News of Friday, 25th July 2025
યાત્રીઓની સુરક્ષા માટે સંકલ્પબદ્ધઃ આરપીએફ રાજકોટ ડિવીઝનની સરાહનીય ઉપલબ્ધિઓ

રાજકોટ, ૨પઃ પヘિ રેલવેના રાજકોટ ડિવીઝનનું રેલવે સુરક્ષા બળ (આરપીએફ) કાયદો અને વ્યવસ્થા જાળવવા સાથે રેલવે પરિસર, રેલ યાત્રીઓ અને માળખાકીય સુવિધાઓની સુરક્ષા સુનિヘતિ કરવામાં નોંધપાત્ર પ્રદર્શન કરી રહ્યું છે. જુલાઈ મહિના (૦૧.૦૭.૨૦૨૫ થી ૧૪.૦૭.૨૦૨૫ સુધી) મા ં ‘સેવા જ સંકલ્પ' હેઠળ, આઈજી-કમ-પ્રિન્સિપલ ચીફ સિકયુરિટી કમિશનર શ્રી અજય સદાનીના કુશળ નેતળત્વમાં, આરપીએફ રાજકોટ મંડળે વિવિધ અભિયાનો દ્વારા યાત્રીઓને વિવિધ રીતે સેવાઓ પૂરી પાડી છે.
રેલવે સુરક્ષા બળ દ્વારા વર્તમાન વર્ષ ૨૦૨૫માં જુલાઈના આ ૧૪ દિવસોમાં કરવામાં આવેલા ઉત્કળષ્ટ કાર્યોનું વિવરણ નીચે મુજબ છે.
૧) ઓપરેશન અમાનતઃ રેલવે સુરક્ષા બળે ૅઓપરેશન અમાનતૅ હેઠળ ફરજ દરમિયાન સહયોગની ભાવનાનો પરિચય આપતા, પヘમિ રેલવે રાજકોટ ક્ષેત્રાધિકારમાં યાત્રીઓ દ્વારા યાત્રા દરમિયાન વિવિધ રેલવે સ્ટેશનો/મુસાફરી ટ્રેનોમાં ભૂલથી છૂટી ગયેલા કુલ ૨૪ યાત્રીઓના લગભગ રૂા.૩,૧૯,૮૭૩/- રૂપિયાની કિંમતના યાત્રી સામાનને સહીસલામત યાત્રીઓને સુપરત કર્યો.
૨) ઓપરેશન સતર્ક : આરપીએફએ ૅઓપરેશન સતર્કૅ હેઠળ ગેરકાયદેસર દારૂની તસ્કરીના કેસમાં એક વ્યક્તિને પકડ્યો. પヘમિ રેલવે રાજકોટ ક્ષેત્રાધિકારમાં ચલાવવામાં આવી રહેલા આ અભિયાનમાં, એક વ્યક્તિને ગેરકાયદેસર દારૂની તસ્કરીના કેસમાં પકડવામાં આવ્યો અને આગળની કાયદાકીય કાર્યવાહી માટે સંબંધિત રાજકીય રેલવે પોલીસને સોંપવામાં આવ્યો. જ્યાં આરોપી વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી અમલમાં મુકવામાં આવી.
૩) ઓપરેશન નન્હે ફરિશ્તેઃઓપરેશન નન્હે ફરિશ્તેૅ હેઠળ આરપીએફએ ઘરથી ભાગી ગયેલા બાળકને તેના પરિવારજનો સાથે મેળવ્યો. આ અભિયાનમાં, ઘરથી ભાગીને જઈ રહેલા એક ૧૩ વર્ષીય બાળકને તેના પરિવારજનોને સુપરત કરવામાં આવ્યો.
૪) ઓપરેશન ડિગ્નિટીઃ આરપીએફએ ૅઓપરેશન ડિગ્નિટીૅ હેઠળ બે વર્ષથી લાપતા મહિલાને તેના પરિવારજનો સાથે મેળવી. બે વર્ષ પહેલા ઘરથી ભાગી ગયેલી એક મહિલા, જેની માનસિક સ્થિતિ સારી ન હતી, તેને તેના પરિવારજનોને સુપરત કરવામાં આવી.
૫) ઓપરેશન ઉપલબ્ધઃ રેલવે સુરક્ષા બળે રેલવે ટિકિટોની કાળાબજારી કરનારને પકડ્યો. ૅઓપરેશન ઉપલબ્ધૅ હેઠળ ચલાવવામાં આવી રહેલા અભિયાનમાં, પヘમિ રેલવે રાજકોટ ક્ષેત્રાધિકારમાંથી રેલવે ટિકિટોની કાળાબજારી કરનાર એક વ્યક્તિને પકડીને, આરોપી વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી અમલમાં મુકવામાં આવી.
૬) ઓપરેશન રેલ સુરક્ષાઃ રેલવે સુરક્ષા બળે રેલવે સંપત્તિની ચોરી કરનારા ચોરોને પકડ્યા. ૅઓપરેશન રેલ સુરક્ષૉ હેઠળ પોતાની ફરજ દરમિયાન સતર્ક રહેતા, પヘમિ રેલવે રાજકોટ ક્ષેત્રાધિકારમાં રેલવે સંપત્તિની ચોરીના ૦૧ કેસમાં ૦૩ આરોપીઓને પકડીને, તેમના વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી અમલમાં મુકવામાં આવી.
૭) ઓપરેશન સમય પાલનઃ રેલવે સુરક્ષા બળે રેલવે ગાડીઓની અવરજવરને પ્રભાવિત કરનારાઓ વિરુદ્ધ કાર્યવાહી કરી. પ?મિ રેલવે રાજકોટ ક્ષેત્રાધિકારમાં ૅઓપરેશન સમય પાલનૅ હેઠળ મુસાફરી ગાડીઓમાં ચેન પુલિંગ કરીને અવરજવરને પ્રભાવિત કરનારાઓ વિરુદ્ધ કાર્યવાહી કરતા કુલ ૧૫ કેસોમાં ૧૪ આરોપીઓને પકડવામાં આવ્યા, જેમના વિરુદ્ધ રેલ અધિનિયમ હેઠળ આવશ્યક કાયદાકીય કાર્યવાહી અમલમાં મુકવામાં આવી.
૮) ઓપરેશન જનજાગરણઃ રેલવે સુરક્ષા બળ દ્વારા પヘમિ રેલવે રાજકોટ ક્ષેત્રાધિકારમાં ૅઓપરેશન જનજાગરણૅ હેઠળ યાત્રીઓને જાગળત કરવા માટે અભિયાન ચલાવવામાં આવ્યું. તમામ આરપીએફ પોસ્ટ/ચોકીઓ પર બેનર, પી.એ. સિસ્ટમ દ્વારા ઘોષણા, ગામના સરપંચો/પ્રધાનો સાથે બેઠક કરીને જન જાગળતિ કાર્યક્રમો (રેલવે લાઇન પાર ન કરવા, ગાડીઓ પર પથ્થરબાજી ન કરવા, નશાખોરી, મહિલા સુરક્ષા, માનવ તસ્કરી વગેરે) આયોજિત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત, રાજકોટ સ્ટેશન પર આરડીએન (રેલવે ડિસ્પ્લે નેટવર્ક) પર યાત્રી જાગળતિ વીડિયો પણ પ્રદર્શિત કરવામાં આવી રહ્યા છે.
(2:58 PM IST)










