News of Friday, 25th July 2025
લોકમેળામાં કુલ ર૩૮ સ્ટોલઃ પરંતુ હજુ ભરાઇને માત્ર ૧૧૯ આવ્યાઃ આજે છેલ્લો દિવસઃ કાલથી ડ્રો-હરરાજી થશે
તંત્ર પણ મુંઝવણમાં: ખાનગી મેળાના સંચાલકો યાંત્રિક વિભાગના ફિટનેસ સર્ટી.ની માંગણી સામે વિરોધના મૂડમાં રમકડાના ૧ર૦ સ્ટોલ સામે માંડ હજુ ૪૦ ફોર્મ ભરાયાઃ મોટી રાઇડમાં તો સાવ ટાઢોડૂ...

રાજકોટ, તા. રપઃ કલેકટર તંત્ર આયોજીત અને રેસકોર્ષ મેદાનમાં યોજાનાર લોક મેળો આ વખતે ચકડોળે ચડયો છે, રાઇડસ સંચાલકો સાથે સમાધાન થયા બાદ હજુ સુધી પૂરતા ફોર્મ જમા થયા નથી. આજે ફોર્મ જમા કરાવવાનો છેલ્લો દિવસ છે. આવતી કાલથી ત્રણ દિવસ માટે વિવિધ કેટેગરીના સ્ટોલની હરાજી હાથ ધરાશે. ગઇકાલ સાંજ સુધીમાં ર૬૪ જેટલા ફોર્મ ભરાઇને આવ્યા છે પરંતુ લોકમેળામાં ર૩૮ જેટલા સ્ટોલ છે અને હજી તેમની સામે માત્ર ૧૧૯ જેટલા જ ફોર્મ આવ્યા હોય તંત્ર ચિંતાતુર બન્યું છે.
આઈસ્ક્રીમ તેમજ વિવિધ સ્ટોલની હરાજી થશે રવીવારે મોટી રાઇડસ સહિતના સ્ટોલની હરાજી થવાની છે.
લોકમેળામાં રમકડાના ૧૧૦ થી ૧ર૦ સ્ટોલ સામે હજુ માંડ ૪૦ ફોર્મ આવ્યા છે, તો આઇસ્ક્રીમ ચોકઠામાં પુરતા ફોર્મ આવ્યા નથી, મોટી રાઇડના ફોર્મ માત્ર ૬ ભરાયા છે.
કલેકટરે તમામ રાહત આપી, પરંત ખાનગી મેળાના સંચાલકોની રજુઆત છે કે કલેકટરની સૂચના છતા માર્ગ-મકાનના યાંત્રિક વિભાગ દ્વારા રાઇડના ફિટનેસ સર્ટીફિકેટ મંગાતા હોય, તે શકય ન હોય, અમારે હરરાજીમાં કેમ ભાગ લેવો તે પ્રશ્ન થઇ પડયો છે, આ લોકો વધુ એક વખત કલેકટરને રજૂઆત કરનાર છે.
(5:24 PM IST)










