તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 24th July 2025
ચાતુર્માસ અને વ્યતિપાત યોગ - ઘરે બેઠા ફ્રી માં બધા વ્રતો, તીર્થ સ્થાન, દાન અને યજ્ઞોનું પુણ્ય મેળવો

વ્યતિપાતમાં આપેલું દાન તો અસંખ્યાત - અગણિત જ થાય છે એમ વેદ જાણનારા કહે છે. ભાદરવા માસમાં જે વ્યતિપાત આવે છે તેનું પુણ્ય અનંતનું પણ અનંત ગણુ મળી શકે એમ છે. જેવા કે
(૧) એકપણ ઉપવાસ કર્યા વગર સર્વ વ્રતો કર્યાનું પુણ્ય
(૨) એક પણ તીર્થમાં ગયા વગર બધાં તીર્થોના તાાનનું ફળ
(૩) એક પણ રૂપિયો ખર્ચ કર્યા વગર બધાં દાનનું ફળ
(૪) એક પણ યજ્ઞ કર્યા વગર સર્વ યજ્ઞોનું ફળ
(૫) જરા પણ પરિશ્રમ કર્યા વગર અનેક તપヘર્યાનું ફળ
આ અને આવા અનેકો મહાન પુણ્યો ચાતુર્માસમાં નાના મોટા સૌ કોઈ ઘરે બેઠાં- તદ્દન ફ્રી માં - એકપણ રૂપિયાનો ખર્ચ કર્યા વગર મેળવી શકે તેવા અનેકો નિયમ શાષાોમાં દર્શાવ્યા છે. જેમાંથી અમુક શાસ્ત્રજ્ઞા ભગવદ્ભક્તો, શ્રધ્ધાળુઓ અને જન સામાન્યને ઉપયોગી થાય ફક્ત તે હેતુ થી જ અમારી અલ્પ મતિ પ્રમાણે અહીં -સ્તુત છે. અહીં આપેલી માહિતી સંદર્ભ શ્રી સ્કંદ મહાપુરાણ, શ્રી હરિભકિત વિલાસ અને અન્ય ધર્મગ્રંથોમાંથી લીધેલ છે.
ભગવાન શ્રી બ્રહ્મા દેવર્ષિ નારદજીને કહે છે કે, ચાતુર્માસમાં કોઈપણ જળની પાસે ગંગાજળનું સ્મરણ કરવાથી તે જળ ગંગાજળની સમાન બની જાય છે. પછી તે જળથી તાાન કરવું જોઈએ.
ભગવાન શ્રી શંકર ભગવાન શ્રી વિષ્ણુને કહે છે કે, એક ગંગા તાાનથી જ સર્વ તીર્થ તાાનનું ફળ, સર્વ યજ્ઞોના અનુષ્ઠાનનું ફળ, સમસ્ત વ્રત કર્યાનું ફળ, અનેક તપ?ર્યાનું ફળ સર્વ દાન કર્યાનું ફળ તથા યોગ નિયમપૂર્વક કર્યાનું ફળ મળી જાય છે.
હવે સમજીએ કે, અહીં દર્શાવેલા પુણ્યો મેળવવા તાાન કયારે કરવું જોઈએ.
શસ્ત્રોમાં પ્રાતઃકાળે સૂર્યોદય પહેલા અને જે પાણી ગરમ ન કર્યું હોય તેવા પાણીથી તાન કરવું વિશેષ ફળદાયી કહેવામાં આવ્યું છે. તેથી જોઈ કોઈ મનુષ્ય પ્રાતઃકાળ સિવાય ઠંડા કે ગરમ જળથી તાન કરે અથવા પ્રાતઃકાળે જો ગરમ જળથી તાાન કરે તો તે દોષના નિવારણ માટે શાષાની નીચે મુજબની આજ્ઞાનું પાલન કરવાથી તે દોષમાંથી મુકત થઈ શકાય તેમ છે.
ચાતુર્માસના દોષોના નિવારણ માટે ભગવાન શ્રી બ્રહ્મા નારદજીને કહે છે કે
(૧) તલ નાખેલા જળ થી તાાન કરવું અથવા
(૧) આમળા નાખેલા જળથી તાાન કરવું અથવા
(૩) બિલીપત્ર ન નાખવું પણ બિલીપત્ર ઉપરથી થોડુંક સાદુ પાણી રેડીને તે પાણી ઠંડા કે ગરમ
જળમાં પડે તેમ કરવું. આવા જળથી તાાન કરવું.
ભગવાન શ્રી શંકર કહે છે કે, ગંગાજી શ્રધ્ધાના બળથી જ પ્રસન્ન થઈ જાય છે.
તેથી સમગ્ર ધર્મ-કર્મ શ્રધ્ધાપૂર્વક જ કરવું. શ્રી ભગવાને ગીતાજી (અધ્યાય ૧૭ શ્લોક ૨૮)માં સ્પષ્ટ કહ્યું છે કે જે કર્મ અસત્ કે અશ્રધ્ધાથી કરવામાં આવે તે આ લોકમાં કે પરલોકમાં ફળ આપવા સમર્થ થઈ જ શકતું નથી.
વ્યતિપાતના સમયે જે દાન કર્યું હોય તેને સૂર્ય તથા ચંદ્ર સો કલ્પોના (એક કલ્પ બરાબર ૪, ૨૯, ૪૦, ૮૦૦૦૦ વર્ષો એટલે કે ચાર અબજ ઓગણત્રીસ કરોડ, ચાલીસ લાખ, એસી હજાર વર્ષ કહેવામાં આવે છે. આ એક કલ્પનો સમય થયો છે. સંધ્યાશ અલગ) આવા સો કલ્પના અબજો વર્ષ સુધી સૂર્ય-ચંદ્ર, વ્યતિપાત યોગના સમયે દાન દેનાર દાતાને તે દાનનું ફળ પાછું આપ્યા જ કરે છે અને તે નિરંતર વધ્યા જ કરી કયારેય ખૂટતું જ નથી.
વ્યતિપાત યોગ પ્રારંભ તારીખ ૨૬ જુલાઈ ૨૦૨૫ને શનિવાર સૂર્યોદય પહેલા સવારે ૦૫ કલાક અને ૩૨ મિનીટે થાય છે તથા વ્યતિપાત યોગ પૂર્ણ તારીખ ૨૭ જુલાઈ ૨૦૨૫ ને રવિવાર સૂર્યોદય પહેલા સવારે ૦૪ કલાક અને ૦૬ મિનીટે પૂર્ણ થાય છે. એટલે કે શનિવારે આખો દિવસ વ્યતિપાત યોગનો સમય છે.
દાનઃ કાળા, સફેદ, લાલ તલ, ખિચડી, ગોળ, ગાયનું ઘી, ગાયનું દૂધ, દહીં, છાશ, સાકર, મધ, તેલ, મીઠું, ઋતુ અનુસાર ફળો, વષાો, જળદાન તથા દીવાનું દાન વગેરે દાન મનુષ્યને પોતાની શ્રધ્ધા અને શકિત મુજબ કરવા.
જે રાશિઓને શનિની સાડા સાતી ચાલુ હોય તેઓએ શનિગ્રહની શાંતિ માટે નિલમ, અડદ, કાળા તલ, કાળા વષાો અને કાળુ ફુલ વિગેરેનું શ્રધ્ધા-ભકિતપૂર્વક દાન કરવું.
આ લેખ લખનારનું ચાર્તુમાસ અને વ્યતિપાત યોગ વિશેનું પ્રવચન યુટયુબમાં છ-ભાગમાં મોરે શ્યામ ચેનલ ઉપર ઉપલબ્ધ છે.(૪૦.૨૮)
સંકલનઃ
નિશીથભાઈ ઉપાધ્યાય
સ્પીરીચ્યુઅલ કન્સલટન્ટ અને એસ્ટ્રોલોજર
મો.નં.૭૮૭૪૨ ૯૫૦૭૪/ ૯૩૧૩૬ ૯૨૪૪૧
(3:17 PM IST)










