તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Thursday, 24th July 2025
ગુજરાતની જૂનીયર ફૂટબોલ ટીમમાં રાજકોટના રાજન રૈયાણી અને ધ્રુવરાજસિંહની પસંદગી
શનિવારથી મધ્ય પ્રદેશમાં શરૂ થનાર નેશનલ ટુર્નામેન્ટ માટે

રાજકોટ તા. ર૪: આગામી ર૬-૭-રપ થી ૦પ-૮-રપ દરમિયાન બલાઘાટ, મધ્ય પ્રદેશ ખાતે જુનિયર બોયસ નેશનલ ફૂટબોલ ટુર્નામેન્ટ બી. સી. રોય ટ્રોફી ર૦રપ-ર૬માં ભાગ લેવા માટે ગુજરાતની ફૂટબોલ ટીમ રવાના થઇ રહી છે. ગુજરાતની ટીમ ગ્રુપ સી માં છે. તેના મેચ ર૬-૭-રપના રોજ મધ્ય પ્રદેશ સાથે ર૮-૭-રપના રોજ પોંડિચેરી સાથે અને ૩૦-૭-રપના રોજ આંધ્ર પ્રદેશ સાથે છે.
ગુજરાતની ટીમનું ફાઇનલ સિલેકશન ભાવનગર ખાતે ચાલી રહેલા કેમ્પમાંથી કરવામાં આવેલ. આ ટીમમાં રાજકોટ ડિસ્ટ્રિકટની ટીમના ર પ્લેયર રાજન રૈયાણી અને ધ્રુવરાજસિંહ ચુડાસમાની પસંદગી થઇ છે. રાજકોટ માટે તે ગૌરવની વાત છે.
ડિસ્ટ્રિકટ ફૂટબોલ એસોશિએશનના પ્રમુખ ગુણવંતભાઇ ડેલાવાળા, બી. કે. જાડેજા, ડી. વી. મહેતા, સેક્રેટરી રોહીત બુંદેલા, જે. પી. બારડ, અજય ભટ્ટ, રાજેશ ચૌહાણ, અમૃતલાલ બૌરસી, રફેલ ડાભી, રોહિત પંડિત, શિવરાજસિંહ ચાવડા, સંજય પંડયા, દીપક યસવંતે, ઉપેન્દ્રસિંહ ઝાલા, અજય આચાર્ય, અમિત સિયાળીયા, ભરત સિયાળીયા, મનદીપ બારડ, આશિષ ગુરુંગ, પૃથ્વી જેઠવા વગેરેએ ટીમને શુભેચ્છા પાઠવી છે.
(2:45 PM IST)










