<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 25th July 2025

ર૮ કરોડની વેટની રકમની ચોરીની ફરિયાદમાં ઇગલ મોટર્સના ડાયરેકટરના આગોતરા જામીન મંજૂર

 

રાજકોટ તા. રપ :.. ૨૮ કરોડ ટેકક્‍સની રકમની ઈગલ મોટર્સ પ્રા.લી.ના ડાયરેક્‍ટર  દિનેશભાઈ રસીકલાલ બાવરીયા ઉપર થયેલ ફરીયાદમાં આગોતરા જામીન રાજકોટના એડીશનલ સેશન્‍સ જજે મંજૂર કરેલ છે.

આ કામના વેટ ઓફીસરશ્રી સંદીપ ભીમાભા ચાવડાએ ઈગલ મોટર્સ પ્રા.લી.ના ડાયરેકટરો ઉપર વેટ તથા સી.એસ.ટી.ની બાકી રકમ રૂા.૨૮,૨૦,૯૦,૪૨૩, તથા આજ દિવસ સુધીનું વ્‍યાજ જમા નહી કરાવતા સરકારશ્રી સાથે વિશ્વાસઘાત અને છેતરપીડી કરેલ હોઈ જેની સામે ભારતીય ન્‍યાય સંહિતાની કલમો લગાડી ફરીયાદ દાખલ કરેલ.

ઉપરોકત ફરીયાદ દાખલ થતા ઈગલ મોટર્સ પ્રા.લી.ના ડાયરેક્‍ટર દિનેશભાઈ રસીકલાલ બાવરીયાએ રાજકોટના એડીશનલ સેશન્‍સ જજશ્રી સી.જે. પટેલ સાહેબની કોર્ટમાં આગોતરા જામીન મેળવવા માટે તેમના એડવોકેટશ્રી સાગર વિરેશ ગોડા મારફત અરજી દાખલ કરેલ.

સદરહું જામીન અરજીમાં તેઓએ સદરહું ફરીયાદ ખોટી અને ઉપજાવી કાઢેલી છે તેમજ ૧૦ વર્ષ બાદ ફરીયાદ દાખલ કરવામાં આવેલ છે તેમજ ઈગલ મોટર્સ પ્રા.લી. ના ડાયરેકટર  દિનેશભાઈ રસીકલાલ બાવરીયા સને-૨૦૦૭ માં રીટાયર્ડ થઈ ગયેલ છે. તથા તેની ઉંમર ૬૭ વર્ષની છે અને સીનીયર સીટીઝન છે અને તેઓ ફેમીલી સાથે રાજકોટ મુકામે રહે છે, અરજદાર સમાજમાં પ્રતિષ્ઠ વ્‍યકિત છે તથા તેઓ આજ દિન સુધી કોઈ ગુનાહિત ઈતિહાસ ધરાવતા નથી તથા કંપનીમાંથી રીટાયર્ડ ઘયેલા તે અંગેના પુરાવાઓ, તધા નામદાર ગુજરાત હાઈકોર્ટ તેમજ સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ રજુ કરી જોરદાર દલીલો કરવામાં આવેલ. ત્‍યારબાદ કોર્ટ દ્વારા બંને પક્ષોની દલીલો સાંભળેલ ત્‍યારબાદ નામદાર જજશ્રીએ અરજદારના એડવોકેટશ્રી સાગર વિરેશ ગોડાની દલીલો માન્‍ય રાખી આગોતરા જામીન અરજી મંજુર કરવામાં આવેલ છે

(2:52 PM IST)