News of Friday, 25th July 2025
રાજકોટ આવેલ ગૃહમંત્રી હર્ષ સંઘવી સાથે બાર એસો. લીગલ સેલના વકીલો દ્વારા પોલીસના ગેરવર્તન - ટ્રાફિક સહિતના વિવિધ મુદ્દે રજુઆત
એ.જી.પી.ના ઇન્ટરવ્યુ - અશાંત ધારા સહિતના મુદ્દે સર્કિટ હાઉસ ખાતે રજુઆત વકીલો ઉપરાંત પોલીસ કમિશનર - ડી.સી.પી. ધારાસભ્યોની પણ ઉપસ્થિતિ

રાજકોટ, તા.૨૫: રાજ્યના ગળહ મંત્રી હર્ષભાઈ સંઘવી આજે રાજકોટની મુલાકાતે છે. આજે સવારે ૮:૦૦ વાગ્યે સર્કિટ હાઉસ ખાતે ગળહ મંત્રીએ શહેરના અગ્રણી વકીલો સાથે બેઠક કરી હતી. બેઠકમાં બાર એસોસિએશનના હોદ્દેદારો, લીગલ સેલના વકીલો અને વિવિધ બારના એડવોકેટ ઉપસ્થિત રહ્યા હતા. પોલીસ અધિકારી કર્મચારીઓ દ્વારા વકીલો સાથે જે વર્તન રહેતું હોય છે, તે અંગે રજુઆત થઈ હતી. ગળહમંત્રીએ પોલીસ અધિકારીઓને આ અંગે સ્પષ્ટ સૂચના આપી હતી. વકીલોનું માન સન્માન જળવાઈ રહે તે રીતે વર્તન કરવા સૂચના આપી હતી. આ ઉપરાંત અગ્રણી વકીલો દ્વારા રજુઆત કરાઈ હતી કે, કોઈ વકીલ સામે કોઈ ગુનામાં આક્ષેપ થાય ત્યારે પહેલા તપાસ કરવી, પછી ગુનો દાખલ કરવો. તેની રજુઆત સાંભળવી. રાજકોટ જિલ્લા ન્યાયાલય ખાતે જતી વખતે ટ્રાફિકને લઈને સમસ્યા રહેતી હોય, જે અંગે પણ રજુઆત થઈ હતી. ઉપરાંત સરકારી વકીલ એજીપીના ઇન્ટરવ્યૂ લેવાઈ ગયા હોય પણ નિમણુંક ન થઈ હોય, બે વર્ષથી નિમણુંક અટકી પડી હોય તે અંગે પણ યોગ્ય કરવા રજુઆત થઈ હતી. આ સિવાય અશાંત ધારા અંગે પણ રજુઆત થઈ હતી. આ તરફ હાલના સરકારી વકીલ એસ. કે. વોરા દ્વારા ગળહમંત્રીને માહિતગાર કરાયા હતા કે, રાજકોટ જિલ્લા ન્યાયાલય સેશન્સ કોર્ટમાં સજાનું પ્રમાણ ૩૬ ટકા છે. જે ગુજરાતમાં સૌથી વધુ છે. હજુ તેને વધારવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. આ બેઠકમાં સીપી, ડીસીપી સહિતના અધિકારીઓ, ધારાસભ્યો વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
આ સિવાય શ્રી હિતેશભાઈ દવે સીએચ પટેલ દિલસુખભાઈ રાઠોડ દિનેશભાઈ શાહ અભિષેક ભાઈ શુક્લ બારોટ વિમલભાઈ ડાંગર પાર્થરાજ સિંહ ઝાલા જયસુખભાઈ બારોટ વિમલભાઈ ડાંગર નિશાંતભાઈ જોશી વિરેનભાઈ વ્યાસ નુંપેનભાઈ ભાવસાર જય ભારત ધામેચા કિશનભાઇ રાજાણી ધર્મેશ સખીયા સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ ઉપરાંત બાર એસોસિએશનના પ્રમુખ પરેશભાઈ મારૂ, જિલ્લા સરકારી વકીલ સંજયભાઈ વોરા, એપીપી દિલીપભાઈ મહેતા, કમલેશભાઈ ડોડીયા, બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના મેમ્બર દિલીપભાઈ પટેલ, અનિલભાઈ દેસાઈ, અર્જુનભાઈ પટેલ, દિલેશભાઈ શાહ, જી.એલ. રામાણી, વીરેન વ્યાસ, રક્ષિત કલોલ, પી.સી. વ્યાસ, આબીદ સોસન, પરાગ શાહ, મુકેશ પીપળીયા, સ્મિતાબેન અત્રી, બિનલબેન રવેશિયા, રમેશ કથીરિયા, એમ.જે. પટેલ, સુમિત વોરા, અતુલ જોશી, અનિલ ગોગિયા, અજય જોષી, દર્શીતાબેન શાહ સહિતના વકીલો હાજર રહયા છે.
આ બેઠકમાં રાજકોટ શહેર પોલીસ કમિશનર શ્રી બ્રજેશકુમાર ઝા, રાજકોટ રેન્જ આઈ.જી. શ્રી અશોકકુમાર યાદવ, અધિક પોલીસ કમિશનર શ્રી મહેન્દ્ર બગડીયા, રાજકોટ શહેર ડી.સી.પી. ઝોન-૧ શ્રી સજનસિંહ પરમાર, રાજકોટ જિલ્લા પોલીસવડા શ્રી હિમકરસિંહ, ડી.સી.પી.- ક્રાઈમ શ્રી પાર્થરાજસિંહ ગોહિલ, ડી.સી.પી.- ટ્રાફિક સુશ્રી પૂજા યાદવ, ડી.સી.પી. ઝોન-૨ શ્રી જગદીશ બાંગરવા, રાજકોટ મધ્યસ્થ જેલ પોલીસ અધિક્ષક શ્રી રાઘવ જૈન, ધારાસભ્ય સર્વ શ્રી ઉદય કાનગડ, ડૉ. દર્શિતાબહેન શાહ, અગ્રણી શ્રી ભરતભાઈ બોઘરા, શ્રી માધવ દવે વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
(2:52 PM IST)










