<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 24th July 2025

રાજકોટમાં ૮મી સપ્‍ટેમ્‍બરથી ફરજીયાત હેલ્‍મેટ

આ વર્ષમાં શહેરી વિસ્‍તારમાં હેલ્‍મેટ નહિ પહેરવાને કારણે અકસ્‍માતમાં ૨૦ લોકોએ જીવ ગુમાવ્‍યા : ટુવ્‍હીલરમાં પાછળ બેસનારે પણ પહેરવું પડશે હેલ્‍મેટઃ કાયદાનો અમલ શરૂ કરાવવા મેગા ડ્રાઇવ યોજાશેઃ ડીસીપી ટ્રાફિક પૂજા યાદવ : જ્‍યારે પણ રાજકોટમાં ફરજીયાત હેલ્‍મેટના કાયદાનો અમલ કરાવાયો છે ત્‍યારે ભારે ઉહાપોહ થયો છેઃ ફરી શું થશે તે તરફ સોૈની નજર

રાજકોટ તા. ૨૪: શહેરમાં ટુવ્‍હીલર વાહન ચલાવતાં ચાલકો અને પાછળ બેસનારા માટે આગામી ૮મી સપ્‍ટેમ્‍બરથી ફરજીયાત હેલ્‍મેટનો અમલ શરૂ થવાનો છે. હેલ્‍મેટ નહિ પહેરનારા સામે કાયદેસરની કાર્યવાહી થશે. આ માટે ખાસ ડ્રાઇવ યોજવામાં આવશે તેમ ડીસીપી ટ્રાફિક પૂજા યાદવે જણાવ્‍યું છે.

ડીસીપી પૂજા યાદવે જણાવ્‍યું છે કે શહેરી વિસ્‍તારમાં ટુવ્‍હીલર વાહનચાલકો દ્વારા હેલ્‍મેટ નહિ પહેરવાને કારણે અવાર-નવાર જીવલેણ વાહન અકસ્‍માત સર્જાતા રહે છે. વર્ષ ૨૦૨૫માં ટુવ્‍હીલર વાહન ચલાવતા સમયે હેલ્‍મેટ નહિ પહેરવાને કારણે ૨૦ ફેટલ અકસ્‍માત એટલે કે જીવલેણ અકસ્‍માત સર્જાયા છે. તેમજ અન્‍ય ૯ ગંભીર અઅકસ્‍માતમાં ૧૦ લોકોને ઇજાઓ થઇ છે. વાહન ચલાવતાં સમયે હેલ્‍મેટ સાથે લાયસન્‍સ, પીયુસી કે અન્‍ય ડોક્‍યુમેન્‍ટ નહિ હોવા બદલ ટ્રાફિકના નિયમોનો ભંગ થાય છે, જ્‍યારે હેલ્‍મેટ નહિ પહેરવાને કારણે માણસોની અમુલ્‍ય જિંદગી જોખમાય છે.

ડીસીપીએ વધુમાં જણાવ્‍યું છે કે પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્‍દ્‌ રબગડીયા દ્વારા શહેરી વિસ્‍તારના તમામ નાગરિકોની માર્ગ સલામતી અંગ્‍ેની સુરક્ષ્્‌ાા સુનિヘીત કરવા સુચના અપાઇ છે. આ માટે શહેર ટ્રાફિક શાખા દ્વારા તમામ ટુવ્‍હીલર વાહનચાલકોને અપીલ કરવામાં આવે છે કે આગામી ૮ સપ્‍ટેમ્‍બરથી શહેરી વિસ્‍તારમાં તમામ ટુવ્‍હીલરચાલકોને હેલ્‍મેટ પહેરવા ફરજીયાત છે.

ઉલ્લેખનિય છે કે અગાઉ પણ રાજકોટ શહેરમાં ફરજીયાત હેલ્‍મેટનો અમલ કરાવવામાં આવ્‍યો હતો અને ડ્રાઇવના નામે મસમોટા દંડનો ધોકો પછાડવામાં આવ્‍યો હતો. જે તે વખતે શહેરી વિસ્‍તારમાં હેલ્‍મેટ જરૂરી નથી તે વાતને લઇને મોટાભાગના વાહનચાલકોએ વિરોધ કર્યો હતો. એ પછી આ અમલને મોકુફ રખાયો હતો. હવે આગામી ૮મીથી ફરજીયાત હેલ્‍મેટના કાયદાને પગલે શું થશે તે જોવું રહ્યું. જો કે વાહનચાલકોની સુરક્ષા માટે ફરજીયાત હેલ્‍મેટ જરૂરી છે તે પણ હકિકત છે.

(3:26 PM IST)