News of Wednesday, 23rd July 2025
આલેલે...વોર્ડ નં. ૬ માં ડીઆઇ પાઇપ લાઇન કામ માટે ૧૬ વખત ટેન્ડર
મનપાની સ્ટેન્ડીંગમાં ૧.૦૧ અબજના વિકાસકામો : મનહરપરા-ચુનારાવાડ વિસ્તારમાં ૧.૭૦ કરોડના ખર્ચે પાણીની લાઇન નખાશેઃ ૧૧ નોન એસીને બદલે પાંચ એસી તથા ૬ નોન એસી એમ્બ્યુલન્સ ખરીદાશે : મનપાની ૬ હાઇસ્કુલોના વિદ્યાર્થીઓ માટે ૩.૪૬ લાખના ખર્ચે સ્કુલ બેગ ખરીદાશે : કોમ્યુનીટી હોલ, વોર્ડ ઓફીસ, બગીચા જાળવણી તથા લાઇબ્રેરી, વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ સહિતની ૭૦ દરખાસ્તોનો કરાયો નિર્ણય

સ્ટેન્ડિંગ... મ્યુનિ. કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટી બેઠક આજે બપોરે ૧ર કલાકે સ્ટેન્ડિંગ કમિટી અધ્યક્ષ જયમીન ઠાકરની અધ્યક્ષતામાં મળી હતી. આ બેઠકમાં વિવિધ વિકાસ કામો સહિતની ૭૦ દરખાસ્તો અંગે નિર્ણય કરવામાં આવ્યો હતો. તસ્વીરમાં સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, સભ્ય નરેન્દ્રસિંહ વાઘેલા, હાર્દિક ગોહેલ, બિપીન બેરા, ભારતીબેન પરસાણા, જયોત્સનાબેન ટીલાળા, દક્ષાબેન વસાણી, વર્ષાબેન રાણપરા તથા ડે. કમિશનર મનીષ ગુરૂવાની, સેક્રેટરી હરીશ રૂપારેલીયા, ડે. સેક્રેટરી ધવલ જોસડીયા સહિતના અધિકારીઓ નજરે પડે છે. (તસ્વીરઃ અશોક બગથરીયા)
રાજકોટ, તા., ર૩: મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નં ૬ મા અમળત મિશન ૨.૦ અંતર્ગત (પાર્ટ) મનહરપરા મનહરપરા, ચુનારાવાડ, મનહરપરા, ચુનારાવાડ,રિધ્ધિ સિદ્ધિ સોસાયટી અને આકાશદીપ સોસાયટીમાં ડી.આઈ. પાઈપ લાઈન નાખવા માટે ૧પ-૧પ વખત ટેન્ડર કર્યા બાદ અંતે વર્ક ઓર્ડર આપવામાં આવ્યો છે. જેમાં ભાવ ખુબ નિચા હોવાથી કોઇ એજન્સીએ રસ દાખવ્યો ન હતો. મ્યુનિ. કોર્પોરેશનની આજે સ્ટેન્ડીંગ કમીટીની મીટીંગમાં સ્ટે. ચેરમેન જયમીન ઠાકરની અધ્યક્ષતામાં મળી હતી. જેમાં પ કિ. એમ્બ્યુલન્સ ખરીદવા, સ્કુલબેગ, વિવિધ વિકાસો સહિતની ૭૦ દરખાસ્તો પૈકી ૪ પેન્ડીંગ તથા ૧ માં સુધારો કરવામાં આવ્યો હતો. વિવિધ દરખાસ્તોની માહીતી આ મુજબ છે.
વોર્ડ નં. ૬ માં ૧૬ વખત ટેન્ડર
રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નં ૬ માં અમળત મિશન ૨.૦ અંતર્ગત (પાર્ટ) મનહરપરા, યુનારાવાડ, રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નં.૬ મા અમળત મિશન ૨.૦ અંતર્ગત (પાર્ટ) મનહરપરા, ચુનારાવાડ, રિધ્ધિ સિદ્ધિ સોસાયટી અને આકાશદીપ સોસાયટીમાં ડી.આઈ. પાઈપલાઈન (મટીરીયલૅલેબર કામ) નાખવાના કામે કુલ રૂા. ૩,૯૦,૮૯,૩૧૩.૦૦ નું એસ્ટીમેટ મંજુર કરવામાં આવેલ છે.
આ કામે ૧૦૦ મિ.મિ ડાયા.ના અંદાજે ૧૬૫૫૦ રનીંગ મીટર,૧૫૦ મી.મી ડાયાના અંદાજે ૧૫૪૫ રનીંગ મીટર, ૨૦૦ મિ.મી ડાયા ના અંદાજે ૭૬૦ રનીંગ મીટર, ૨૫૦ મિ.મી ડાયાના અંદાજે ૬૩૫ રનીંગ મીટર,૩૦૦ મી.મી ડાયા ના અંદાજે ૭૧૦ રનીંગ મીટર,૩૫૦ મી.મી ડાયા ના અંદાજે ૩૩૫ રનીંગ મીટર, ૪૫૦ મી.મી ડાયા ના અંદાજે ૬૫૦ રનીંગ મીટર ડી.આઈ. પાઈપ લાઈન નાખવાના કામનો સમાવેશ કરવામાં આવે છે.
આ કામે સોળમાં પ્રયત્ને તથા ફકત લેબર કામના છઠ્ઠા પ્રયત્ને નિયત સમય મર્યાદામાં એક એજન્સી દ્વારા ટેન્ડર ભરવામાં આવેલ. જેમાં એલ-૧ દ્વારા પપ ટકા વધુના ભાવ આપવામાં આવ્યા હતા. જેથી કુલ કિંમત રૂા.૧.૭૦ કરોડની થવા પામી છે.
પ એ.સી. એમ્બ્યુલન્સ ખરીદાશે
મનપાની ફાયર શાખા માટે ૧૧ નવી એમ્બ્યુલન્સ ખરીદવાની દરખાસ્ત અંગે સ્ટેન્ડીંગ કમિટીએ પ એ.સી. તથા ૬ નોન એ.સી. એમ્બ્યુલન્સ લેવા નિર્ણય કર્યો હતો.
આ અંગે સ્ટે. કમિટી ચેરમેન જયમીન ઠાકરે વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે, ફાયર વિભાગ પાસે કુલ ૩ એ.સી. એમ્બ્યુલન્સ છે. તેમાં ર બિનઉપયોગી ૧ રીપેરીંગ માંગે છે. ત્યારે ૧૧ માંથી પાંચ એ.સી. અને ૬ નોન એ.સી. એમ્બ્યુલન્સ ખરીદાશે. આ અંગે શોર્ટ ટેન્ડર કરાશે.
ફાયર વિભાગ દ્વારા ૯ હજાર લીટરના પાંચ બ્રાઉઝર ૪.૦૬ કરોડના ખર્ચે ખરીદાશે.
મચ્છર ઉત્પતિમાં બેથી
દસ ગણો વધારો મંજૂર
મ્યુનિ. કોર્પોરેશનની આારોગ્ય શાખા દ્વારા મચ્છર સહિતની જીવાતના ઉપદ્રવને રોકવા બેદરકારી બદલ મિલ્કત ધારક પાસેથી વસુલાતા વહીવટી ચાર્જની રકમમાં બે થી ગણ ગુણો વધારો કરવાની દરખાસ્ત સ્ટેન્ડીંગ કમીટીએ મંજૂર કર્યો છે. હવે મચ્છરોના પોરા રહેણાંક રૂા. ૧૦૦ કોમર્શીયલ રૂા. ૧ હજાર, ટાંકાઓ ખુલ્લ રાખવા રૂા. ૧૦૦ અને રૂા. ૧ હજાર, ઢાંકણા ખુલ્લા રાખવા રૂા. ૧૦૦ અને રૂા. ર હજાર, મચ્છરોના પોરા બદલ રૂા. ર૦૦ અને રૂા. ર હજાર તથા વોંકળામાં ગંદુ પાણી છોડવા બદલ રૂા. ર૦૦ અને પ હજાર સહિતના દંડ વસુલાશે.
આ ઉપરાંત સ્ટેન્ડીંગ બેઠકમાં વોર્ડ નં. ૧ર માં પેટા વોર્ડ ઓફીસ, આરોગ્ય કેન્દ્ર, નવી લાયબ્રેરી ૧૬ કરોડના ખર્ચે, વોર્ડ નં. ૧૮ માં ૧૬.૩૪ કરોડના ખર્ચે નવો કોમ્યુનીટી હોલ બનાવવા તથા ભુગર્ભ ગટરની સફાઇ હવે રોબોટીક મશીનથી કરવા સહિતની વિકાસ કામોની દસ્ખાતો અંગે નિર્ણય કરાયો હતો.
કયા કામનો કેટલો ખચ
કામની વિગત રકમ
આર્થિક તબીબી સહાય રૂા. ૫,૯૨,૭૮૪
કાર્યક્રમ ખર્ચ રૂા. ૯૬,૫૬,૬૧૬
મેનપાવર રૂા. ૧,૭૦,૫૦,૭૪૨
ડી.આઈ. પાઈપલાઈન રૂા. ૨,૯૨,૧૫,૦૭૦
શાળા/લાયબ્રેરી (બાંધકામ) રૂા. ૧૫,૯૮,૦૭,૬૮૪
સ્ટોર્મ વોટર ડ્રેઈન રૂા. ૯૩,૭૦,૨૦૮
આરોગ્ય વિભાગ રૂા. ૭,૬૬,૧૭,૬૯૭
વાહન ખરીદી રૂા. ૪,૦૬,૫૯,૬૦૦
વોટર વર્કસ રૂા. ૬,૩૬,૪૫,૯૮૨
ગાર્ડન રૂા. ૧,૦૩,૪૫,૪૮૯
નવી વોર્ડ ઓફીસ /નવુ ફાયર સ્ટેશન રૂા. ૨૧,૪૩,૧૪,૫૩૮
મશીનરી રૂા. ૧,૯૪,૮૫,૦૦૦
નવા કોમ્યુનિટી હોલ / પાર્ટી પ્લોટ રૂા. ૧૬,૩૪,૪૫,૭૮૮
બિલ્ડીંગ કામ/નવીનીકરણ રૂા. ૩૦,૯૩,૨૩૭
લાઈટીંગ / રોશની રૂા. ૧૩,૨૪,૦૪૦
ફૂટપાથ / રોડ ડીવાઇડર રૂા. ૪૭,૫૨,૩૮૨
આવાસ યોજના રૂા. ૧૬,૬૧,૧૩,૬૪૭
સ્કુલ બેગ રૂા. ૩,૪૬,૮૦૦
પમ્પીંગ સ્ટેશન (SPS) રૂા. ૨,૦૯,૫૮,૭૬૫
કુલ રૂા. ૧,૦૧,૦૭,૯૬,૦૬૯
(4:20 PM IST)










