News of Wednesday, 23rd July 2025
વાંકાનેરમાં પરશુરામ ધામનું નિર્માણઃ ત્રિ-દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ
તા.૨૯ થી ૩૧ જુલાઈ (મંગળ, બુધ, ગુરુ) ભજન, ભોજન સહિતના કાર્યક્રમો :દ્વારકા જગતગુરૂ શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીજી, બ્રહ્મચારી નારાયણનંદજી, પૂ.પરમાત્માનંદ સરસ્વતીજી અને ગોંડલના આચાર્ય ઘનશ્યામ મહારાજની ઉપસ્થિતિમાં ભુદેવો દ્વારા વૈદિક મંત્રોચ્ચારથી પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવઃ સોમવારે ધર્મસભાઃ ભુદેવોને જાહેર આમંત્રણ આપતા જીતુભાઈ મહેતા, ભરતભાઈ ઓઝા, હરેશ જોષી

રાજકોટઃ ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર જગતના આરાધ્ય દેવ અને બ્રાહ્મણોના ઇષ્ટદેવ એવા ભગવાન પરશુરામજીના ભવ્ય અને દિવ્ય નવનિર્મિત મંદિર એવા પરશુરામ ધામનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ વાંકાનેર ખાતે આગામી તા.૨૯,૩૦,૩૧ જુલાઈ (મંગળ,બુધ,ગુરુ) ત્રી-દિવસીય કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે.
આ અંતર્ગત વધુ માહિતી આપતા સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજના અગ્રણી ભરતભાઈ ઓઝા તથા ડો.અનિલભાઈ મહેતાએ જણાવ્યું હતું કે સૌરાષ્ટ્રના તાલુકા મથકો અને શહેરોમાં ભૂદેવો દ્વારા પરશુરામ ધામનું નિર્માણ થાય તેવા આશ્રયથી વાંકાનેર ખાતે પણ પરશુરામ ધામ બને તેવો વર્ષો પેહેલા સંકલ્પ કરેલ જે સાકાર થયેલ છે ત્યાર વાંકાનેર બ્રહ્મ સમાજ સોસાયટી ખાતે શ્રી પરશુરામ ધામનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ સૌરાષ્ટ્રના સંતો મહંતો, રાજકીય તેમજ સામાજિક ક્ષેત્રના આગેવાનો તેમજ વૈદિક મંત્રોના જ્ઞાતા એવા ભૂદેવોની ઉપસ્થિતમાં યોજાશે.
જેમાં આ પરશુરામ ધામના નિર્માણ કાર્યમાં બ્રહ્મ સમાજના દાતાશ્રીઓ, વાંકાનેર બ્રહ્મ સમાજના યુવાનો, મહિલા મંડળના બહેનો, શ્રી પરશુરામ ધામના હોદેદારો અને શુભેચ્છકોનો બહોળા પ્રમાણમાં સાથ અને સહકાર સાંપડી રહ્યો છે ત્યારે આ કાર્યક્રમમાં ભજન અને ભોજનનો સમન્વય સાથે વિવિધ ત્રી-દિવસીય સાંસ્કળતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે.
પ્રતિષ્ઠાની પૂર્વ સંધ્યાએ એટલે કે ૨૮ જુલાઈને સોમવારના રોજ બપોરે ૩ કલાકે ભવ્ય શોભાયાત્રા યોજાશે. જેનો પ્રારંભ ચતુર્ભુજરાયજી મંદિર થી પ્રારંભ થઈ બ્રહ્મ સમાજ સોસાયટી પરશુરામ ધામ ખાતે પહોંચશે ત્યાં ધર્મ સભા અને મહાપ્રસાદનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે. આ ધર્મ સભામાં દ્વારકા શારદાપીઠાધિશ્વર જગતગુરુ શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીજી, દ્વારકાના બ્રહ્મચારી નારાયણનંદજી, આર્શ વિદ્યામંદિર મૂંજકાના પરમાત્માનંદ સરસ્વતીજી, ગોંડલ ભુવનેશ્વરી પીઠના આચાર્ય શ્રી ઘનશ્યામજી મહારાજ ઉપસ્થિત રહી આ ધર્મસભામાં પોતાના વક્તવ્ય રજૂ કરશે. તેમજ આ ત્રી-દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સમગ્ર પ્રતિષ્ઠા કર્મકાંડી બ્રાહ્મણ દ્વારા કરાવવામાં આવશે.
આ કાર્યક્રમમાં સૌરાષ્ટ્ર ભરમાંથી ભૂદેવો, સાધુ સંતો, તેમજ વિવિધ ક્ષેત્રના સામાજિક તથા રાજકીય અગ્રણીઓ ઉપસ્થિત રહે તે માટે પરશુરામ ધામ વાંકાનેરના ભરતભાઈ ઓઝા તેમજ ડો.અનિલભાઈ મહેતાના માર્ગદર્શન હેઠળ વિવિધ સમિતિઓની રચના કરવામાં આવેલ છે. જેમાં નિમંત્રણ સમિતિમાં જયેશભાઈ ઓઝા, બાબુભાઈ રાજગોર, રાજુભાઈ રાવલ, નીશીતભાઈ જોષી, અમિતભાઈ ભટ્ટ, દુષ્યંતભાઈ ઠાકર, અમિતભાઈ ઠાકર, મોહનભાઈ રાજગોરનો સમાવેશ થાય છે તેમજ પ્રતીષ્ઠા મહોત્સવની વિવિધ સમિતિમાં બ્રહ્મ યુવાનો અને ભગીની મંડળને જવાબદારી સોંપવામાં આવેલ છે. તેમજ આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યજ્ઞમાં મુખ્ય યજમાન તરીકે ચેતનભાઈ જાની રહેશે. તેમજ આ પ્રતિષ્ઠા યજ્ઞમાં સ્થાપિત કરવામાં આવેલ દેવતાઓની પૂજનવિધિ, નગરયાત્રા, મૂર્તિન્યાસ, મહાપૂજા, મહાઆરતી સહિતના કાર્યક્રમો યોજાશે.
આ કાર્યક્રમમાં પ્રમુખ સ્થાને મનીષભાઈ મડેકા, રતિલાલજી મહારાજ, અશ્વિનભાઈ રાવલ, રામભાઈ મોકરિયા, જીતુભાઈ મહેતા, ચેતનભાઈ જોષી, ગીરીશભાઈ પંડ્યા, રાહુલભાઇ ત્રિપાઠી, અનિલભાઈ મહેતા, અશ્વિનભાઈ ત્રિવેદી, વિજયભાઈ બુજડ, બી.કે.નહેરુ, વિજયભાઈ જાની, કે.સી.દવે, મયંકભાઇ પંડ્યા, છેલભાઈ જોષી, ડૉ. ભરતભાઈ રાવલ, મુકેશભાઈ રાજગોર, ગાયત્રી-સાદ ઠાકર, ભરતભાઈ ઠાકર, સુરેશભાઈ પંડ્યા, હસુભાઈ પંડ્યા, ભુપતભાઈ પંડ્યા, નિલેશભાઈ જોષી, ચેતનભાઈ પંચોલી, એચ.એલ.અજાણી, -ફુલભાઈ વાસુ, આશિષભાઈ જોષી, જગદીશભાઈ ઓઝા, કિશનભાઇ ઉપાધ્યાય, ભાવેશભાઈ મઢવી, કિશોરભાઈ જોષી સહિતના ઉપસ્થિત રહેશે. આ પ્રેસ મુલાકાત સમયે સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજના અગ્રણી જીતુભાઈ મહેતા, ભરતભાઈ ઓઝા, ડો.અનિલભાઈ મહેતા, સૌરાષ્ટ્ર કચ્છ બ્રહ્મ સમાજના પ્રવકતા હરેશભાઈ જોષી સહિતના ઉપસ્થિત રહ્યાં હતા.(
એક હજાર વાર જગ્યામાં પરશુરામધામનું નિર્માણઃ અંદાજે સાડા પાંચ ફૂટની પરશુરામ ભગવાનની મૂર્તિ બનાવાઈ
રાજકોટઃ આ પરશુરામ ધામ અંદાજે ૧૦૦૦ થી વધુ જગ્યામાં નિર્માણ થયેલ છે. આ મંદિર ની ઊંચાઈ ૪૨ ફૂટ તેમજ ભગવાન પરશુરામજીની મૂર્તિ ૫:૩૦ ફૂટની ઊંચાઈ વાળી મૂકવામાં આવેલ છે. આ પરશુરામજીની મૂર્તિ રાજસ્થાનના પ્રખ્યાત કારીગરો દ્વારા તૈયાર કરવામાં આવેલ છે. આ મૂર્તિ બનાવવાનો સમયગાળો ૬ માસ જેટલો થયેલ છે. આ મૂર્તિ ૭,૦૦,૦૦૦ ના ખર્ચે તૈયાર કરવામાં આવેલ છે. તેમજ આ પરશુરામ ધામમાં આર્કિટેક તરીકે નીશીથભાઈ જોષી અને અમિતભાઈ ઠાકર એ વિનામૂલ્યે સેવા આપેલ છે.
(3:21 PM IST)










