<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 23rd July 2025

મહિમા મહાદેવનોઃ શુક્રવારથી પાંચ દિવસ શિવભક્‍તિ પ્રવચનમાળા

પ.પૂ.ગુરુમા સમાનંદ સરસ્‍વતીજીના શ્રીમુખેથી ભગવાન શિવજીની લીલાના પુનિત શ્રવણનો લ્‍હાવો મળશે :પૂ.ગુરુમાએ શાષાોનું ઉંડું અધ્‍યયન કરેલું, સ્‍વામી દયાનંદજી મહારાજના હસ્‍તે સંન્‍યાસ-દીક્ષા ધારણ કરેલી, ગાંધીનગરમાં છેલ્લા ૨૭ વર્ષથી પૂ.ગુરુમા સાધકોને આધ્‍યાત્‍મમાર્ગે પ્રેરીત કરી રહ્યા છે, તેઓના પ્રવચન સાંભળવા એ અકે લ્‍હાવો છેઃ દરરોજ પ્રસાદ વિતરણ

રાજકોટઃ પવિત્ર શ્રાવણ માસના આરંભે જ રાજકોટના ભક્‍તોને ગાંધીનગરના સમદર્શન આશ્રમના પ.પૂ.ગુરુમા સમાનંદ સરસ્‍વતીજીના શ્રીમુખેથી ભગવાન શિવજીની લીલાના પુનિત શ્રવણનો લ્‍હાવો મળવાનો છે. રોટરી ક્‍લબ ઓફ રાજકોટ ગ્રેટર તથા સમદર્શન આશ્રમ, ગાંધીનગરના રાજકોટ ખાતેના સાધકો દ્વારા તા.૨૫ થી ૨૯ જુલાઈ, (શુક્ર થી મંગળ) દરમિયાન શિવભક્‍તિ પ્રવચનમાળા ‘મહિમા મહાદેવનો' નું પ્રમુખ સ્‍વામી ઓડિટોરિયમ, રૈયા રોડ, રાજકોટ ખાતે આયોજન કરવામાં આવ્‍યું છે. જેનો સમય સાંજે ૪:૩૦ થી ૬:૪૫ વાગ્‍યાનો છે. સાથે સાથે દરરોજ સાંજે શ્રોતાઓને દ્વાદશ જ્‍યોતિર્લિંગ ધરાવેલ પવિત્ર પ્રસાદનું વિતરણ કરવામાં આવશે. પ્રસંગનું દીપ-પ્રાગટય પૂ.સ્‍વામીશ્રી પરમાત્‍માનંદજીના કરકમલે થશે.

પ.પૂ.ગુરુમા સમાનંદ સરસ્‍વતીજીના જીવનનો પરિચય

અદ્વિતિય આધ્‍યાત્‍મિક વ્‍યક્‍તિત્‍વ, ગુરુમા એટલે જેવો ઉપદેશ તેવું જ આચરણ, ગુરુમા એટલે જેવા વિચાર તેવી વાણી અને જેવી વાણી તેવું જ વર્તન, ગુરુમા એટલે જ્ઞાન, વૈરાગ્‍ય અને ભક્‍તિનો સમન્‍વય.

ભારતની આધ્‍યાત્‍મિક પરંપરામાં પૂ.ગુરુમા સમાનંદ સરસ્‍વતીજી એક ઉજ્જવળ પ્રવાહરરૂપ પ્રગટ થયા છે. પૂ.ગુરુમા સમાનંદ સરસ્‍વતીજીને માત્ર સાત વર્ષની કુમળી વયે મીરાબાઈનું ભજન કાને પડતા પૂર્વજન્‍મના આધ્‍યાત્‍મિક ઝોક વધુ પ્રબળ બન્‍યો. બાળપણમાં તેઓ ઈશ્વરપ્રાપ્તિને જીવનના પરમ ધ્‍યેય બનાવી દીધું.

શિક્ષણકાળ દરમ્‍યાન પૂ.ગુરુમા  વાંચન પ્રત્‍યે સંનિષ્‍ઠ હતા. ઈશ્વરકૃપાથી તેમને પ.પૂ.સ્‍વામી શ્રી બ્રહ્માત્‍માનંદજી મહારાજ જેવા મહાન ગુરુદેવ પ્રાપ્ત થયા. તેમના સાંનિધ્‍યમાં પૂ.ગુરુમાએ જીવનઘડતર માટે શાષાોનું ઉંડું અધ્‍યયન કર્યુ. ત્રણ વર્ષના મર્મભૂત અધ્‍યયન બાદ તેઓ ઋષિકેશ પધાર્યા, જ્‍યાં પ.પૂ.સ્‍વામી શ્રી વિશારદાનંદજી પાસેથી સંસ્‍કૃત, મીમાંસા  અને બ્રહ્મસુત્ર જેવા પ્રૌઢ ગ્રંથોનો વિગતવાર અભ્‍યાસ કર્યો. આ જ આધ્‍યાત્‍મિક પથ પર પ.પૂ.સ્‍વામી દયાનંદજી મહારાજના પાવન હસ્‍તે તેમણે સંન્‍યાસ-દીક્ષા ધારણ કરી.

ગાંધીનગરમાં છેલ્લા ૨૭ વર્ષથી પૂજ્‍ય ગુરૂમા સાયકોને અધ્‍યાત્‍મમાર્ગે પ્રેરિત કરી રહ્યા છે. તેમનો સંવેદનશીલ સ્‍વભાવ, કરુણાસભર હૃદય અને જ્ઞાન ભક્‍તિથી ઓત-ોત જીવન કોઈપણ સાધકને પ્રભાવિત કર્યા વગર રહેતું નથી. ગાંધીનગરના સેકટર-૧ માં સ્‍થિત સમદર્શન આશ્રમ સાધકો માટે એક દિવ્‍ય ઉજકેન્‍દ્રિ સમાન છે. ભગવદ્‌ ગીતા અને ઉપનિષદોના વિવેચનાત્‍મક પ્રવચનો દ્વારા વૈદાંતાચાર્ય પૂજ્‍ય ગુરૂમા સાયકોના જીવનને ઉન્નત કરી રહ્યા છે. આશ્રમ સાથે સતત ૨૭ વર્ષથી જોડાયેલ હોય અને એક પણ સત્‍સંગ ક્‍લાસ ન ચૂકયા હોય એવા અનેક સાયકો છે. આ સાધકોની નિષ્ઠા એટલી છે કે છેલ્લા ૨૫ વર્ષથી દર વર્ષે યોજાતી ઋષિકેશની દસ દિવસીય શિબિર પણ તેઓ એકે વાર ચૂકયા નથી. આવા સંનિષ્ઠ સાધકો દ્વારા જ સંપૂર્ણ વૈદિક પદ્ધતિથી આશ્રમમાં આવેલ કળપાનિધિ મહાદેવની નિત્‍ય આરતી -પૂજા કરવામાં આવે છે.

આશ્રમ ખાતે ચાલતા સત્‍સંગ વર્ગમાં તેઓ પાંચ વખત ગીતાજી, ૧૧ મુખ્‍ય ઉપનિષદો, આત્‍મબોધ, તત્ત્વબોધ, અપરોક્ષાનુભૂતિ, દ્રગ-દૃશ્‍ય વિવેક, મહાવાકય વિવેક, સાધનપંચક્રમ્‌, તર્ક-સંગ્રહ, વિચારસાગર જેવા અનેક -કરણ ગ્રંથો તથા દક્ષિણામૂર્તિ, દુર્વાસાના પ્રતિકાર શતકમ્‌ જેવા અલભ્‍ય સ્‍તોત્રો, તેમજ પંચદશી અને બ્રહ્મસૂત્ર જેવા પ્રૌઢ ગ્રંથોનો અધ્‍યયન કરાવી ચૂકયા છે. તદુપરાંત ઘણા સાયકોએ આશ્રમમાં રહી વેદાંતનો ચાર વર્ષીય નિવાસી અભ્‍યાસક્રમ પણ કરેલ છે. તેમજ ઘણા સંન્‍યાસી/ સંન્‍યાસીનીઓ ગુરુમા પાસે અભ્‍યાસ કે દિક્ષા લઇ અલગ અલગ જગ્‍યાએ પોતાના આશ્રમ સ્‍થાપી સત્‍સંગ દ્વારા ધર્મ અને વેદાંતનો પ્રચાર કરી રહ્યા છે. તેમજ ગુરુમાના મુખે શ્રીમદ્‌ ભાગવતનું અને તેમાંય ખાસ કળષ્‍ણ લીલાઓનું શ્રવણ પૂજ્‍ય ડોંગરેજી મહારાજની યાદ તાજી કરાવી જાય. તેઓ જાહેરમાં ઘણી વખત શ્રીમદ્‌ ભાગવત અને જ્ઞાનયજ્ઞનું કથાપાન કરાવી ચૂકયા છે.

જ્ઞાનબાહલ્‍ય, ગહન આધ્‍યાત્‍મિક સાયના અને વૈદાંતાચાર્ય હોવા છતાં, પૂજ્‍ય ગુસ્‍મા અતિ સરળ, પ્રેમાળ અને અંતર્મુખી વ્‍યક્‍તિત્‍વના ધની છે. તેઓ સાચા અને પવિત્ર સંન્‍યાસીની જેમને અને વૈભવની કોઈ લાલસા સ્‍પર્શ કરી શકી નથી. ગુરુમા આટલા બધા વિરક્‍ત સંત હોવા છતાંય આશ્રમ શા માટે સ્‍થાપ્‍યો એવો પ્રશ્ન પણ થાય. તો જણાવવાનું કે પરમ પૂજ્‍ય સ્‍વામીશ્રી દયાનંદ સરસ્‍વતીજીએ (ઋષિકેશ) દિક્ષા આપ્‍યા પછી પૂ.ગુરુમ્‍માને સમાજમાં ધર્મ અને વેદાંતના પ્રચારાર્થે આમ કરવા કહ્યું. અને ગુરુમા માટે તો ગુરુઆજ્ઞા સર્વોપરી હતી. એટલે તેમણે આશ્રમની સ્‍થાપના કરી. તેઓ આજે અનેક જિજ્ઞાસુઓના ગુરુસ્‍થાને રહી તેમના અધ્‍યાત્‍મ પથને ઉજાળી રહ્યા છે. પૂજ્‍ય ગુરુસ્‍માના પ્રવચનો સાંભળવા અને તેમની સાથે જોડાવું એ એક ભાગ્‍યની વાત છે. તેમના પ્રવચનોમાં અધ્‍યાત્‍મથી તો ભરપૂર હોય જ પણ સાથે સાથે રોજબરોજના જીવનમાં એ ઉપદેશને કેમ જીવી શકાય તે પણ સામેલ હોય છે. આવા પ્રવચનોથી તેઓ હજારો સાધકાનો તણાવયુક્‍ત જીવનને ઉન્નત કરી ચૂકયા.

પૂજ્‍ય ગુરૂમાના પ્રવચનો સરળ, તર્કસંગત અને મંજુલવાણીથી સુશોભિત હોય છે. વર્ષ ૨૦૧૩માં શ્રી સોમનાથ સંસ્‍કળત યુનિવર્સિટી દ્વારા પૂજ્‍ય ગુરૂમાને વિદ્યાવાચસ્‍પતિ (ડી. લિટ્‍) ની પદવીથી સન્‍માનિત કરવામાં આવ્‍યા હતા, જે તેમના શાષાીય જ્ઞાન અને ગુરુત્‍વનું સન્‍માન છે. પવિત્ર નર્મદાજીના તટ પર, નારેશ્વરની બાજુમાં, હિરજીપુરા ગામે પૂજ્‍ય ગુરૂમાની પ્રેરણા અને માર્ગદર્શનથી ટેવા સમદર્શન આશ્રમની સ્‍થાપના થઈ છે. જે આધ્‍યાત્‍મિક શિબિરો અને સાધના માટેનું ચેતનાકેન્‍દ્ર છે. આ આશ્રમ પૂજ્‍ય ગુરૂમાના આધ્‍યાત્‍મિક દૃષ્ટિકોણ અને જન કલ્‍યાણ માટેની તેમની ઉદાત ભાવનાનું જીવંત પ્રમાણ છે. તેમના પ્રવચનો અને પ્રવળત્તિઓ આવનારી પેઢીઓ માટે પણ આધ્‍યાત્‍મિક પ્રેરણાનોસ્ત્રોત બની રહેશે.

(3:30 PM IST)