<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 25th July 2025

જિલ્લા પંચાયત દ્વારા મુખ્‍યમંત્રી ગ્રામ અસ્‍મિતા યોજના હેઠળ શ્રેષ્‍ઠ સરપંચ પુરસ્‍કાર વિતરણ

રાજકોટ જિલ્લા પંચાયતની સામાન્‍ય સભામાં પ્રવિણાબેન રંગાણી, અનંદુ સરેશ ગોવિંદ, રાજુ ડાંગર, પી.જી. કયાડા વગેરેના હસ્‍તે શ્રેષ્‍ઠ સરપંચને ઇનામ વિતરણ કરવામાં આવેલ તે પ્રસંગની તસ્‍વીર

રાજકોટ, તા. રપઃ મુખ્‍યમંત્રી ગ્રામ અસ્‍મિતા યોજના હેઠળ ગામની અસ્‍મિતા જળવાય, ગ્રામ પંચાયતો આયોજનપૂર્વક વ્‍યવસ્‍થિત રીતે સ્‍વશાસન દ્વારા વધુ વ્‍યક્‍તિગત વિકાસ તથા સામુહિક વિકાસના કાર્યક્રમોથી પોતાની ફરજો અને જવાબદારીઓ અદા કરે અને પોતાની આંકાક્ષાઓ મુજબ સામાજિક, માનવ, આર્થિક, વ્‍યક્‍તિલક્ષી અને સામુહિક વિકાસ કરવા સુયોજિત આયોજન કરી ચોક્કસ લક્ષ અને દીર્ઘદ્રષ્ટિથી કાર્ય કરે અને ગ્રામ્‍ય નાગરિકોની સુવિધામાં વધારો કરવા કટીબદ્ધ બને તે માટે સ્‍પર્ધાત્‍મક વાતાવરણ ઉભું કરવા અને અંતતઃ ગામડાઓ સમળદ્ધ અને સ્‍માર્ટ થાય તે મુજબનો રાજ્‍ય સરકારનો ઉદ્દેશ છે.

મુખ્‍યમંત્રી ગ્રામ અસ્‍મિતા યોજના હેઠળના શ્રેષ્ઠ સરપંચ પુરસ્‍કાર માટે નીચે મુજબના માપદંડો છે.

(૧) ગામની સફાઈ, (૨) પંચાયત હેઠળ ગ્રામ સભાની બેઠકોની વિગત, (૩) નાણાંપંચ અંતર્ગત થયેલ કામોની ગુણવત્તા,  (૪) ફાળવેલ રકમ સામે ખર્ચની ટકાવારી,  (૫) પંચાયત દ્વારા વેરાની વસુલાત, (૬) સરપંચ દ્વારા થયેલ/કરેલ પંચાયતની વિશિષ્ટ કામગીરી.

ઉપરોક્‍ત માપદંડો પર ગ્રામ પંચાયતોની કાર્યવાહી ચકાસી, તાલુકા કક્ષાની સમિતિ દ્વારા જિલ્લા કક્ષાની સમિતિને શ્રેષ્ઠ સરપંચોની યાદી આપવામાં આવે છે. જેમાંથી જિલ્લા કક્ષાની સમિતિમાં નિર્ણય થયા બાદ એક ગામના શ્રેષ્ઠ સરપંચશ્રીને રાજ્‍ય કક્ષાએ નોમીનેટ કરવામાં આવે છે. જે અત્રેના જિલ્લાના પ્રથમ ક્રમ મેળવેલ હોય છે, જેને પુરસ્‍કારની રકમ રૂ.૧,૨૫,૦૦૦/- તથા બાકીના ૧૦ તાલુકાઓના નોમીનેટ થયેલ શ્રેષ્ઠ સરપંચશ્રીઓને પુરસ્‍કારની રકમ રૂ.૨૫,૦૦૦/-સરકારશ્રી તરફથી ગ્રાન્‍ટ મળ્‍યે આપવામાં આવે છે.

વર્ષઃ૨૦૨૪-૨૫ના રાજકોટ જિલ્લાના શ્રેષ્ઠ સરપંચશ્રીઓ તથા તેમને મળેલ પુરસ્‍કારની વિગત નીચે મુજબ છે.

જે સરપંચને પુરસ્‍કાર મળેલ છે તેમાં પુનમબેન બારૈયા (કાસલોલિયા, વીછીયા) લક્ષ્મીબેન ચાવડા (કોટડાસાંગાણી), મેલી મજેઠીના ભીમાભાઇ ચાવડા, નવી સાંકળીના શીલુબેન વાલાણી, લીલાખાના પરેશ ધામેલિયા, સરધારના પીન્‍ટુ ઢાંકેચા, ભાદાજાળિયાના સોનલબેન પાઘડાર, ઢોલરાના શોભનાબેન કાછડિયા, દેવપરાના શિલ્‍પાબેન સદાદિયા, ખંઢેરીના મિતલબેન ડાંગર, નવા માત્રાવડના જમનભાઇ વાડોદરિયાનો સમાવેશ થાય છે.

સરપંચને પ્રમુખ પ્રવિણાબેન રંગાણી, ઉપપ્રમુખ રાજુ ડાંગર, કારોબારી અધ્‍યક્ષ પી.જી. કયાડા, ડી.ડી.ઓ. અનંદુ સુરેશ ગોવિંદ, ડે. ડી.ડી.ઓ. પ્રિયંક ગલચર, જય ગોસ્‍વામી, ઇલાબેન ગોહિલ વગેરેના હસ્‍તે પુરસ્‍કાર વિતરણ કરવામાં આવ્‍યા હતું.

(3:02 PM IST)