News of Friday, 25th July 2025
ભૂકંપઃ પૃથ્વીના નિર્માણથી ભવિષ્યની સંભાવનાઓ સુધી
ભુકંપનો ભુતકાળ-ભવિષ્ય

પળથ્વીના ૪.૬ અબજ વર્ષના ઇતિહાસમાં ભૂકંપ એક અવિરત પ્રક્રિયા રહી છે. તેના જન્મ સમયે, પળથ્વી એક ધગધગતા વાયુ સ્વરૂપના ગોળામાંથી ધીમે ધીમે પ્રવાહી અને પછી ઘન સ્વરૂપમાં રૂપાંતર પામી. શરૂઆતમાં, પળથ્વીની સપાટી પર સતત મહાભયંકર ભૂકંપ આવતા, પરંતુ ત્યારે જીવસળષ્ટિ ન હોવાથી તેની નોંધ લેનાર કોઈ ન હતું. જેમ જેમ પળથ્વીનો પ્રવાહી ગોળો ઠંડો પડતો ગયો તેમ તેમ તેનો ઘન પોપડો બન્યો, જે રેતી, માટી, કાંકરા, પથ્થર અને ખનીજોથી બનેલો છે. આ પોપડો, જેની જાડાઈ જમીન પર ૪૦ કિલોમીટર અને સમુદ્રમાં ૧૦ થી ૧૫ કિલોમીટર જેટલી છે, તે પળથ્વીના ૧૨૭૫૦ કિલોમીટરના વ્યાસ સામે એક ટમેટાની છાલ જેટલો પાતળો છે. આ ઘન પોપડા નીચે આજે પણ ધગધગતો મેગ્મા પ્રવાહી સ્વરૂપે છે, જેના પર આ ખડકો તરતા હોય છે.
પળથ્વી સૂર્યની ફરતે કલાકના ૧૦૭૨૨૦ કિલોમીટરના વેગથી પરિક્રમા કરે છે અને પોતાની ધરી પર લગભગ ૨૪ કલાકમાં એક પરિભ્રમણ પૂરું કરે છે. આ પરિભ્રમણને કારણે પળથ્વીનો પ્રવાહી ગોળો ધ્રુવો કરતાં વિષુવવળત્ત પાસે વધુ ઉપસેલો છે. શરૂઆતમાં, લાવારસમાંથી બનેલો પળથ્વીનો પોપડો એક જ પ્લેટમાં હતો, જે પળથ્વીના પરિભ્રમણ વેગને કારણે ધીમે ધીમે ધ્રુવ તરફ ખસવા લાગ્યો અને તેના અતિશય વજનને કારણે સાત ટુકડામાં વિભાજીત થયો, જેને આપણે આજે ટેક્ટોનિક પ્લેટો તરીકે ઓળખીએ છીએ. આ તિરાડો, જેને ‘ફોલ્ટ' કહેવાય છે, તે ખાસ કરીને સમુદ્રના તળિયે અને કિનારે વધુ જોવા મળે છે.
ભવિષ્યમાં મહાવિનાશક ભૂકંપની શકયતા ઘટશે? જેમ જેમ પળથ્વીનું પેટાળ વધુ ઠંડું પડતું જશે, તેમ તેમ પળથ્વીનો પોપડો વધુ જાડો બનશે. આનાથી મોટી તિરાડો પડવાની શકયતાઓ ઘટશે અને લાવારસ પર તરતી પ્લેટોનો વેગ પણ ઘટશે, જેથી પ્લેટો થોડા અંશે સ્થિર થશે. પરિણામે, ભવિષ્યમાં ઊંચા રિક્ટર સ્કેલવાળા મહાવિનાશક ભૂકંપની શકયતા ઘટતી જશે તેવું અનુમાન છે.
ભૂકંપ વિશેની ઐતિહાસિક માન્યતાઓ અને વૈજ્ઞાનિક સમજઃ પ્રાચીનકાળમાં ભૂકંપને કુદરતી પ્રકોપ માનવામાં આવતો હતો. હિંદુ ધર્મમાં પળથ્વી શેષનાગની સાત ફેણ પર ટકેલી હોવાની અને તેના કરવટ બદલવાથી ભૂકંપ આવતો હોવાની માન્યતા હતી. જોકે, વૈજ્ઞાનિક દ્રષ્ટિએ આ સાંકેતિક ભાષા હતી જે પળથ્વીના પેટાળમાં રહેલા લાવારસ અને તેના પર તરતા સાત ખંડોને દર્શાવતી હતી. ૧૮મી સદી સુધી ભૂકંપ વિશે કોઈ ખાસ સંશોધન થયા ન હતા. સૌપ્રથમ ગ્રીકના એરિસ્ટોટલે પાતાળમાં રહેલી હવાના દબાણને કારણે ભૂકંપ થતો હોવાનું જણાવ્યું. પરંતુ, ૧૭૫૫માં લિસ્બનમાં થયેલા મહાવિનાશક ભૂકંપે આ માન્યતા ખોટી સાબિત કરી. ૧૭૬૦માં એક અંગ્રેજ ભૂસ્તરશાષાીએ કહ્યું કે દરેક ધરતીકંપ પેટાળમાં બે મોટા ખડકો અથડાવાથી થાય છે, જે માન્યતા આજે પણ સાચી છે.
રિક્ટર સ્કેલ અને પ્લેટ ટેક્ટોનિક્સઃ ૧૯૩૫માં કેલિફોર્નિયા ઈન્સ્ટિટયૂટ ઓફ ટેક્રોલોજીના ડો. ચાર્લ્સ રિક્ટરે ભૂકંપની તીવ્રતા માપવા માટે ‘રિક્ટર સ્કેલ' પદ્ધતિ વિકસાવી, જેનો ઉપયોગ આજે સમગ્ર વિશ્વ કરે છે. આ સ્કેલ પર દરેક એક અંક આગળ વધતા ભૂકંપની વિનાશકતા દસ ગણી વધે છે. સાત કે તેથી વધુ તીવ્રતાના કંપનો મોટા વિસ્તારમાં નુકસાન પહોંચાડે છે.
૧૯૧૨માં આલ્ફ્રેડ વેગનરે ‘કોન્ટિનેન્ટલ ડ્રિફ્ટ'નો સિદ્ધાંત રજૂ કર્યો, જે મુજબ પળથ્વીનો પોપડો ભૂતકાળમાં એક મહાખંડ (ગોંડવાના લેન્ડ) હતો, જેમાંથી સાત ખંડ છૂટા પડ્યા છે. દરેક પ્લેટ લાવારસ પર તરતી હોવાથી અને પળથ્વીના પરિભ્રમણ વેગને કારણે ધીમી ગતિથી વહે છે. આપણી ઇન્ડિયન પ્લેટ આફ્રિકા ખંડ સાથે જોડાયેલી હતી અને દર વર્ષે ૫ સેન્ટિમીટરના વેગથી ઉત્તર-ઈશાન તરફ ખસી રહી છે. આ પ્લેટ યુરેશિયન પ્લેટ સાથે અથડાઈને હિમાલયનું સર્જન કરી રહી છે, જ્યાં પહેલા સમુદ્ર હતો. આ પ્રક્રિયા આજે પણ ચાલુ છે, જેના કારણે હિમાલય ઊંચો થઈ રહ્યો છે અને નીચેના ભાગમાં પોલાણ થવાથી આ વિસ્તારમાં વિનાશક ભૂકંપ થવાની શકયતા રહેલી છે.
૨૦૦૧માં કચ્છમાં આવેલો વિનાશક ભૂકંપ ઇન્ડિયન પ્લેટ અને યુરેશિયન પ્લેટના અથડામણને કારણે થયો હતો, જેનો ફોલ્ટ લાઇન કચ્છમાં હતી. જાપાનમાં આવેલા મહાવિનાશક ભૂકંપ પણ એશિયન પ્લેટના ઉત્તર તરફ ખસવાથી અને પેટાળમાં ભંગાણ પડવાથી થયો હતો.
ભૂકંપના તરંગો અને અન્ય કારણોઃ ભૂકંપમાં મુખ્યત્વે ત્રણ પ્રકારના તરંગો ઉત્પન્ન થાય છે. મુખ્ય તરંગો, ગૌણ તરંગો અને ભૂપળષ્ઠ તરંગો. પ્રથમ બે પ્રકારના તરંગો પળથ્વીના પેટાળ તરફ હોય છે, જ્યારે ત્રીજા પ્રકારના તરંગો જમીન પર આવે છે અને નુકસાન પહોંચાડે છે. ભૂકંપ થવાના અન્ય કારણોમાં લાવારસના દબાણમાં વધારો થવો, પળથ્વીના વાતાવરણમાં ફેરફારને કારણે ધ્રુવો પરના બરફના જથ્થામાં ફેરફાર થવો, અને તેનાથી પળથ્વીના પરિભ્રમણ વેગમાં વધઘટ થવી મુખ્ય છે. ૧૯૫૬માં અમદાવાદની ફિઝિક્સ રિસર્ચ લેબોરેટરીના ભૂસ્તરશાષાી આર. બી. કળષ્ણમૂર્તિએ કાશ્મીરના પ્રાચીન તળાવના પટના સંશોધન દરમિયાન તારણ આપ્યું હતું કે પળથ્વીના પરિભ્રમણ વેગમાં સતત ફેરફાર થાય છે, જેના કારણે પળથ્વીના ચુંબકીય ધ્રુવો દર વર્ષે ૧૨ કિલોમીટર જેટલા ખસે છે.
માનવસર્જિત કારણો અને આગાહીની શકયતાઓઃ માનવસર્જિત કારણો પણ ભૂકંપમાં ભાગ ભજવે છે, જેમ કે ભૂગર્ભમાં થતા અણુ ધડાકા જે નવી ફોલ્ટ પેદા કરે છે, કોલસા કે પેટ્રોલિયમ માટે ખોદાતી ઊંડી ખાણોથી થતું પોલાણ, નદી પર બંધાતા મોટા બંધો દ્વારા પાણીનો સંગ્રહ થવાથી તે જગ્યા પર વજન વધી જાય છે, અને ઊંડા કૂવા કે બોરને રિચાર્જ દરમિયાન ઠંડું પાણી તળિયાના ગરમ ખડકો પર પડવાથી તિરાડો પડે છે. આ ઉપરાંત, સૂર્ય અને ચંદ્રના ગુરુત્વાકર્ષણ બળથી સમુદ્રમાં આવતી ભરતી-ઓટની જેમ પેટાળમાં રહેલા પ્રવાહી લાવારસમાં પણ ભરતી-ઓટ આવે છે, જેના કારણે પ્લેટો પર દબાણની વધઘટથી ખાસ કરીને પૂનમ અને અમાસ પર ભૂકંપની શકયતા રહે છે.
આમ જોતા, ભૂકંપની આગાહી કરવી ખૂબ જ મુશ્કેલ છે કારણ કે તેના માટે જવાબદાર પરિબળો ઘણા છે. પરંતુ, ઉપગ્રહોની મદદથી દરેક પ્લેટની હિલચાલ, તેમનો વેગ, અને બે પ્લેટો વચ્ચેની તિરાડનો બારીકાઈથી એઆઈ -આર્ટિફિશિયલ ઇન્ટેલિજસ દ્વારા અભ્યાસ કરીને અગમચેતી જાણવી શકય બની શકે છે, નહિ કે અંધશ્રદ્ધા કે અટકળ આધારે થતી આગાહીઓ.
લેખક
પી.આર.ઠોરિયા,
નિવૃત શિક્ષક,
શ્રી શા.વે.વિરાણી હાઈસ્કુલ
(2:50 PM IST)










