<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 25th July 2025

૧રમીએ ભારત સેવા સમાજનો સ્‍થાપના દિનઃ તા. ૧ થી સપ્‍તરંગી કાર્યક્રમોની હારમાળા

 

રાજકોટઃ ભારત સેવા સમાજ એક રાષ્‍ટ્રીય કક્ષાની સંસ્‍થા છે. તા. ૧ર મી ઓગષ્‍ટ આ સંસ્‍થાનો સ્‍થાપના દિવસ છે. ભારત સેવક સમાજ-રાજકોટ દ્વારા દર વર્ષે સંસ્‍થાના સ્‍થાપના દિનના ઉપક્‍મે સપ્‍તરંગી કાર્યકરમ શિર્ષક અંતર્ગત કાર્યક્રમોની શ્રૃખલા યોજવામાં આવે છે. આ વર્ષે પણ તા. ૧/૮ થી તા. ૧ર/૮ દરમિયાન જુદા જુદા સ્‍થળોએ અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્‍યું છે.

આ કાર્યક્રમોમાં વ્‍યસનમૂકિત, અનાજ વિતરણ, શ્રમિક મહિલા વિકાસ,દેશભકિત, તબીબી શિબિર, શ્રમિક વિકાસ, યુવા નેતૃત્‍વ શિબિર, યોગશિબિર સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્‍યું છે. આ કાર્યક્રમો સંસ્‍થાના પરિસરમાં, માધ્‍યમિક શાળા-ફીફાદ, સોહા કિશોરી કેન્‍દ્ર-ફીફાદ તેમજ હરિવંદના કોલેજ-મુંજકા ખાતે યોજવામાં આવશે.

આ સપ્‍તરંગી કાર્યક્રમનું સમાપન તા. ૧ર/૮ ને મંગળવાર સવારે ૭:૩૦ કલાકે સંસ્‍થાના પરિસર ખાતે ધ્‍વજવંદન કરીને કરવામાં આવશે. જેમાં સંસ્‍થાની સાથે સંકળાયેલા મહાનુભાવો પૈકી યોગગુરૂ શ્રી નટવરસિંહજી ચૌહાણ તથા શ્રી પ્રવિણભાઇ ગાલોરિયાને સનમાનપત્ર અર્પણ કરી એમનું વિશેષ સન્‍માન કરવામાં આવશે.

સંસ્‍થાના ઉપરોકત કાર્યક્રમોમાં અને સમાપન કાર્યકરમમાં ભારત સેવક સમાજ, રેસકોર્ષ, નહેરૂ ઉદ્યાન ખાતે ઉપસ્‍થિત રહેવા સંસ્‍થાના ભારત સેવક સમાજના મંત્રી જનાર્દનભાઇ પંડયાએ અનુરોધ કરેલ છે

(5:16 PM IST)