<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 25th July 2025

૧૪ ઓગસ્‍ટના વિશ્વ હિન્‍દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા ‘‘અખંડ ભારત સ્‍મૃતિ દિવસ'' નિમિતે ભવ્‍ય ત્રિશૂલ દીક્ષા કાર્યક્રમ

સંઘર્ષ મે જન્‍મ, જન્‍મ સે સંઘર્ષ - બજરંગ દળના ૪૦ વર્ષ : ત્રિશૂલ માત્ર શષા નહીં, પણ ધર્મ, ન્‍યાય અને સત્‍યનો પાવન પ્રતિક છેઃ યુવાનોને ત્રિશુલ દિક્ષામાં જોડાઈ હિન્‍દૂ રાષ્‍ટ્રને મજબૂત બનાવવા આહવાન

રાજકોટઃ વિશ્વ હિન્‍દુ પરિષદ પ્રેરિત બજરંગ દળ રાજકોટ દ્વારા ‘‘અખંડ ભારત સ્‍મળતિ દિવસ'' નિમિતે તારીખ ૧૪ ઓગસ્‍ટના દિવસે એક વિશિષ્ટ અને ઉદ્દીપક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું છે. જેમાં ભવ્‍ય ત્રિશૂલ દીક્ષા આપવામાં આવશે. આ ત્રિશૂલ દીક્ષા દ્વારા હિન્‍દૂ યુવાનોને ધર્મ અને રાષ્‍ટ્ર માટે જોડાવાનો સંદેશ આપવામાં આવશે તેમજ તેમની માનસિકતા, સંસ્‍કાર અને રાષ્‍ટ્ર નિષ્ઠામાં નવો આત્‍મવિશ્વાસ પેદા કરાશે. પ્રથમ વખત ત્રિશૂલ દીક્ષા લઈ રાષ્‍ટ્રસેવા અને ધર્મ રક્ષા માટે પ્રતિબદ્ધ થવા ઈચ્‍છતા યુવાનો માટે આ એક અનોખો અવસર છે. આ દિવસે સંતો, મહંતોની ઉપસ્‍થીતીમા મંત્રોચાર દ્વારા યુવાનોને ત્રિશુલ દિક્ષા આપવામા આવે છે. તેમ વિશ્વ હિન્‍દુ પરિષદ રાજકોટ મહાનગરના અધ્‍યક્ષ વનરાજસિંહ ગૌરીયાં તેમજ વિશ્વ હિન્‍દૂ પરિષદ રાજકોટ વિભાગના મહામંત્રી ક્રુણાલભાઇ વ્‍યાસે જણાવ્‍યુ હતુ.

બજરંગ દળની સ્‍થાપના ૮ ઓક્‍ટોબર ૧૯૮૪ના દિવસે થઈ હતી. તે વિશ્વ હિંદુ પરિષદની યુવા શાખા છે. સેવા, સુરક્ષા અને સંસ્‍કાર એ બજરંગ દળનો મુખ્‍ય નારો છે. ગૌ રક્ષા, ધર્મ રક્ષા, રાષ્‍ત્રીયતા, સેવા, સામાજિક સમરસતા જેવા વિષયોને લઈને બજરંગ દળ હમેશા કાર્યરત હોય છે.

હિન્‍દૂ ધર્મમા ત્રિશૂલનું મહત્‍વઃ ત્રિશૂલ (ત્રિ+શૂલ) એ ભારતીય સંસ્‍કળતિનું પાવન અને શક્‍તિશાળી શષા છે. તેનું સ્‍થાન માત્ર શારીરિક રક્ષણ પૂરતું નહીં, પણ ધાર્મિક, આધ્‍યાત્‍મિક અને રાષ્‍ટ્રીય સ્‍તરે પણ ઊંડું છે. તેમા ત્રણ શૂલો છે જે ત્રણ બાબતોનું પ્રતિક છે. ૧. અજ્ઞાન; ૨.અન્‍યાય ૩. અધર્મ - એનું નાશ કરવાનો સંકલ્‍પ રહેલો છે. તેથી ત્રિશૂલ માત્ર શષા નહીં, પણ ધર્મ, ન્‍યાય અને સત્‍યનો પાવન પ્રતિક છે. ભગવાન શિવ, દુર્ગા તથા ભૈરવના હાથમાં ત્રિશૂલ હોવાથી તે દેવતાઓના રક્ષણ અને સંહારના સ્‍વરૂપનું શષા છે.

ત્રિશૂલ દીક્ષા શા માટે લેવાય?: પરેશભાઇ રુપારેલિયા અને મનીષભાઈ વડેરિયા જણાવે  છેં કે... ત્રિશૂલ દીક્ષા એ માત્ર શષા ધારણ કરવાનો સંકલ્‍પ નથી - પરંતુ તે એક દિવ્‍ય પ્રતિજ્ઞા છે કે હું હંમેશા ધર્મનું રક્ષણ કરીશ, રાષ્‍ટ્રની સેવા અને હિન્‍દુ સમાજના ભવિષ્‍યની સુરક્ષા માટે સમર્પિત રહીશ. દિક્ષા લેતા યુવાન મન, વાણી અને કર્મથી સામાજિક દુર્ગુણો, અસ્‍તિત્‍વ પર આક્રમણ અને દેશદ્રોહી તત્‍વોના વિરોધમાં સજાગ રહેવાનો સંકલ્‍પ કરે છે.

ત્રિશૂલ ધારણ કરવાથી જે ભાવ ઉત્‍પન્ન થાય છે તેમાં  આત્‍મવિશ્વાસ; રાષ્‍ટ્રીય નિષ્ઠા ધર્મ માટે બલિદાનની ભાવના; દુર્જનો સામે તટસ્‍થતાથી ઊભા રહેવાનો સંકલ્‍પ ભયને દૂર કરવાનો અધ્‍યાત્‍મિક સંદેશ છે. તેથી ત્રિશૂલ ધારણ કરવું એ માત્ર શષા લેવુ નહીં, પણ જીવનમાં એક ઉપાસનાત્‍મક, રાષ્‍ટ્રીય અને ધાર્મિક દિશા સ્‍વીકારવાનો સંકલ્‍પ છે.

સંપર્કઃ વિશ્વ હિન્‍દુ પરિષદ કાર્યાલય, કાંતાસ્ત્રી વિકાસ ગ્રહ રોડ, મિલપરા - ૮, રાજકોટ. ત્રિશુલ દીક્ષા ની વધુ માહિતી માટે બજરંગળ દળ તથા વિહિપના અધીકારીઓ હર્ષ મોથેજા (૯૫૩૭૩૭૫૮૨૧), કિશન સેલાર (૯૬૨૪૬ ૨૮૧૫૧), ધનરાજ રાઘાણી (૮૧૨૮૫ ૩૭૫૩૮), હર્ષભાઈ વ્‍યાસ (૯૦૧૬૫૬૨૩૨૭), મનોજભાઈ કદમ (૮૩૨૦૪ ૦૪૮૦૦), રાજુ જોગરાણા (૯૩૨૭૮ ૩૯૨૮૮), રાજુ રજપુત (૮૪૬૦૦ ૦૦૧૫૦),  અલ્‍પેશ નાઢા (૭૦૪૮૪ ૮૦૯૧૬), જયદીપ વિસપરા (૮૨૦૦૬ ૬૪૦૮૭), જીતુ કેશુર (૯૧૭૩૧ ૫૭૯૦૧), રમેશ લિમબાસિયા (૯૯૦૯૦ ૮૦૪૮૪), અલ્‍પેશ મોરાણીયા (૯૫૭૪૩ ૩૧૧૧૩) નો સંપર્ક કરવા અનુરોધ કરાયો છે. તેમ વિહિપ - રાજકોટ મધ્‍ય જિલ્લાના ઉપાધ્‍યક્ષ મનિષ વડેરિયા ની યાદી જણાવે છે. (તસ્‍વીરઃ સંદીપ બગથરીયા)

(2:58 PM IST)