<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 23rd July 2025

એસઓજીએ તમંચા કારતુસ સાથે અમીન ઉર્ફ મહેબૂબને આજી કાંઠેથી પકડયો

મિત્રએ સાચવવા આપ્‍યાનું રટણઃ એએસઆઇ ફિરોઝભાઇ શેખ, અમિતભાઇ ટુંડીયા, કિશોભાઇ ઘૂઘલની બાતમીઃ પીઆઇ સંજયસિંહ એમ. જાડેજા, પીએસઆઇ ધાસુરાની ટીમની કાર્યવાહી

રાજકોટ તા.૨૩: શહેર એસઓજીએ ગેરકાયદેસર દેશી બનાવટનો તમંચો તથા જીવતા કારતૂસ સાથે શખ્‍સને પકડી લીધો હતો. પોતાના મિત્રએ સાચવવા આપ્‍યાનું રટણ કરતો હોઇ રિમાન્‍ડની તજવીજ કરવામાં આવી હતી.

ગેરકાયદેસર હથીયાર ધરાવતા શખ્‍સો વિરૂધ્‍ધ કડક કાર્યવાહી કરવા સુચના મળી હોઇ એસઓજીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્‍યારે એએસઆઇ ફીરોઝભાઇ શેખ તથા હેડકોન્‍સ અમિતકુમાર ટુંડિયા તથા કોન્‍સ. કિશોરભાઇ ઘુઘલને બાતમી મળતા આજી વસાહત આજીનદીના કાંઠેથી ગેરકાયદેસર દેશી બનાવટનો તમંચો નંગ-૦૧ તથા જીવતા કારતુસ નંગ-૦૨ સાથે અમિન ઉર્ફે મહેબુબ અયુબભાઇ શાહમદાર (ઉ.વ.૩૧ ધંધો. ડ્રાઇવિંગ રહેવાસી-ગંજીવાડા શેરી નં-૧૨ ખોખર -ોવિઝન સ્‍ટોરની સામે રાજકોટ)ને પકડી લીધો હતો.

આ શખ્‍સ પાસેથી ગેરકાયદેસર દેશી બનાવટનો તમંચો નંગ-૦૧ કિ રૂ ૫,૦૦૦ તથા જીવતા કારતૂસ નંગ-૦૨ કિ.રૂ.૨૦૦ મળી કુલ મુદ્દામાલની કિંમત રૂ.૫,૨૦૦નો મુદ્દામાલ કબ્‍જે કરાયો હતો. તેણે પ્રાથમિક પુછતાછમાં મિત્ર સાચવવા આપવી ગયાનું રટણ કર્યુ હતું.

પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા , જેસીપી મહેન્‍દ્ર બગડીયા, ડીસીપી ડો. પાર્થરાજસિંહ ગોહિલ,  એસીપી ક્રાઇમ ભરત બી.બસીયાની સુચના અનુસાર પીઆઇ સંજયસિંહ એમ. જાડેજા, પીએઅસાઇ એસ.બી.ઘાસુરા તથા એએસઆઇ ફિરોઝભાઇ શેખ તથા હેડકોન્‍સ. અમિતકુમાર ટુંડીયા તથા કોન્‍સ. કિશોરભાઇ ઘુઘલ અને રવિરાજભાઇ ધગલે આ કામગીરી કરી હતી.

(2:47 PM IST)