<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 23rd July 2025

લોઠડામાં શીવ ડેરીએ દહીં લેવા ગયેલા વેપારીનો આઇફોન ‘છૂ'

કોઠારીયા તિરૂપતિ બાલાજી પાર્કના દિપકભાઇ આસોદરીયાની આજીડેમ પોલીસમાં ફરિયાદ

રાજકોટ તા. ૨૩: લોઠડા ગામ પાસે વેપારી કાર ઉભી રાખી ડેરીએ દહીં લેવા ગયા એ દરમિયાન ગિરદીનો લાભ લઇ કોઇ તેના પેન્‍ટના ખિસ્‍સામાંથી આઇફોન ચોરી ગયું હતું.

આ અંગે આજીડેમ પોલીસે કોઠારીયા બાયપાસ તિરૂપતી બાલાજી પાર્ક-૪માં રહેતાં  વેપારી દિપકભાઇ મનસુખભાઇ આસોદરીયાની ફરિયાદ પરથી ગુનો નોંધ્‍યો છે. દિપકભાઇ એપલ આઇફોન-૧૩ વાપરતાં હતાં. જેથી કિમત રૂા. ૭૫૯૦૦ હતી. તેમના કહેવા મુજબ હું ૧૬/૭ના રોજ મારી કાર લઇને ઘરેથી પીપલાણા ગામે જવા નીકળ્‍યો હતો. રસ્‍તામાંથી મારે દહીં લેવાનું હોઇ લોઠડા ગામ આવતાં ત્‍યાં મેઇન રોડ પર શીવ ડેરી પાસે મારી ાર ઉભી રાખી ડેરીએ દહીં લેવા ગયો હતો.

આ વખતે ડેરી ખાતે ભીડ હતી. દહીં લઇને પરત હું મારી કાર પાસે પહોંચ્‍યો ત્‍યારે ખબર પડી હતી કે મેં પેન્‍ટના ખિસ્‍સામાં રાખેલો આઇફોન ગાયબ છે. મેં તુરત બીજા ફોનમાંથી મારા ગૂમ થયેલા ફોનમાં રીંગ કરતાં ફોન સ્‍વીચઓફ આવતો હતો.  આ બાબતે ઓનલાઇન ઇ-એફઆઇઆર આપી હતી તેના આધારે ગુનો દાખલ થયો છે. હેડકોન્‍સ. એ. જે. રાણાએ તપાસ હાથ ધરી છે.

(3:34 PM IST)