<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 24th July 2025

આ વર્ષે શ્રાવણ મહિનો પૂરા ૩૦ દિવસનો

 

આ વર્ષે શ્રાવણ મહિનામાં શુદ પક્ષ મા આઠમની વળદ્ધિ તિથિ છે તથા વદ પક્ષ મા પાચમ ક્ષય તિથી છે આમ એક વળદ્ધિ તિથિ અને એક ક્ષય તિથિ હોતા શ્રાવણ મહિનો પૂરા ૩૦ દિવસનો રહેશે.

પૌરાણિક કથા પ્રમાણે સનત કુમારો શિવજીને પૂછે છે કે શ્રાવણ મહિનો જ શિવપૂજા માટે શા માટે ઉત્તમ ત્‍યારે શિવજી પોતે કહે છે કે શ્રાવણ મહિના ના દિવસો દરમિયાન માતા પાર્વતી એ શિવજી ને મેળવવા માટે તપસ્‍યા કરી હતી અને માતા પાર્વતી ને શિવજી -સન્ન થયા હતા અને શિવજી એ માતા પાર્વતી સાથે વિવાહ કર્યા હતા આથી શ્રાવણ મહિનો શિવ પૂજા માટે તે દિવસથી મહત્‍વનો ગણવામાં આવે છે શ્રાવણ મહિનામાં શિવ પૂજા કરવાથી શિવજી જલ્‍દી પ્રસન્ન થાય છે.

ચારેય સોમવારે શિવલિંગ ઉપર આ પ્રમાણે એક મુઠ્ઠી ધાન્‍ય ચઢાવવાથી મનોકામના પૂર્ણ થાય છે અને શિવમૂષ્ટી પૂજા કહેવામાં આવે છે આ પૂજાનો પંચાંગ તથા પુરાણમાં ઉલ્લેખ છે. (૧)તા.૨૮ પહેલા સોમવારે શિવજી ઉપર એક મુઠ્ઠી ચોખા ચડાવવા, (૨)તા.૪ બીજા સોમવારે શિવજી ઉપર એક મુઠ્ઠી કાળા તલ ચડાવવા, (૩) તા.૧૧ ત્રીજા સોમવારે શિવજી ઉપર એક મુઠ્ઠી મગ ચડાવવા, (૪)તા૧૮ ચોથા સોમવારે શિવજી ઉપર એક મુઠ્ઠી જવ ચડાવવા,

આમ, ચારેય સોમવાર ધાન્‍ય થી પૂજા કરવાથી જીવનમાં શાંતિ મળે છે અને પ્રગતિ થાય છે. શિવલિંગની પૂજા કરવાથી બ્રહ્મા વિષ્‍ણુ મહેશ ત્રણેય દેવતાઓની પૂજાનું ફળ મળે.

શ્રાવણ મહિનામાં શિવજીની ભકિત તથા વિષ્‍ણુ ભગવાનની ભકિત કરવાથી તમામ દુઃખમાંથી ઉગરી જવાય છે. શિવજી નિરાકાર હોવાથી શિવજીની પુજા કરવામાં આવે છે. જાણો શિવજીની પુજા કરવામાં ત્રણેય દેવતાની પુજા આવી જાય છે. શિવલીંગની પુજા કરવાથી બ્રહ્મા વિષ્‍ણુ, મહેશ ત્રણેય દેવતાની પુજાનું ફળ મળે છે. કારણ કે શિવલીગના ત્રણ ભાગમાં વેચાયેલું છે . તે શ્‍લોક પણ આ પ્રમાણે છે . મુલતો બ્રહ્મ રૂપાય મધ્‍યતો વિષ્‍ણુ રૂપિણે અગ્રત શિવરૂપાય આમ શિવલીંગના ત્રણ ભાગમાં વહેચાયેલું છે . એટલે કે સૌથી નીચેનો ભાગ બ્રહ્મા મધ્‍યમાં વિષ્‍ણુ અને સૌથી ઉપર શિવજીનો વાસ શિવલીંગ છે . એવી રીતે શિવલીંગની પુજા ઉપાસના કરવાથી ત્રણેય દેવતાની પુજા થઇ જાય છે..

શ્રાવણ મહિના દરમિયાન શિવજી ઉપર અલગ અલગ મનોકામના માટે આ પ્રમાણે અભિષેક કરી શકાય છે.  (૧) સંતાન પ્રાપ્તિ માટે ચોખા થી  (૨) ધન પ્રાપ્તિ માટે શેરડીનો રસ અથવા બીલીપત્ર થી (૩) આયુષ્‍ય વધારવા માટે દુર્વાથી  (૩) નવગ્રહ શાંતિ માટે કાળા તલથી  (૪) રાજયોગ માટે ગાયના ઘી થી (૫) માનસિક બીમારી દૂર કરવા માટે સાકરવાળા પાણીથી  (૬) શત્રુ દૂર કરવા માટે સરસવના તેલથી શિવલિંગ ઉપર અભિષેક કરવાથી મનોકામના પૂર્ણ થાય છે. શ્રાવણ મહિના દરમિયાન શુક્રવારના દિવસે બહેનો  જીવંતીકા મા નું વ્રત રહેતા હોય છે જે સંતાનોની રક્ષા માટે છે અને સારા આરોગ્‍ય માટે છ.ે આ વર્ષે શ્રાવણ મહિનામાં પાંચ શુક્રવાર હોવાથી બહેનોને જીવંતીકામાના વ્રતનો લાભ પાંચ શુક્રવાર સુધી મળશે

રક્ષાબંધન તા ૯ ઓગસ્‍ટ ને શનીવારે અને જન્‍માષ્ટમી તા.૧૬.૮  શનિવાર ના રોજ છે.

શાસ્ત્રી  રાજદીપ જોશી (વેદાંત રત્‍ન)

મો.૯૯૨૫૬ ૧૧૯૭૭

(2:56 PM IST)