<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 24th July 2025

કાલથી રાજકોટમાં પૂ.ગુરુમા સમાનંદ સરસ્‍વતીજીની પ્રવચનમાળા

પવિત્ર શ્રાવણ માસના પ્રારંભે શિવજીની લીલાઓનું ભક્‍તિભાવથી શ્રવણ કરવાનો અવસર એટલે ‘મહિમા મહાદેવનો' : દ્વાદશ જ્‍યોતિર્લિંગના પવિત્ર પ્રસાદનું વિતરણઃ રોટરી ક્‍લબ ઓફ રાજકોટ ગ્રેટર ફર્ન રીસોર્ટસ અને કોટેચા પરિવાર દ્વારા પ્રમુખ સ્‍વામી ઓડીટોરીયમ ખાતે આયોજન

રાજકોટઃ પવિત્ર શ્રાવણ માસના આરંભે ભગવાન શિવજીની ભક્‍તિ અને તત્‍વજ્ઞાનનું અમૃતરસપાન કરવાનો અદ્વિતીય અવસર એટલે પ્રવચનમાળા ‘‘મહિમા મહાદેવનો''.

રોટરી ક્‍લબ ઓફ રાજકોટ ગ્રેટર ફર્ન રીસોર્ટ્‍સ તથા કોટેચા પરિવાર દ્વારા વ્‍યાસપીઠ પર બીરાજમાન સમદર્શન આશ્રમ ગાંધીનગરના પ.પૂ.ગુરુમા સમાનંદ સરસ્‍વતીજીના શ્રીમુખેથી શિવ મહિમ્નસ્ત્રોત આધારીત શિવજીની લીલાઓ પર તા.૨૫ થી ૨૯ જુલાઈ (શુક્ર થી મંગળ) દરમિયાન સાંજે ૪:૩૦ થી ૬:૪૫ દરમિયાન પ્રમુખ સ્‍વામી ઓડિટોરીયમ, રૈયા રોડ, રાજકોટ ખાતે એક શ્રધ્‍ધા શૃખંલાનું આયોજન કરવામાં આવ્‍યું છે.

આ પ્રવચનમાળામા દરરોજ સાંજે ૪:૩૦ થી ૬:૪૫ દરમિયાન પ.પૂ.ગુરુમા સમાનંદ સરસ્‍વતીજી શિવ તત્‍વના ગૂઢ રહસ્‍યો અને આધ્‍યાત્‍મિક માર્ગદર્શનમાં શ્રોતાઓને અદ્‌ભૂત અનુભવ કરાવશે. ગુરુમાના પ્રવચનો સરળ ભાષામાં, તર્કસંગત અને જીવનને ઉર્જાવાન બનાવતા વિચારોથી ભરપૂર હોય છે.

પ્રસંગના પ્રથમ દિવસે દિપપ્રાગટય પૂ.સ્‍વામીશ્રી પરમાત્‍માનંદજીના કરકમલેથી થશે. પ્રવચન પૂર્ણ થયા બાદ દરરોજ અલગ અલગ દ્વાદશ જ્‍યોતિર્લિંગ ના પવિત્ર પ્રસાદનું વિતરણ કરવામાં આવશે. પ્રવચનમાળામાં રાજકોટ સહિત ગાંધીનગર, અમદાવાદ, વડોદરા, જુનાગઢ, ગોંડલ જેવા શહેરોમાંથી મોટી સંખ્‍યામાં શ્રોતાઓની પ્રવચન શ્રવણ કરવા ઉપસ્‍થિત રહેવાના છે.

રાજકોટ બિલ્‍ડર્સ એસોસિએશન, રિયલ એસ્‍ટેટ એજન્‍ટ્‍સ એસોસિએશન, લોહાણા મહાજન તથા રૈયા રોડ, સાધુ વાસવાણી રોડ, યુનિવર્સિટી રોડના રહેવાસીઓ તરફથી પણ સહયોગ મળી રહ્યો હોવાનું યાદીમાં જણાવાયું છ.ે

ભક્‍તજનોએ સાંજે ૪:૩૦ વાગ્‍યા પહેલા પોતાનું સ્‍થાન ગ્રહણ કરી લેવું બેઠક વ્‍યવસ્‍થા મર્યાદિત સંખ્‍યામાં હોવાથી વહેલા તે પહેલાના ધોરણે પ્રવેશ આપવામાં આવશે.

આ કાર્યક્રમને સફળ બનાવવા માટે રોટરી ક્‍લબ ઓફ રાજકોટ ગ્રેટર તથા  કોટેચા પરિવાર દ્વારા જહેમત ઉઠાવવામાં આવી છે.

(3:47 PM IST)