<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 25th July 2025

કુવિખ્‍યાત ગેંગસ્‍ટરોની મિલકત જપ્‍ત કરનાર અંજાર પીઆઇ અજયસિંહ ગોહિલનું ભવ્‍ય બહુમાન

અપરાધીઑના હાજા ગગડી જાય તેવી કાર્યવાહી કરનાર અધિકારીની હર્ષ સંઘવીએ પીઠ થાબડી, એસપી સાગર બાગમાર દ્વારા બોર્ડર વડાની ઉપસ્‍થિતિમાં પ્રશંસાપત્ર અપાતા, અભિનદન અપરંપાર

રાજકોટ તા.રપઃ  બોર્ડર રેન્‍જ વડા ચિરાગ કોરડિયા અને કચ્‍છ પૂર્વના એસપી સાગર બાગમારના સીધા માર્ગદર્શન હેઠળ કરછ પૂર્વ અર્થાત્‌ અંજારના ઇતિહાસમાં તમામ પ્રકારના અપરાધો જેના નામે પોલીસ ચોપડે બોલી રહ્યા છે, તેવી કુ વિખ્‍યાત ગેંગના સભ્‍યો સામે ગુજસી ટોકની આકરી કાર્યવાહી કરવા સાથે લાખો રૂપિયાની મિલકત જપ્ત કરવા જેવા નક્કર પગલા લેનાર અંજાર પીઆઈ અજયસિંહ ગોહિલની કામગીરીથી પ્રભાવીત લોકો દ્વારા આ ઘટના વાયરલ કરવાની ઘટનાની ગુંજ ગાંધીનગર સુધી ગુંજી છે. ખુદ રાજ્‍ય કક્ષાના ગળહમંત્રી હર્ષભાઈ સંઘવી દ્વારા બોર્ડર વડા ચિરાગ કોરડીયાની વિશેષ ઉપસ્‍થિતિમાં બહુમાન કરવામાં આવેલ.  જેમના નેતળત્‍વમાં આ કામગીરી થયેલ છે તેવા કચ્‍છ પૂર્વના એસપી સાગર બાગમાર દ્વારા પણ પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટર અજયસિંહ ગોહિલની આવી કાબિલેદાદ કામગીરી પર આફ્રિન પોકારી તેમને વિશેષ પ્રશંસા પત્ર પાઠવવામા આવેલ છે.  અત્રે એ યાદ રહે કે સાગર બાગમાર જ્‍યારે જેતપુર ખાતે શરૂઆતમાં હતા ત્‍યારે પણ પીઆઇ અજયસિંહ ગોહિલ ટીમ દ્વારા અદભુત કામગીરી થયેલ. રાજકોટ શહેર ક્રાઇમ બ્રાંચમાં પણ તેમની કામગીરીની તત્‍કાલિન પોલીસ કમિશનર મોહન ઝા દ્વારા પીઠ થાબડવા સાથે રાજકોટ ગ્રામ્‍ય LCB હોય કે રાજકોટ શહેર એકમાં તેમની કામગીરી થી ACB વડા સાથે લોકોની પણ પ્રશંસા મેળવી હતી.

(3:30 PM IST)