<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 23rd July 2025

ચંદ્રશેખર આઝાદની જન્‍મજયંતિઃ પ્રતિમાને મનપા પદાધિકારીઓ, કોર્પોરેટરો અને હોદેદારો દ્વારા પુષ્‍પાંજલી

 

 રાજકોટ, ચંદ્રશેખર આઝાદ (૨૩ જુલાઈ ૧૯૦૬-૨૭ ફેબ્રુઆરી ૧૯૩૧) એ ભારતીય ક્રાંતિકારી હતા. વર્ષ ૧૯૨૨માં મહાત્‍મા ગાંધી દ્વારા અસહયોગ આંદોલન અચાનક રોકી દેવાતાં તેમની વિચારધારામાં પરિવર્તન આવ્‍યું અને તે ક્રાંતિકારી પ્રવળત્તિઓમાં જોડાઈને હિંદુસ્‍તાન રિપબ્‍લીકન એસોશીએશનના સક્રિય સભ્‍ય બન્‍યા હતા. શ્રી ચંદ્રશેખર આઝાદની આજ તા.૨૩/૦૭/૨૦૨૫ના રોજ ૧૧૯મી જન્‍મજયંતિ નિમિતે તેઓની બીશપ હાઉસ સામેના ગાર્ડનમાં આવેલ પ્રતિમાને મહાનગરપાલિકાના પદાધિકારીશ્રીઓ, કોર્પોરેટરઓ અને હોદેદારશ્રીઓ પુષ્‍પાંજલિ અર્પણ કરી, મસ્‍તક નમન અને પ્રણામ કર્યા. આ પુષ્‍પાંજલિ કાર્યક્રમમાં મેયર નયનાબેન પેઢડીયા, ધારાસભ્‍ય ડૉ.દર્શિતા શાહ, શહેર ભાજપ પ્રમુખ ડૉ.માધવ દવે, શહેર ભાજપ ઉપપ્રમુખ મહેશભાઈ રાઠોડ, શહેર ભાજપ મંત્રી ભરતભાઈ શિંગાળા, શહેર ભાજપ મહિલા મોરચા પ્રમુખ કિરણબેન માંકડીયા, કાયદો અને નિયમોની સમિતિના ચેરમેન કંકુબેન ઉઘરેજા, ટાઉન પ્‍લાનિંગ સમિતિ ચેરમેન ચેતનભાઈ સુરેજા, એસ્‍ટેટ સમિતિ ચેરમેન મગનભાઇ સોરઠીયા, કોર્પોરેટર અલ્‍પેશભાઈ મોરજરીયા, નરેન્‍દ્રસિંહ વાઘેલા, વિનુભાઈ સોરઠીયા, રણજીતભાઈ સાગઠીયા, મંજુબેન કુગસીયા, દુર્ગાબા જાડેજા, કુસુમબેન ટેકવાણી, ઘનશ્‍યામભાઈ કુગસીયા, સુનીલભાઈ ટેકવાણી, ડેપ્‍યુટી એન્‍જી. વિપુલભાઈ રાજદેવ, ગાર્ડન શાખાના કર્મચારીઓ ઉપસ્‍થિત રહેલ હતા

(2:50 PM IST)