તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 24th July 2025
કાલાવડ રોડ બ્રીજ નીચેના ગેમઝોનના ભાડા જાહેર
સંચાલન સોંપવાની દરખાસ્તની વહીવટી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ એકાદ મહિનામાં ગેમઝોન શરૂ થશે

રાજકોટ, તા.૨૪: શહેરના કાલાવડ રોડ પર આવેલ હાઇલેવલ રામબ્રિજ હેઠળના ગેમ ઝોનનું સંચાલન,ખાનગી એજન્સીને સોંપવા ગઇકાલે મળેલ સ્ટેન્ડીંગ કમિટી બેઠકમાં મંજૂરી મળી જવા પામી હતી. આ વહીવટી દરખાસ્ત પ્રક્રિયા પૂર્ણ થયા બાદ એકમહિનામાં ગેમઝોન ચાલુ કરવામાં આવશે તેમજ ગેમઝોનમાં વિવિધ રમતોના રૂા.૫૦૦ ની રૂા. ૫૦ પ્રતિકલાકના ભાવ પણ નક્કી કરવામાં આવ્યા છે. શહેરના કાલાવડ રોડ પરશ્રી રામ બ્રિજ રેસી કોર્પોરેશનએ વિવિધ રમતની સુવિધા સાથેનો ગેમઝોન બનાવ્યો હતો. જેનું ઉદ્ઘાટન વિવાદોના કારણે થયુ નથી આ માટે પણ બે વખત ટેન્ડર બહાર પડાતા રાહ સ્પોર્ટસ એર્કેડમી (હર્ષ પુજારા) એ વાર્ષિક રૂા. ૨.૭૦ લાખનું ભાડેુ આપવા ઓફર આપતા આ એકડમીને બે વર્ષ માટે સંચાલન આપવા ગઇકાલ થયેલ સ્ટેન્ડિંગમાં દરખાસ્ત મંજુર થવા પામી છે.
આ ગેમઝોનમાં બોકસ ક્રિકેટ, નિકલ બોલ, સ્કેટીંગ રીંગ,સ્નુકર ટેબલ, પુલ ટેબલ, ઇલેકટ્રિક એટ હોકી, ચેસ તથા કેરમ સહિતના પ્રતિકલાક અને પ્રતિટેબલના રૂા.૫૦૦ થી ૫૦ ભાવ નકકી કરવામાં આવ્યા છે. (૩.૧૭)
કઇ રમતનો કેટલો ચાર્જ
રમત પ્રતિ કલાકના ભાવ
બોકસ ક્રિકેટ રૂા. ૪૦૦
પિલ્લબોલ રૂા. પ૦૦
સ્કેટીંગ રિંક રૂા. પ૦૦
સ્નુકર ટેબલ રૂા. ૧૦૦ પ્રતિ ગેમ
પુલ ટેબલ રૂા. પ૦ પ્રતિ ગેમ
ઇલેકટ્રીક એટહોકી રૂા. પ૦ ,,
ચેસ રૂા. પ૦ ,,
કેરમ રૂા. પ૦ ,,
(4:10 PM IST)










