<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 25th July 2025

રાજકોટ રેન્‍જના સાયબર ક્રાઇમ પોલીસ મથક તથા વિંછીયા અને આટકોટ પોલીસના ૩૪ આવાસોનું ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીના હસ્‍તે લોકાર્પણ

રાજકોટઃ રાજકોટમાં જામટાવર ચોક, કલેકટર બંગલાની બાજુમાં આવેલ રાજકોટ રેન્‍જના નવનિર્મિત સાયબર ક્રાઇમ પોલીસ  મથકનું તથા રાજકોટ જીલ્લાના વિંછીયા અને આટકોટ પોલીસ મથકના ૩૪ આવાસોનું લોકાર્પણ ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીના હસ્‍તે કરાયું હતું. આ પ્રસંગે રાજયના કૃષિ મંત્રી અને રાજકોટના પ્રભારી મંત્રી રાઘવજીભાઇ પટેલ, રાજકોટના ધારાસભ્‍ય ઉદયભાઇ કાનગડ, રાજકોટ ધારાસભ્‍ય દર્શિતાબેન શાહ, મેયર નયનાબેન પેઢડીયા, રાજકોટ રેન્‍જના આઇજી અશોકકુમાર યાદવ, રાજકોટ પોલીસ કમિશ્નર બ્રજેશ ઝા, રૂરલ એસપી હિમકરસિંહ તથા રાજકોટ શહેર તથા જીલ્લાના ઉચ્‍ચ પોલીસ અધિકારીઓ હાજર રહયા હતા. તસ્‍વીરમાં  ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીને સન્‍માન ગાર્ડ અપાયું હતું તે નજરે પડે છે. નીચેની તસ્‍વીરમાં સાયબર ક્રાઇમ પોલીસ મથક તથા આવાસોનું લોકાર્પણ કરતા ગૃહ રાજયમંત્રી હર્ષભાઇ સંઘવી, કૃષિ મંત્રી રાઘવજીભાઇ પટેલ, પોલીસ કમિશ્નર બ્રજેશ ઝા, રૂરલ એસપી હિમકરસિંહ, ધારાસભ્‍ય ઉદયભાઇ કાનગડ, દર્શિતાબેન શાહ તથા મેયર નયનાબેન પેઢડીયા દ્રશ્‍યમાન થાય છે. ત્‍યાર પછીની તસ્‍વીરમાં ગૃહ રાજયમંત્રી, પોલીસ મથકનું નિરિક્ષણ કરતા જણાય છે. નીચેની તસ્‍વીરમાં રાજકોટ શહેર તથા જીલ્લાના ઉચ્‍ચ પોલીસ અધિકારીઓ સાથે ગૃહ રાજયમંત્રી હર્ષભાઇ સંઘવી તથા કૃષિમંત્રી રાઘવજીભાઇ પટેલ નજરે પડે છે. (તસ્‍વીરઃ અભીજીત બગથરીયા)

(11:54 AM IST)