News of Wednesday, 23rd July 2025
મેનહુડ ઇવેન્ટ દ્વારા રવિવારે મિસ, મિસિસ અને કિડ્સ પોપ્યુલર ઇન્ડિયા ૨૦૨૫ સીઝન-૨નું ઓડીશન

રાજકોટ તા. ૨૩ : મોડેલીંગ અને એકટીંગ ક્ષેત્રે આગળ વધવા ઇચ્છુકોને તક મળી રહે તે હેતુથી મેનહુડ ઇવેન્ટ દ્વારા રાજકોટમાં ‘ગ્લેમર્સ નેશનલ પેજન્ટ સીઝન-ર'નું આયોજન કરાયુ છે.
‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા આયોજકોએ જણાવ્યુ હતુ કે આઇ.એસ.ઓ. સર્ટીફાઇડ અને ગવર્મેન્ટ એપ્રુવ્ડ મિસ્ટર, મિસ, મિસિસ અને કિડ્સ પોપ્યુલર ઇન્ડિયા ૨૦૨૫ મોડેલીંગ લાઇનમાં આગળ વધવા ઇચ્છુકોએ બહુ મોટુ પ્રોત્સાહન પુરૂ પાડે છે.
મેનહુડ ઇવેન્ટ દ્વારા મિસ્ટર, મિસ, મિસિસ અને કિડ્સ પોપ્યુલર ઇન્ડિયા ૨૦૨૫ સીઝન-ર માટેનું ઓડીસન આગામી તા. ૨૭ ના રવિવારે સવારે ૧૧ વાગ્યાથી કમ્ફર્ટઇન લેગસી હોટલ, લીમડા ચોક, રાજકોટ ખાતે રાખેલ છે.
આ માટે રજીસ્ટ્રેશન અને વધુ માહિતી માટે મો.૯૯૦૪૭ ૯૮૮૮૬ ઉપર સંસ્થાના ફાઉન્ડર ઉજેર શેખનો સંપર્ક કરવા જણાવાયુ છે.
ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે પણ સીઝન-૧ નું આયોજન થયુ હતુ. જેમાં ૩૦૦ થી વધુ લોકોએ ભાગ લીધો હતો. ગયા વર્ષે સીનીયર કિડસમાં દિવ્યા શીંગાળા ફસ્ટ રનર્સઅપ અને લીટલ કીડસમાં ધ્યાના અલવાની ફસ્ટ રનર્સઅપ બન્યા હતા. જયારે ધ્રુવિલ પટેલે સીઝન-૧નું સબટાઇટલ હાંસલ કર્યુ હતુ.
આ વર્ષે ભરૂચ, અંકલેશ્વર સહીતના સ્થળોએ ઓડીશન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ હવે આગામી તા. ૨૭ ના રાજકોટ ખાતે ઓડીશન રાખેલ છે. રસ ધરાવતાઓએ રજીસ્ટ્રેશન કરાવી ઉપસ્થિત રહેવા અનુરોધ કરાયો છે.
તસ્વીરમાં ‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા ધ્રુવિલ પટેલ, ધ્યાના એમ. અલવાની, દિવ્ય શીંગાળા, કુંજલબેન શીંગાળા, વિશાખાબેન અલવાની નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)
(4:11 PM IST)










