<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 23rd July 2025

પવિત્ર-નીરંકારી અને પાવનકારી શ્રાવણમાસઃ શિવાજીના પુજનનો શ્રેષ્ઠ મહિમાઃ ૨૫મી થી પ્રારંભ

ઓમ ત્રમ્‍બકમ યજામહે સુગંધિમ પુષ્ટી વર્ધનમ

ઉર્વારુકમીવ બંધનામ મૃત્‍યુર્મોક્ષીયમામૃતાત

હિન્‍દુ માત્રમાં ધર્મમય ઉત્‍સવોમાં સર્વશ્રેષ્ઠ ઉત્તમ માસ તરીકે પૂજાતો હોય અને શ્રેષ્ઠતમ અનેરૂ મહત્‍વ હોય તો તે શ્રાવણ માસ છે. તે ભકિતના મહીમાનો શ્રેષ્ઠમાસ છે. શ્રાવણમાસ નામ સાંભાળતા જ સનાતનીના  માનસ પટ પર ભગવાન શિવ નો સાક્ષાત્‍કાર થતો હોય છે.

શંકર એટલે કે મહાદેવ જેને દેવોના દેવ કહેવાય છે. શ્રાવણ માસમાં પુજન કરવાથી આપણને અનોખી ઉર્જા મળે છે. આ માસ ના પૂજન થકી આખું વર્ષ પવિત્ર ઉર્જાનો અહેસાસ થાય છે. આમ તો ઈશ્વરની ભકિત માટે કોઈ પણ દિવસ કે સમય ન હોય. પરંતુ શ્રાવણ માસમાં ભગવાન શિવની ભક્‍તિ કરવી એ અવિશ્‍મરણીય લાભ છે. જેથી તેની ઉપાસના,પૂજન,અર્ચન,જપ,તપ,થી અનેક ગણું પુણ્‍યનું ભાથું આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ. આપણા ભોળીયાનાથનું કૈલાશ પર્વત, હિમાલય, ગીરનાર - સ્‍મશાનમાં જે તેમના રહેઠાણ હોય છે. તેનું રહેઠાણ સ્‍વર્ગ કે બ્રહ્માડ નથી, પળથ્‍વી પર જ છે. જેથી આ શિવ અને જીવનો સંયોગ, થઈ શકે છે. શ્રાવણમાસ આવતાની સાથે જ ભક્‍તો ભોળીયાનાથ ને પોતાની ભક્‍તિ રસમાં નવડાવી તળબોળ થઈ જાય છે. અને રોજે રોજ શિવાલયોમાં શિવ પુજનની સામગ્રી લઈને પુજન અર્થે જતા હોય છે. અને શિવ મંદિરમાં પુજન માટે કતારો લાગે છે. આ બધામાં વિશેષ તો ભગવાન ભોળાનાથ ભાવનાના ભૂખ્‍યા હોય છે. ભોળાનાથને રીજવવા લોકો જળ, દૂધ, શેરડીનો રસ, પંચામળત, નાળીયેરનું પાણી અન્‍ય ફળ ફળાદી જેવી અસંખ્‍ય સામગ્રીઓ ભોળાનાથ પર ચડાવે છે. આ તમામ ભોળાનાથને પ્રિય છે.

શ્રાવણ માસની સાથે આ માસમાં તહેવારો પણ ચાલુ થઈ જતા હોય છે. આ માસમાં રક્ષાબંધન - રાંધણછઠ - નાગપાંચમ- સાતમ, જન્‍માષ્ટમી - પારણા નોમ જેવા તહેવારો અને સારા દીવસોની આનંદ, ઉલ્લાસ અને ભક્‍તિ ભાવથી ઉજવણી કરે છે. આ માસ માં શિવ ભજનની સાથો સાથ કળષ્‍ણ જન્‍મોત્‍સવ પણ આવે છે. આ સમય દરમ્‍યાન ભક્‍તજનો બે દિવસ નટખટ કળષ્‍ણમય બની જાય છે. ભગવાનની લીલા વાગોળતા થઈ જાય છે. અને તમામ મંદિર જાત-જાતના અને નવા રંગ રૂપ ધારણ કરે છે. શ્રાવણમાસ પૂર્ણ વર્ષ દરમ્‍યાન નો પવિત્ર, પાવનકારી, નિર્લેપ મહત્‍વનો શ્રદ્ધાનો મહિનો છે. કહેવાય છે કે ભગવાન શંકર શરીર પર વ્‍યાઘ્રચર્મ પહેરેલું (વિટાયેલું)  છે. તેમનું આસન વ્‍યાઘ્રચર્મ  પર છે. વાધના આશનનો મતલબ કે કામ,  ક્રોધ, મોહ, પર વિજય તેવો છે. અને કહેવાય છે કે ભૂત, પ્રેત ડાકીની, યક્ષ એમને આધીન છે. જેમની ચારેબાજુ પ્રાણી માત્ર પર તેમની પુર્ણ સત્તા છે. શિવજીનું આમ વધારે નિવાસ સ્‍થાન સ્‍મશાન છે. અને તેમણે ખોપડીની માળા ધારણ કરેલી છે. શરીર પર ભસ્‍મનો લેપ હોય છે. અને કપાળ પર ત્રણ રેખા અંકિત કરેલ છે. જેનો અર્થ થાય છે. અહંકાર, ક્રોધ, માયા કે જેમનાથી બચવાનું છે. શિવજી પાસે ધનુષ્‍ય અને ત્રિશુલ છે. ત્રિશુલ અદભૂત અને આહલાદક છે. જેમાં માનવીની ત્રણ વિવિધ શકિતનું નિરૂપણ છે.  જેમ કે શારીરિક માનસિક અને આધ્‍યાત્‍મિક. જે એક પણ શકિત ક્ષીણ ન થાય તેઓ સામાજીક વ્‍યવહાર અનિવાર્ય છે. ત્રિશુલ આપણા શાષામાં પવિત્ર પ્રતિક છે. જેમાં જીવનના આધી, વ્‍યાધી, ઉપાધી એમ ત્રણયને નષ્ટ કરી દેવાની શકિતનો સંહાર કરે છે. ભારતીય સંસ્‍કળતિ આધ્‍યાત્‍મિક ભાવવાદી સંસ્‍કળતિ છે. સમગ્ર વિヘમાં આપણી સંસ્‍કળતિ અવ્‍વલ છે.

 આપણા તેત્રીસ કરોડ દેવતામાં બ્રમ્‍હા, વિષ્‍ણુ અને મહેશ મુખ્‍ય છે. જેમાં કહેવાય છે કે બ્રમ્‍હા સર્જક છે. વીષ્‍ણુ વિヘસનીય અને પોષણકર્તા છે. અને વર્સજકતા એ મહેશ દેવતા છે જયારે ભગવાન શિવના પણ બે સ્‍વરૂપ છે. સાકાર અને સગુણ, નિરાકાર ને નિર્ગુંણ સ્‍વરૂપે પર બ્રહમ છે. શિવના મસ્‍તક પર જટા છે તેમના પર ચંદ્ર બિરાજમાન છે. અને તે મનનું શાંત કરવાનું સૂચવે છે. શિવજીમાં તપ, સંયમ દ્રારા જ્ઞાનની સ્‍ફુરણાનું  ઝરણું જે શિવજીના જટામાંથી ગંગાના નીરરૂપે પ્રવાહ પ્રજવલિત છે. શિવને ત્રિજુ નેત્ર છે. જેને ત્રિનેત,ત્રિલોચન, ત્રિજી આંખ એ જ્ઞાન ચક્ષુ છે.

શિવજીનાં પુજન અર્ચન માટે શિવરાત્રી અને શ્રાવણ માસનું મહિમા અનન્‍ય છે. માત્ર ઓમ નમઃ શિવાય મંત્ર થી માનવ માત્રના દુઃખો દુર થાય છે. માનવી અનન્‍ય સુખની પ્રાપ્તિ મેળવે છે. માટેજ આપણે સૌ એક બીજાને મહાદેવ બોલીયે ત્‍યારે મહાદેવ આપણને અનન્‍ય ઉર્જા આપે છે. અને આપણે ઉર્જાનો સંચાર પણ કરીએ છીએ. હર હર મહાદેવ.

આલેખન
ડો.રાજેશ ઍચ.ત્રિવેદી
લાયબ્રેરીયન , પી.ડી.યુ. મેડીકલ કોલેજ, રાજકોટ
(મો. નં. ૯૮૯૮૦૨૭૫૧૪)

(3:17 PM IST)