<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 24th July 2025

કેન્‍દ્ર અને રાજયના પેન્‍શનરોના સંલગ્ન પ્રશ્‍નો તાકીદે ઉકેલવા માંગણી : અન્‍યથા લડત અપાશે

રાજકોટ જિલ્લા પેન્‍શનર્સ એસોસીએશન અને સિનિયર સિટીઝન સમાજ દ્વારા અવાજ ઉઠાવાયો

રાજકોટ તા. ૨૪ : કેન્‍દ્ર અને રાજય સરકારમાં અધ્‍ધરતાલ રહેલ પેન્‍શનરોના પ્રશ્‍નો ઉકેલવા રાજકોટ જિલ્લા પેન્‍શર્સ એસોસીએશન અને સિનિયર સિટીઝન સમાજ રાજકોટ દ્વારા અવાજ ઉઠાવાયો છે.

રાજય સરકાર દ્વારા જી-સીરીઝના આયુષ્‍યમાન કાર્ડ કઢાવવાની કાર્યવાહી ઝડપથી કરાવવા, પેન્‍શનર્સ મંડળને બહુમાળી ભવનમાં કાર્યાલય ફાળવવા, આઠમા પગાર પંચ, અપરણિત દીકરીઓને વિધવા-ત્‍યકતા દીકરીઓને ફેમીલી પેન્‍શનનો લાભ આપવા સહીતના મુદ્દે ઉકેલની માંગણી ઉઠાવવામાં આવી છે.

આ બાબતે આગામી દિવસોમાં રાજકોટ જિલ્લા પેન્‍શનર્સ મંડળના હોદેદારો સક્રિયપણે કાર્યક્રમો આપશે.

મંડળના સભ્‍ય બનવા સવારે ૧૦ થી ૧૨ દરમિયાન એમ. પી. મહેતા મો.૯૯૦૪૨ ૫૩૯૧૧ અને સાંજે પ થી ૭ દરમિયાન ભગુભાઇ ચૌહાણનો મો.૯૨૨૮૪ ૮૫૭૦૨ ઉપર અથવા ભાવનગરનો ઉતારો, ત્રિકોણબાગ ખાતે રૂબરૂ અથવા વધુ માહીતી માટે પિયુષભાઇ હિંડોચા (મો.૯૪૨૮૪ ૬૫૯૮૭)નો સંપર્ક કરવા જણાવેલ છે.

તસ્‍વીરમાં ‘અકિલા'ના મોભીશ્રી કિરિટભાઇ સમક્ષ વિગતો વર્ણવતા પેન્‍શનર્સ મંડળના પ્રમુખ હારીતસિંહજી જાડેજા, ઉપપ્રમુખ ભગુભાઇ ચૌહાણ, કન્‍વીનર પિયુષભાઇ હિંડોચા, કારોબારી સભ્‍ય આર. પી. વાગડીયા નજરે પડે છે. (તસ્‍વીર : અભિજીત બગથરીયા)

(2:47 PM IST)