તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 24th July 2025
ફ્રીડમ યુવા ગ્રુપ દ્વારા મનોદિવ્યાંગ અને જરૂરતમંદ બાળકોને શૈક્ષણિક કીટ વિતરણ

રાજકોટ : તાજેતરમાં સેવા સંસ્થા ફ્રીડમ યુવા ગ્રુપ-રાજકોટ દ્વારા પ્રતિવર્ષ ની જેમ ચાલુ વર્ષે પણ સતત ૨૨માં વર્ષે શહેરના મનોદિવ્યાંગ બાળકો અને જરૂરિયાતમંદ વિધાર્થીઓને ફૂલ સ્કેપ બુક્સ, સ્કૂલ બેગ, વોટર બોટલ, લંચ બોક્સ, કંપાસ, એક્ઝામ પેડ સહિતની સમળધ્ધ શૈક્ષણિક કીટ અર્પણ કરવાનો સમારોહ હેમુ ગઢવી હોલ ખાતે યોજાયો હતો. આ શૈક્ષણિક સાધન સહાય સમારંભનાં અધ્યક્ષ સ્થાને પ્રદેશભાજપ અગ્રણી અને દાતા કશ્યપભાઈ શુક્લના હસ્તે સમારંભનું દીપ પ્રાગટય દ્વારા ઉદ્ધાટન કરવામાં આવેલ હતું. આ તકે શહેર ભાજપના પૂર્વ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, રા.મ્યુ.કો.ના ડે.મેયર નરેન્દ્રસિંહ જાડેજા, રા.મ્યુ.કો.ના દંડક મનીષભાઈ રાડિયા, સમારંભના મુખ્ય દાતા હેમાક્ષીબેન ઘોડાદ્રા, ડો. મયંક ઠક્કર, ડી. વી. મહેતા, નીરજભાઈ મહેતા, શિક્ષણ સમિતિ ચેરમેન વિક્રમભાઈ પૂજારા, વાઇસ ચેરમેન ડો. પ્રવીણભાઇ નિમાવત, જાણીતા ઉદ્યોગપતિ વિરલભાઈ પલાણ, એચ. એ. નકાની, કિરીટભાઈ પાંધી, જાણીતા ઉદ્યોગપતિ સંદીપભાઈ પટેલ, સરોજબેન, વોર્ડ નં.૭ ના નગરસેવિકા શ્રીમતી જયશ્રીબેન ચાવડા તથા વર્ષાબેન પાંધી, કેતનભાઈ પારેખ, સંજયભાઇ મણિયાર, સાવનભાઈ ભાડલીયા, સી.એ. પ્રશાંતભાઈ ગાંગડિયા, અમિતભાઈ આર. પટેલ, વિનુભાઈ ઝીંઝુવાડીયા, વિશાલભાઈ મીઠાની, ઉત્તમભાઈ રાડિયા, ઈલેશભાઈ પારેખ, નટુભાઈ ચાવડા, વોર્ડ નં.૭ ના પ્રભારી શૈલેષ હાપલિયા, વિશાલ માંડલિયા, પાર્થરાજ ચૌહાણ, દીપક પારેખ, અજય ચૌહાણ, ચિરાગ રાઠોડ સહિતના જાહેરજીવન સમાજજીવનનાં મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી. મનોદિવ્યાંગ બાળકોને શૈક્ષણિક કીટ વિતરણ સમયે નિર્દોષ બાળરાજાઓના ચહેરા પરની સ્મિત જોઈ ઉપસ્થિત સૌ કોઈ ભાવુક થઈ ગયા હતા. આ વર્ષે મનોદિવ્યાંગ તેમજ જરૂરીયાતમંદ બાળકોને પણ આ શૈક્ષણિક કીટ આપવામાં આવેલ હતી. જેનાં માટે નવશક્તિ વિદ્યાલયનાં માઘ્યમથી મનોદિવ્યાંગ બાળકોને શોધવામાં મદદ મળી હતી. ફ્રીડમ યુવા ગ્રુપ રાજકોટ દ્વારા આયોજિત આં શૈક્ષણિક કીટ વિતરણ સમારોહને સફળ બનાવવા સંસ્થાનાં સંસ્થાપક ભાગ્યેશ વોરાની રાહબરીમાં ચેરમેન મનોજ ડોડીયા, વાઇસ ચેરમેન સંજય પારેખ, પ્રમુખ પ્રવીણ ચાવડા, કિરીટ ગોહેલ, સુરેશ રાજપુરોહિત, ચંદ્રેશ પરમાર, નિમેષ કેસરિયા, અલ્પેશ પલાણ, રસિક મોરધરા, રાજન સુરૂ, નિતીન જરીયા, ધવલ પડીઆ, હર્ષદ ચોકસી, રિતેશ ચોકસી, મિલન વોરા, અલ્પેશ ગોહેલ, જીતેશ સંઘાણી, જીજ્ઞેશ આહીર, ચેતન મહેતા, ધળવ રાજા, કૌશલ બુંદેલા, પરેશ ગોહેલ, અભી આહીર સહિતનાએ જહેમત ઉઠાવી હતી. (
(2:58 PM IST)










