<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 25th July 2025

નકલી ડોક્‍યુમેન્‍ટનો ઉપયોગ કરી આધારકાર્ડ બનાવવાનું કોૈભાંડ દોઢ મહિનાથી ચાલતું હતું

નિર્મલા રોડ, બ્રહ્મસમાજ ચોકમાં ક્રાઇમ બ્રાંચે દરોડા પાડી છ શખ્‍સોને પકડયાઃ ૫૦૦થી ૭૦૦ રૂપિયા લઇ આધારકાર્ડ બનાવી દેતા હતાં: સોૈરાષ્‍ટ્રભરના લોકોના આ રીતે આધારકાર્ડ બન્‍યા હતાં: ૫૮ ડોક્‍યુમેન્‍ટ કબ્‍જે :ડીસીપી પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી ભરત બસીયાની સુચના હેઠળ પીઆઇ એમ.આર. ગોંડલીયા, સી. એચ. જાદવની ટીમની કામગીરીઃ પીઆઇ એમ. એલ. ડામોર, પીએસઆઇ એસ. વી. ચુડાસમાની બાતમી

રાજકોટ તા. ૨૫: આધાર કાર્ડ બનાવવા માટે જરૂરી એવા ડોકયુમેન્‍ટ કોઈ પાસે ન હોય તો તેને નકલી ડોકયુમેન્‍ટ બનાવી આપવાનું કારસ્‍તાન ક્રાઇમ બ્રાન્‍ચે ઝડપી લીધું હતું.  નિર્મળા રોડ તથા રૈયા રોડ બ્રહ્મસમાજ ચોકના કેન્‍દ્ર પર દરોડા પાડી છ શખ્‍સોને પકડી નકલી પાનકાર્ડ, નકલી મેરેજ સર્ટિફિકેટ, નકલી જન્‍મના -માણપત્ર તથા નકલી સરકારી ગેજેટ સહિત ૫૮ ડોક્‍યુમેન્‍ટ- કાગળો જપ્ત કરી છએયની પૂછપરછ હાથ ધરવામાં આવતાં છેલ્લા દોઢેક મહિનાથી કારસ્‍તાન ચલાવતાં હોવાનું અને એક કામ દીઠ ૫૦૦થી ૭૦૦ વસુલતા હોવાનું રટણ કર્યુ હતું. સોૈરાષ્‍ટ્રભરના લોકોને આ રીતે આધારકાર્ડ બનાવી દીધાનું ખુલ્‍યું છે.

શહેરમાં બનાવટી ડોકયુમેન્‍ટ ઉભા કરી તેનો ખરા તરીકે અધારકાર્ડ બનાવવામાં ઉપયોગ કરતા શખ્‍સોને પકડી લેવા માટે જરૂરી સુચના મળી હોઇ જે અન્‍વયે ક્રાઇમ બ્રાન્‍ચ ટીમ -યત્‍નશીલ હતી ત્‍યારે ખાનગી હકીકત આધારે રાજકોટ નિર્મલા કોનવેન્‍ટ રોડ ઉપર આવેલ કર્ણાટક બેન્‍ક ખાતે આધાર કેન્‍દ્ર ખાતેથી તથા રાજકોટ રૈયા રોડ બ્રહ્મસમાજ ચોક જન સુવિધા કેન્‍દ્ર શિવમ ઇન્‍ફોટેક નામની ઓફીસ ખાતેથી છ શખ્‍સને પકડી લીધા હતાં. આ શખ્‍સો જે કોઈને અધારકાર્ડ બનાવવા માટે જરૂરી હોય એવા દસ્‍તાવેજો જેમની પાસે ન હોય તેમને ૪૦૦થી ૫૦૦ રૂપિયા લઈ ખોટા બનાવટી પાનકાર્ડ તથા મેરેજ સર્ટીફિકેટ તથા જન્‍મના -માણપત્ર તથા સરકારી ગેજેટ બનાવી આપતાં હતાં. આવા નકલી ડોકયુમેન્‍ટનો ઉપયોગ અસલી આધારકાર્ડ બનાવવામાં થતો હતો.

આ કૈભાંડ આચરતા છ શખ્‍સો રવિ ખીમજીભાઇ ધંધાણીયા (ધંધો-નોકરી ઓપરેટર રહે.રૈયા રોડ હનુમાન મઢી ચોક પાસે છોટુનગર રાજકોટ), હરેશ પ્રાગજીભાઇ સાકરીયા (ધંધો- કમિશન એજન્‍ટ ઉ.વ.૪૪ રહે.ભાવનગર રોડ નવા થોરાળા રામ નગર સોસાયટી રાજકોટ), બીપીન ઉર્ફે વિશાલ પ્રવિણભાઇ ચોવટીયા (ધંધો- કમિશન એજન્‍ટ રહે.કોઠારીયા મે.રોડ વિવેકાનંદ નગર), જુગેશ સાધુરામભાઇ બેશરા (ધંધો-કમિશન એજન્‍ટ રહે.જામનગર રોડ બજરંગવાડી સોસાયટી), સાર્થક જ્‍યંતિભાઇ બોરડ (ધંધો-કન્‍ટલ્‍સટીંગ કામ રહે.૧૫૦ ફુટ રીંગ રોડ ગોર્વધન ચોક પાસે સ્‍કાય હાઇટસ) અને ધનપાલ રમેશભાઇ બોરીયા (ધંધો-કન્‍ટલ્‍સટીંગ કામ રહે. સાધુવાસવાણી રોડ ગોપાલ ચોક પાસે ભીડભંજન સોસાયટી)ની ધરપકડ કરી  બીએનએસ કલમ ૩૩૬ (૨), ૩૩૭, ૩૩૯, ૩૪૦, ૫૪, ૬૧ (૨) મુજબ ગુનો દાખલ કર્યો હતો.

આ બધા એકબીજા સાથે મળી આધાર કાર્ડ કઢાવવા આવતા ગ્રાહકો પાસેથી ઓરીજનલ ડોકયુમેન્‍ટ મેળવી સ્‍કેનર -ન્‍ટિર મારફતે કોમ્‍પ્‍યુટરમાં પેન્‍ટ નામના સોફ્‌ટવેર તથા આધાર મેજીક નામના સોફ્‌ટવેર તથા ગુગલ ક્રોમમા જરૂરી બેકગ્રાઉન્‍ડ રિમુવ કરી બનાવટી ખોટા ડોકયુમેન્‍ટ બનાવી કલર -ન્‍ટિ કાઢી બનાવટી ડોકયુમેન્‍ટનો ખરા તરીકે ઉપયોગ કરી ઓનલાઇન આધાર કાર્ડની સાઇટમા અપલોડ કરી અસલી આધારકાર્ડ બનાવી આપતા હતા. આ કામ માટે ૫૦૦થી ૭૦૦ વસુલતા હતાં. દોઢેક મહિનાથી આ કારસ્‍તાન ચાલી રહ્યું હતું.

પોલીસ કમિ‘ર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્‍દ્ર બગડીયા, ડીસીપી ક્રાઇમ ડો.પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી ક્રાઇમ ભરત બી.બસીયાની સૂચના અનુસાર ક્રાઇમ બ્રાન્‍ચ પોલીસ ઇન્‍સ્‍પેકટર એમ.આર.ગોંડલીયા, એમ.એલ.ડામોર, સી.એચ.જાદવ તથા પોલીસ સબ ઇન્‍સ. એસ.વી.ચુડાસમા તથા એ.એસ.આઇ. વિજયભાઇ સોઢા, હેડકોન્‍સ. કિશનભાઇ પાંભર,  કોન્‍સ. સંજયભાઇ અલગોતર, પોપટભાઇ ગમારા, કરણભાઇ કોઠીવાળ, અરવિંદકુમાર ફતેપરા, મહાવીરસિંહ જાડેજા, અનુજભાઇ ડાંગર દ્વારા કરવામાં આવી છે.

વધુ માહિતી અનુસાર હરેશ અને બીપીન બંને શહેરભરમાં તેમજ આસપાસના વિસ્‍તારોમાં જઈ બોગસ જય બોગસ આધારકાર્ડ બનાવવા વાળા ગ્રાહકો શોધી લાવતા હતા અને રવિ તેમજ હરીશ નામના આરોપી બનાવટી ડોકયુમેન્‍ટ કોમ્‍પ્‍યુટરમાં તૈયાર કરી આધારકાર્ડ સાઈટ પર અપલોડ કરતા હતા. તેઓએ હાલ સુધીમાં ૫૮ જેટલા  આધારકાર્ડ બોગસ ડોક્‍યુમેન્‍ટનો ઉપયોગ કરીને બનાવ્‍યા હોવાનું ખુલ્‍યું છે.

(3:55 PM IST)