News of Wednesday, 23rd July 2025
લોકમેળા આકર્ષક નામ આપવા કલેકટર તંત્રની અપીલઃ ૧લી ઓગસ્ટ સુધી એન્ટ્રી

રાજકોટ તા. ૨૩, રાજકોટ લોકમેળા અમલીકરણ સમિતિ દ્વારા રેસકોર્સના મેદાનમાં તા. ૧૪થી ૧૮ ઓગસ્ટ દરમિયાન પરંપરાગત લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ લોકમેળાને આકર્ષક શીર્ષક આપવાની પ્રથાને અનુસરતા આ વર્ષે પણ નગરજનો પાસેથી આકર્ષક શીર્ષક મંગાવવામાં આવે છે.
નગરજનોએ રાજકોટના લોકમેળા માટેનું આકર્ષક શીર્ષક તા. ૧ ઓગસ્ટ ૨૦૨૫ના રાત્રે ૨૩.૫૯ કલાક સુધી ઈમેલ શ્રંત્ત્ળફૂર્શ્રીર્શ્વીષત્ત્ંદ્દક્ળિર્ંીશશ્ર.ણૂંળ પર મોકલવાનું રહેશે. શીર્ષક ટૂંકું, આકર્ષક, શિષ્ટ, મનોગમ્ય તથા સૌરાષ્ટ્રની ભાતીગળ સંસ્કૃતિ, રહેણી-કરણી, લોકજીવનને અનુરૂપ હોવું જોઇએ. દરેક સ્પર્ધક એક જ શીર્ષક સૂચવી શકશે.
ઈમેલમાં લોકમેળાના શીર્ષક સાથે પોતાનું નામ, પૂરું સરનામું, ઉંમર, મોબાઈલ ન બર ખાસ લખવાના રહેશે. સમય મર્યાદા બાદ આવેલા નામોનો સમાવેશ થઈ શકશે નહીં. (૯૯.૧૪)
(2:43 PM IST)










