<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 24th July 2025

મીરા ઉદ્યોગના રોયલ રબ્‍બરમાં ‘CEAT'ની નકલી ટયુબો બનતી'તીઃ લાખોનો માલ જપ્‍ત

આજી વસાહતના કારખાનામાં લાંબા સમયથી થતું હતું ઉત્‍પાદનઃ મુળ કિંમત કરતાં અડધા ભાવે થતું હતું વેંચાણ : કંપનીના ઇન્‍વેસ્‍ટીગેશન ઓફિસર સુશિલ ચોૈહાણને સાથે રાખી થોરાળા પોલીસની કાર્યવાહીઃ૫,૪૪,૫૦૦ની ટુવ્‍હીલરની ટયુબો, ૫,૬૭,૦૦૦ની ટયુબ પેકીંગની બેગનો જથ્‍થો અને સ્‍ટીલની ડાઇ કબ્‍જેઃ જોધપુર, જયપુર, ઇન્‍દોર સુધી થતી હતી સપ્‍લાય

રાજકોટ તા. ૨૪: શહેરના આજી જીઆઇડીસીના મીરા ઉદ્યોગમાં  આવેલા એક કારખાનામાં સીએટ કંપનીની વાહનોના ટાયરોની નકલી ટયુબો બનાવી વેંચાણ કરવામાં આવતું હોવાની માહિતી મળતાં કંપનીના ઇન્‍વેસ્‍ટીગેશન ઓફિસરે થોરાળા પોલીસને સાથે રાખી દરોડો પાડતાં નકલી ટયુબોનો મોટો જથ્‍થો, ટયુબ પેક કરવાની બેગનો જથ્‍થો તેમજ સ્‍ટીલની ડાઇ મળી આવતાં લાખોનો મુદ્દામાલ કબ્‍જે કરી ગુનો દાખલ કરાયો છે. જો કે કારખાનાના સંચાલક હાજર ન હોઇ તેની સામે ગુનો નોંધી શોધખોળ હાથ ધરવામાં આવી છે. ઘણા સમયથી અહિ સીએટની નકલી ટયુબ બની ગુજરાત સહિત અન્‍ય રાજ્‍યોમાં અડધા ભાવે વેંચાણ થતું હોવાનું કંપનીના ઇન્‍વેસ્‍ટીગેશન ઓફિસરે જણાવ્‍યું હતું.

આ અંગે થોરાળા પોલીે હરિયાણા સોનીપત ખાતે આર્યનગરમાં રહેતાં અને પ્રાઇમ આપીઆર કંપનીમાં ઇન્‍વેસ્‍ટીગેશન ઓફિસર તરીકે નોકરી કરતાં સુશીલકુમાર રમેશકુમાર ચોૈહાણ (ઉ.વ.૩૮)ની ફરિયાદ પરથી આજી જીઆઇડીસી મીરા ઉદ્યોગમાં આવેલા રોયલ રબ્‍બર નામના કારખાનાના માલિક વિરૂધ્‍ધ બીએનએસની કલમો ૩૧૮ (૪) મુજબ સીએટ કંપનીની વાહનોના ટાયરોની ટયુબો બનાવી વેંચાણ કરવાનો ગુનો નોંધ્‍યો છે. કારખાનામાંથી રૂા. ૧૧,૩૧,૫૦૦નો મુદ્દામાલ પણ કબ્‍જે લેવાયો હતો.

સુશિલકુમારે પોતાની ફરિયાદમાં જણાવ્‍યું છે કે હું પ્રાઇમ આઇપીઆર કંપની કે જેની ઓફિસ નવી દિલ્‍હી ખાતે છે તેમાં ઇન્‍વેસ્‍ટીગેશન ઓફિસર તરીકે ફરજ બજાવુ છું. અમારી સીએટ (CEAT) કંપનીને સેલ્‍સ માર્કેટીંગના માણસો મારફત માહિતી મળી હતી કે ગુજરાતના રાજકોટમાં આજી જીઆઇડીસીમાં મીરા ઉદ્યોગમાં આવેલા રોયલ રબ્‍બર નામના કારખાનામાં સીએટ કંપનીની ટયુબનું કોપીરાઇટ થાય છે અને બજારમાં તેનું વેંચાણ પણ કરવામાં આવે છે. આ હકિકત અમોને તપાસ કરી કોપીરાઇટ અંગે હેડ ઓફિસથી કાર્યવાહી કરવા લેટર આપવામાં આવતાં અમે રાજકોટ આવી થોરાળા પોલીસ સ્‍ટેશન ખાતે થાણા ઇન્‍ચાર્જને મળી માહિતીથી વાકેફ કર્યા હતાં.

આ પછી પોલીસના સ્‍ટાફને સાથે રાખી અમે મીરા ઉદ્યોગમાં આવેલા બાતમી મુજબના રોયલ રબ્‍બર નામના કારખાનામાં દરોડો પાડયો હતો. જ્‍યાં તપાસ કરતાં એક થેલામાંથી  ઓટો કેટ પાવર કંપનીની ૨૫ નંગ ટુવ્‍હીલરની ટયુબ મળી આવી હતી. આ એક નંગ ટયુબની કિમત પેકેટ પર રૂા. ૩૩૦ લખેલી હતી. આવા કુલ ૧૬૫૦ નંગ મળી આવ્‍યા હતાં. જેની કિમત ૫,૪૪,૫૦૦ થતીહતી. તેમજ ટયુબ પેકીંગ માટેની ઓટો કેટ પાવર કંપનીની પ્રિન્‍ટવાળી પેકીંગ બેગ પણ મળી હતી. જેના પ્‍લાસ્‍ટીકના કુલ ૨૧ કથોળા મળ્‍યા હતાં. આ કોથળામાં ૨૭૦૦ નંગ હતાં. જેની કિમત રૂા. ૫૬૭૦૦ થતી હતી. એક નંગની કિમત આશરે ૧૦ ગણી કુલ રૂા. ૫,૬૭,૦૦૦ની બેગ કબ્‍જે કરાઇ હતી.

તેમજ અમારી કંપનીની પ્રિન્‍ટ માટે રાખવામાં આવેલી સ્‍ટીલની ટડાઇ રૂા. ૨૦ હજારની પણ મળી હતી. આમ કુલ મળી રૂા. ૧૧,૩૧,૫૦૦નો મુદ્દામાલ કબ્‍જે કરાવ્‍યો હતો. રોયલ રબ્‍બર નામના કારખાનામાં અમારી સીએટ કંપનીના નામે વાહનોના ટાયરની ટયુબો બનાવી કોપીરાઇટ થતું હોઇ થોરાળા પોલીસમાં અમે ફરિયાદ દાખલ કરાવી હતી. તેમ વધુમાં સુશિલકુમારે જણાવ્‍યું હતું. પીઆઇ એન. જી. વાઘેલાની રાહબરીમાં પીએસઆઇ એમ. એસ. મહેશ્વરી, ભરતસિંહ જાડેજા, હેડકોન્‍સ. નિલેષભાઇ ડામોર તથા ડી. સ્‍ટાફની ટીમે કાર્યવાહી કરી સુશિલકુમારની ફરિયાદ પરથી ગુનો નોંધી આ કારખાનાના માલિક, સંચાલકની શોધખોળ હાથ ધરી છે.

ઇન્‍વેસ્‍ટીગેશન ઓફિસર સુશિલકુમાર ચોૈહાણે વધુમાં જણાવ્‍યું હતું કે સીએટ કંપનીની નકલી ટયુબો બનાવીને આ કારખાનામાંથી જયપુર, ઇન્‍દરો, જોધપુર સહિતના રાજ્‍યોમાં સપ્‍લાય થતી હતી. એક અસલી ટયુબની કિંમત અંદાજીત ૩૩૦ રૂપિયા હોય તો આ લોકો ૧૦૦ કે ૧૫૦ના ભાવે વેંચાણ કરતાં હોવાની અમને પ્રાથમિક માહિતી મળી હતી. પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

(2:57 PM IST)