<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 24th July 2025

મેટોડા જીઆઇડીસી વિસ્‍તાર આસપાસ કાલાવડ રોડ ઉપર કચરાના ઢગલાથી રોગચાળાનો ભય

(ભીખુપરી ગોસાઇ દ્વારા) ખીરસરા, તા.૨૪: રાજકોટ કાલાવડ રોડ નાના મોટા  અનેક ઓૈધોગીક વિસ્‍તાર નો મુખ્‍ય માર્ગ છે જ્‍યાં રોજગારી ધંધા વ્‍યાપાર ખેતી વાડી  શાળા કોલેજ  શહેર જવા  આવવા તેમજ મેટોડા જીઆઇડીસી વિસ્‍તારમાં ધર સામાન તેમજ સામાન્‍ય ચિજ વસ્‍તુઓ ની ખરીદી માટે નો રાજકોટ કાલાવડ રોડ એક માત્ર મુખ્‍ય માર્ગ છે જ્‍યાં નજીક માં શાળાઓ રહેણાક વિસ્‍તાર સહીત આવેલ છ.ે

આ રોડ આર.એન. બી ની નીચે આવે છે જ્‍યાં રોડ ઉપર મોટા કચરાના ઢગલા થી ન્‍યુ સન્‍સ ફેલાઈ છે અત્‍યારે ચોમાસા ની સિઝન હોય વરસાદ ના કારણે મોટો રોગચાળો ફેલાવાનો મોટો ભય રહેશે તેમજ દુર્ગંધ ના કારણે રોડ ઉપર લોકોનું પસાર થવું મુશ્‍કેલ બની રહ્યું છે તો આપડા યશસ્‍વી પ્રધાન નરેન્‍દ્રભાઇ મોદી નું જે સ્‍વપ્ન છે સ્‍વચ્‍છ ભારત સ્‍વચ્‍છ ગુજરાત મિશન અભિયાન તેને સાર્થક બનાવવા માટે આ વિસ્‍તારના સંબંધિત અધિકારીઓ આગળ આવે અને મેટોડા જીઆઇડીસી નજીક રાજકોટ કાલાવડ રોડ નુ સફાઈ અભિયાન ચલાવી હાલ ચોમાસા દરમિયાન તેના મેન્‍ટેનન્‍સ ની કામગીરી કરી કચરાનો યોગ્‍ય નિકાલ કરે તેવી જનતાની માંગ છે.

(12:08 PM IST)