તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 24th July 2025
આજે ગૃહમંત્રી હર્ષ સંઘવી રાજકોટમાં: આત્મીય કોલેજ ખાતે ૧૮૦ લોકોને ભારતનું નાગરીકત્વ આપશે
ગૃહમંત્રી પોલીસના પણ ર થી ૩ કાર્યક્રમમાં જોડાશે રાજકોટ કલેકટર તંત્ર દ્વારા ૧પ૦ ને મંજુરી અપાઇઃ ૩૦ લોકો મોરબી ક્ષેત્રના

રાજકોટ, તા. ર૪: રાજયના ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવી આજે રાત્રે રાજકોટ આવી રહયા છે, તેઓ રાત્રી રોકાણ સરકીટ હાઉસ ખાતે કરશે, આ સંદર્ભે પોલીસ તંત્ર વ્યવસ્થા કરી રહયું છે.
શ્રી હર્ષ સંઘવીના આવતી કાલે રાજકોટમાં ભરચક્ક કાર્યક્રમો છે. તેઓ પોલીસના ર થી ૩ કાર્યક્રમોમાં ખાસ હાજરી આપશે, તો રાજકોટ કલેકટર તંત્રનો રાજકોટના ૧પ૦ જેટલા હિન્દુ પાકિસ્તાની નાગરીકોને ભારતનું નાગરીકત્વ આપતો કાર્યક્રમ સવારે ૯:૩૦ વાગ્યે આત્મીય કોલેજ ખાતે યોજાયો છે. આ લોકોને ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવીના હસ્તે નાગરીકત્વ આપશે, કુલ ૧૮૦ લોકો-પરિવારો છે, તેમાથી ૩૦ મોરબીના છે. આ તમામ ૭ વર્ષથી કે તેથી વધુ વર્ષોથી રાજકોટ-મોરબીમાં શાંતિપુર્ણ જીવન જીવી રહયા છે, હવે તેમને નાગરીકત્વ મળશે, ગૃહમંત્રીના કાર્યક્રમ અંગે પ્રોટોકોલ સંદર્ભે રાજકોટ સીટી પ્રાંત-૧, પヘમિ વિસ્તારના મામલતદાર કાર્યવાહી કરી રહયા છે.
(4:10 PM IST)










