<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 23rd July 2025

નવલનગરમાં વર્ષાબેન સેગલીયાના ઘરમાં ડીસીબીનો દરોડોઃ જૂગાર રમતાં ૯ પકડાયા

સંજયભાઇ દાફડા, રણજીતસિંહ પઢારીયા, ક્રિપાલસિંહની બાતમીઃ ૩૨૮૦૦ની રોકડ કબ્‍જે

રાજકોટ તા. ૨૩: મવડી રોડ પર વિશ્વેશ્વર મહાદેવ મંદિર સામે નવલનગર-૯માં રહેતાં વર્ષાબેન નામના મહિલાના ઘરમાં જૂગારધામ ચાલતુ હોવાની બાતમી મળતાં ડીસીબીની ટીમે દરોડો પાડી ઘરધણી મહિલા સહિત ૯ને પકડી લઇ ૩૨૮૦૦ની રોકડ કબ્‍જે કરી હતી.

જાણવા મળ્‍યા મુજબ ડીસીબીની ટીમ દારૂ જુગારની પ્રવૃતિ અટકાવવા પેટ્રોલીંગમાં હતી ત્‍યારે એએસઆઇ સંજયભાઇ દાફડા, સાથેના રણજીતસિંહ પઢારીયા, હેડકોન્‍સ. ક્રિપાલસિંહ ઝાલાને બાતમી મળતાં નવલનગર-૯માં વર્ષાબેન વિક્રમભાઇ સેગલીયાના મકાનમાં દરોડો પાડી વર્ષાબેન તેમજ અંકુર રોડ સ્‍વામિનારાયણનગર-૬ના જીજ્ઞાબેન રવિભાઇ ડાંગર, નવલનગર-૯ના કાંતાબેન મનસુખભાઇ રૂપાપરા, ભરત નરોત્તમભાઇ ચંદારાણા,  વિનાયકનગર-૨૧ના ઉર્મિલાબેન સંજયભાઇ મકવાણા, ઢેબર રોડ રિધ્‍ધી સિધ્‍ધી સોસાયટીના જીતેન્‍દ્ર સોમાભાઇ મોરી, કૃષ્‍ણનગર-૧૧ સ્‍વામિનારાયણ ચોકના ચેતન રવજીભાઇ  ભાખોતરા, ૧૫૦ રીંગ રોડ સરસ્‍વતિનગરના અર્જુન દિલીપભાઇ બોરીચા અને સ્‍વામિનારાયણનગર-૬ના રવિ ગગુભાઇ ડાંગરને જૂગાર રમતાં ઝડપી લઇ રોકડા રૂા. ૩૨૮૦૦ કબ્‍જે લીધા હતાં.

પીઆઇ એમ. આર. ગોંડલીયા, એમ. એલ. ડામોર, સી. એચ. જાદવની સુચના અંતર્ગત પીએસઆઇ એ. એન. પરમાર, સંજયભાઇ, રણજીતસિંહ, વિજયરાજસિંહ, ક્રિપાલસિહ, પ્રતિકસિંહ, તુલસીભાઇ, સંજય ખાખરીયા, ત્રિપદાબેન ભટ્ટે આ દરોડો પાડયો હતો.

(3:33 PM IST)