રિય) રાજપૂત પરિવારના ધો.૧ થી માસ્‍ટર ડીગ્રી ધરાવતા શ્રેષ્‍ઠ પ્રતિભાશાળી દિકરા-દિકરીઓની પ્રતિભાઓનું મહાનુભાવોના હસ્‍તે સન્‍માન થશે.

આ તકે ગુજરાત પોલિસમાં એસ.પી.નું પ્રમોશન મેળવનાર રાષ્‍ટ્રપતિ ચંદ્રક મેળવનાર પ્રદિપસિંહ જાડેજાનું ગૌરવ પુષ્‍કાર આપી સન્‍માનિત કરશે. આ કાર્યક્રમના અધ્‍યક્ષ તથા ઉદ્‌ઘાટક ધારાસભ્‍યશ્રીઓ શ્રીમતિ ગીતાબા જે.જાડેજા (ગોંડલ) તથા શ્રીમતિ રિવાબા આર.જાડેજા (જામનગર) રહેશે. મહેમાનોમાં સા.રાઘવેન્‍દ્રસિંહજી (ભાડવા) ઠા.સા.રાજવિયસિંહજી (રાજપરા) ધર્મરાજસિંહજી વાઘેલા (છબાસર) ડે.કલેકટર યોગીરાજસિંહ જાડેજા (હડમતાળા) દિક્રપાલસિંહ જાડેજા (પ્રોફેસર) પાંચતલાવડા, ડો.પાર્થરાજસિંહ જાડેજા (રાજપરા) ડો.રવિરાજસિંહ ગોહિલ-રાજકોટ સમાજના દાતાશ્રી ઘોઘુભા (ઘંટેશ્વર) ઉપસ્‍થિત રહેશે.

કાર્યક્રમને સફળ બનાવવા માટે કોટડા-સાંગાણી તાલુકા ક્ષત્રિય (રાજપૂત) સમાજના પ્રમુખ શ્રી બલભદ્રસિંહ (કાળુભા) પડવલા કાર્યકારી પ્રમુખો સર્વ શ્રી મહેન્‍દ્રસિંહ (ખરેડા) તથા પી.એસ.આઈ.ધર્મરાજસિંહ માણેકવાડા મહામંત્રી શ્રી પરાક્રમસિંહ (માણેકવાડા) ઉપપ્રમુખ શ્રી નરપતસિંહ (રાજપરા) ઉપપ્રમુખ શ્રી ધર્મેન્‍દ્રસિંહ (હડમવાળા) મંત્રી શ્રી કિશોરસિંહ તથા બાધુભા (પડવલા) સંગઠન મંત્રી (માણેકવાડા), પૃથ્‍વીરાજસિંહ (કોટડાસાંગાણી) ખજાનચી શ્રી હરદેવસિંહ(વેરાવળ) જયદેવસિંહ (સોળીયા), હરપાલસિંહ (વેરાવળ) મહાવિરસિંહ કિશોરસિંહ (આંબલિયાળા) ત્રિવેન્‍દ્રસિંહ (પડવલા) વમરાજસિંહ (વડિયા) તથા સમગ્ર કારોબારી સભ્‍યો જહેમત ઉઠાવી રહ્યા છે.

સ્‍થળઃ મુળુભા ચનુભા જાડેજા(પડવલા),  જે.ડી.મેટલ, રાજપૂત સમાજ ભવન, મુ.પડવલા, તા. કોટડાસાંગાણી, જી.રાજકોટ કાર્યક્રમ અંગે વધુ માહિતી માટે મો.૯૯૭૯૯ ૧૮૩૦૩ ઉપર સંપર્ક કરી શકાય છે.

તસ્‍વીરમાં આગેવાનો સર્વશ્રી બલભદ્રસિંહજી જાડેજા, ધર્મરાજસિંહજી જાડેજા (પીએસઆઈશ્ર) મહેન્‍દ્રસિંહજી જાડેજા, નરપતસિંહ જાડેજા (રાજપરા) નજરે પડે છે. (તસ્‍વીરઃ અભિજીત બગથરીયા) (૪૦.૧૨)

(2:42 PM IST)